Skip to main content

Posts

Showing posts from March, 2020

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંસદના બંને ગૃહો - લોકસભા અને રાજ્યસભામાં ગત સપ્તાહની કામગીરીમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત - UAEમાં રહેતા આઠ ભારતીયોને અલાયદા રાખવામાં આવ્યા છે. ઈરાનમાં જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રના અગીયારસો ભાવિકો સહિત કુલ છ હજાર ભારતીયો અટવાયા છે. આ લોકોમાં કાશ્મીરના વધુ અને અન્ય સ્થળના 300 જેટલા વિદ્યાર્થીઓ, કેરળ, તમીળનાડુ તથા ગુજરાતના આશરે એક હજાર જેટલા માછીમારો પણ ઈરાનમાં અટવાયા છે. શ્રી મુરલીધરને ગૃહને જાણકારી આપી હતી કે, ઈરાનમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. આ હેતુથી ભારતીય તબીબોની છ ટીમો ઈરાન મોકલવામાં આવી છે. આ ટીમ ત્યાં અટવાયેલા ભારતીયોના સેમ્પલ લઈ ચકાસશે. અત્યાર સુધીમાં એક હજાર 706 ભારતીયોના સેમ્પલ પરિક્ષણ હેતુથી એકત્ર કરાયા છે. ગત 16મી માર્ચ સુધીમાં 205 ભારતીય શ્રદ્ધાળુઓ સહિત 389 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. તબીબી પરિક્ષણો બાદ ઈરાનમાં અટવાયેલાં બાકીના ભારતીયોને પણ ભારત પાછા લાવવામાં આવશે. સત્તાવાળાઓ ઈરાનની પરિસ્થિતિ ઉપર ચાંપ...

કોવિડ-19ના ખતરાનો સામનો કરવાની સાર્ક સંગઠનની સંયુક્ત વ્યુહરચના અંગે સમીક્ષા

ગત પંદરમી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાના પ્રાદેશિક સહકારમાટેના સંગઠન – સાર્ક દેશોના વડાઓની બેઠકને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19 વાયરસના પ્રસારને અટકાવવા સંયુક્તવ્યુહ રચના ઘડવાનો અનુરોધ કર્યો છે.કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વમાં આશરે દોઢ લાખથી વધુ દર્દીઓ સંક્રમીત થયાનાઅહેવાલ છે. સાર્ક સંગઠનના બધા જ 8 દેશોના વડાઓએ કોરોના વાયરસની આપત્તિ સામે એક સમાન વ્યુહરચનાઘડવાની શ્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે. શ્રીલંકા, માલદીવ તથા અફઘીસ્તાનના રાષ્ટ્રપ્રમુખો તથા ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના પ્રધાનમંત્રીઓએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારાઆયોજીત બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રીના આરોગ્ય વિભાગ માટેના સહાયક ઝરફ મિરઝાએ બેઠકમાં પ્રતિનિધીત્વ કર્યું હતું. બધા જ નેતાઓએ કોરોનાના રોગચાળા સામે સાથે મળીને લડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમના મતે આ સમગ્ર બાબત માનવતાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની ગણાવી શકાય. જો કે, પાકિસ્તાને આ પ્રસંગે પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં કયા સ્તરના પ્રતિનિધીત્...

