ભારતની મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થા ધ્વારા નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં રાજકીય અને આર્થિક પરીવર્તનના દસ વર્ષ આ થીમ પર ચોથી પશ્ચિમ એશિયા પરીષદનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં લેબેનોનના પુર્વ પ્રધાનમંત્રી ફૌદ સીનીયોરા અને ઇજીપ્તના પુર્વ વિદેશ મંત્રી નબીલ ફહમી સહિત ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. જેમણે આ ક્ષેત્રને લગતા વિવિધ મહત્વપુર્ણ મુદૃાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બે દિવસ સુધી છ સેશનમાં ચર્ચાઓ કરવામાં આવી હતની. જેમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ બાહય પરીબળોની ભૂમિકા, અર્થતંત્ર, સંઘર્ષનું પરીવર્તનશીલ સ્વરૂપ, પશ્ચિમ એશિયા સાથે ભારતનું વધતુ જોડાણ જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો. કેન્દ્રીય માર્ગ, પરીવહન અને ધોરીમાર્ગ રાજયમંત્રી નિવૃત જનરલ વિજયકુમાર સિંઘે મુખ્ય સંબોધન કર્યુ હતું. જેમાં છેલ્લા એક દાયકામાંઆ ક્ષેત્રે ઉતાર – ચઢાવનો પડકાર ઉભો થયો હતો. તેની વાત કરતા દર્શાવ્યું કે ભારત આ પ્રદેશને મહત્વપુર્ણ ગણે છે. મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ સુજાન આર ચિનોયે જણાવ્યું કે ભારત આ પ્રદેશના ઘણા દેશો સાથે વ્યુહાત્મક ભાગીદારી મ...