ભારતના ચંદ્રયાન, બે અભિયાનનો આગામી જુલાઈથી આરંભ થશે. ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન બેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે તથા માહિતી એકઠી કરવા માટે દેશભરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરાનાર 13 ઉપકરણો ગોઠવવામાં આવશે.
આશરે 3.8 ટન વજન ધરાવાત આ યાનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગ હશે. આ બધા જ ઉપકરણોને આગામી નવમી 16મી જુલાઈ સુધી ચંદ્રયાન બે ઉપર ગોઠવવામાં આવશે, તથા આગામી છઠ્ઠી સપ્ટેમ્બર ચંદ્રયાન - બે ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી આશરે 100 કિલોમીટરની અંતરે આવેલી ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે. જ્યારે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતારવામાં આવશે.
એવી જ રીતે રોવર ચંદ્રની ભૂમિ ઉપર વિવિધ પ્રયોગો કરશે. ભારચના ચંદ્રયાન એક અભિયાનને મોટી સફળતા મળી હતી. આ અભિયાનમાં ચંદ્રની સપાટી ઉપર પાણી હોવાની વાત પ્રથમવાર જાણવા મળી હતી. ચંદ્રયાન - એકમાં યુરોપના ત્રણ તથા અમેરિકાના બે મળી પાંચ ઉપકરણો ગોઠવવામાં આવ્યા હતા.
ચંદ્રયાન બે અભિયાન ચંદ્ર માટે હાથ ધરાનાર સૌથી અદ્યતન ટેકનોલોજીવાળું અભિયાન બની રહેશે. ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર કે. શિવાને જણાવ્યું હતું કે, વિક્રમ નામનું પાંચ સ્ટેન્ડવાળું લેન્ડર ચંદ્રની સપાટી ઉપર છ અથવા તે પહેલાં સપ્ટેબરમાં ઉતારવામાં આવશે.
જ્યારે પ્રજ્ઞાન નામનું રોવર ચંદ્રની ભૂમિ ઉપર ફરીને પ્રયોગો હાથ ધરશે. પ્રજ્ઞાન રોવર પૃથ્વીની ગણના મુજબ 14 દિવસ સુધી ચંદ્રની ભૂમિ ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે.
ચંદ્રની ભૂમિના વિવિધસ્તરની માહિતી મેળવીને તેની વિશ્લેષણાત્મક માહિતી તથા તસવીરો ઓર્બિટરની મદદથી માત્ર 15 મિનિટમાં મોકલવામાં આવશે. શ્રી શિવાને કહ્યું કે, આશરે 3 હજાર 800 કિલોગ્રામ વજન ધરાવતું ચંદ્રયાન બે-એ સૌથી જટીલ કામગીરીવાળું મિશન છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે નિર્ધારીત સ્થળ ઉપર લેન્ડર અને રોવરને સફળતાપૂર્વક ઊતાર્યા બાદ ઈસરો ચંદ્રની ભૂમિ તથા તેની રચાનાની માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરશે.
ઈસરોએ યાનનું ઉતરાણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક કરાવવાનો નિર્ણય લીધો છે અને આ ભાગ હજી સુધી ખેડાયેલો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્રયાન - બે-એ અગાઉના ચંદ્રયાન- એકની અદ્યતન આવૃત્તિ ગણાવી શકાય.
આશરે 10 વર્ષ પહેલાં હાથ ધરાયેલા ચંદ્રયાન - એક અભિયાન વખતે યાનની સાથે ભારતના પાંચ , યુરોપના - 3, અમેરિકાનો - એક તથા બલ્ગેરિયાનો એક પેલૉડ ચંદ્ર ઉપર મોકલવામાં આવ્યા હતા. જો ચંદ્રયાન બે વખત ભારતનું યાન સફળતાપૂર્વક ચંદ્રની ભૂમિ પર ઉતરશે, તો આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે.
અગાઉ રશિયા, અમેરિકા અને ચીનના અવકાશયાનો એ જ ચંદ્રની ભૂમિ ઉપર સફળ ઉતરાણ કર્યું હતું.
ભારતનું ચંદ્રયાન - બે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઊતારવામાં આવશે અને આ સ્થળે માત્ર ચીને જ તેનું યાન ઊતારવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીને ગત જાન્યુઆરીમાં ચાંગ - ચાર નામનું તેનું અવકાશ યાન પૃથ્વીની સામે રહેતી ચંદ્રની ભૂમિની પાછળની બાજુ જેને વૈજ્ઞાનિકો ડાર્ક સાઈડ તરીકે ઓળખે છે. ત્યાં ઊતાર્યું હતું. ચંદ્રની આ ભૂમિ અંગે વૈજ્ઞાનિકો જાણતા નથી.
આમ સમગ્ર રીતે જોતા ચંદ્રયાન બેની સફળતા ઈસરોની સફળતાઓમાં નવો અધ્યાય ઉમેરશે, એ વાત નક્કી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોએ અત્યાર સુધી અવકાશયાનોને અવકાશમાં મોકલવાની બાબતમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.

Comments
Post a Comment