પ્રધાનમંત્રીએ કહ્યું... રાષ્ટ્રનો સંકલ્પ કોરોના સામે લડવાની ચાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે રેડિયો અને ટેલીવિઝન પર કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના મહામારી સામે જાગૃત રહેવાની ખાસ ચેતવણી આપી. તેમણે દરેક નાગરીકને નિશ્ચિત ન રહેવા, કે કશું નહીં થાય તેવી ખોટી માન્યતામાં ના રહેવા કહ્યું. તેમણે સ્પષ્ટ કહયું હતું કે, સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જનાર આ જીવલેણ અને વિનાશક મહામારી ભારતમાં પણ પગપેસારો કરી રહી છે, ત્યારે તેને અવગણી શકાય તેવુ કઇ જ રહયું નથી. તેમણે કહયું કે છેલ્લા બે મહિનામાં ૧૩૦ કરોડ દેશવાસીઓએ જરૂરી સાવધાની રાખીને કોરોના જેવા રોગચાળા સામે હિંમત પુર્વક લડત આપી છે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે ભારતમાં અત્યાર સુધી સંક્રમિત કેસોની સંખ્યા ઓછી હોવાથી ભ્રમમાં રહેવુ ાનહી કે ખરાબ સમય પસાર થઇ ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ કહયું કે વિશ્વના જે દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ જોવા મળ્યુ છે ત્યાંના આંકડા દર્શાવે છે કે પ્રારંભિક સ્થિતિ પછી જ એકાએક આ બિમારી વધુ ફેલાઇ છે. તેથી ભારત માટે કોરોનાનું સંકટ સામાન્ય બાબત નથી અને દરેક નાગરીકે સજાગ રહેવાની જરૂર છે. આ જીવલેણ બિમારીને ફેલાતી અટકાવવા લોકોને અલગ વોર્ડમાં રાખીને જે દેશોએ પ્રારંભિક પગલાં લીધા ...

અમેરીકા અને ઇરાન વચ્ચે ભીસાંતુ ઈરાક અંગે સમીક્ષા

લાંબા સમયથી ઇરાક, આંતરીક વિખવાદો અને બાહ્ય દરમ્યાનગીરીનો ભોગ બની રહ્યું છે. 2017માં ISISની હાર બાદ ઊભી આશાસ્પદ સ્થિતી બાદ પણ ઇરાકના લોકોની મુશ્કેલીઓ સમાપ્ત થઇ નથી મૂડીવાદ અને ભષ્ટ્રાચાર સામે પગલા લેવા અંગે ઇરાકી લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં બગદાદ સરકાર ઉણી ઉતરતા આ સ્થિતી સર્જાઇ છે. વળી રાજકીય વર્ગોમાં સર્વસંમતિ ન સાધાવાને કારણે સરકારની રચના પણ અટવાઇ પડી અને શાસન લકવાગ્રસ્ત બની રહ્યું, ઇરાન અને અમેરીકા દ્વારા રાજકીય અને લશ્કરી દરમ્યાનગીરીના કારણે આંતરિક વિખવાદો વધુ વકર્યા. આના વિરોધમાં તથા જવાબદાર શાસન, સુવિધાઓમાં વધારો, મૂડીવાદ તથા ભષ્ટ્રાચારનો અંત અને બહારના લોકોના હસ્તક્ષેપનો અંત લાવવા જેવી માંગણીઓ સાથે ઇરાકી લોકોએ દેશભરમાં વિરોધ પ્રર્દશનો અને દેખાવો શરૂ કર્યા. સુરક્ષા દળો અને કટાઇબ હીઝબુલ્લાહ જેવા ઇરાની સમર્થક લશ્કરી દળો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કેટલાક વિરોધીઓ માર્યા ગયા બાદ વિરોધ પ્રદર્શનો મોટી કટોકટીમાં ફેરવાયા. આ જૂથોએ, ઇરાકમાંથી અમેરીકી સેન્યો હટાવવાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા ડિસેમબર 2019માં, આ જૂથોએ અમેરીકી સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા કીર્કુક લશ્કરી છાવણી...

કોવિડ-19 ના પડકારને પહોંચી વળવા પ્રાદેશિક કક્ષાએ પ્રયાસો અંગે સમીક્ષા

વિશ્વ આરોગ્ય સંસ્થા – ડબલ્યુએચઓ ધ્વારા વૈશ્વિક રોગચાળો જાહેર કરેલા કોવિડ-૧૯ નો સાથે મળીને સામનો કરવાના પ્રયાસો વિચારવા પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ સાર્કના સભ્ય દેશોના નેતાઓ વિડીયો કોન્ફરન્સ યોજી તે એક અજોડ પગલુ છે. તેના કારણે દક્ષિણ એશિયાઇ પ્રદેશમાં તત્કાળ સૌનું ધ્યાન ખેચ્યું છે. આ પ્રદેશના બધા દેશોમાં વસ્તી ખુબ ગીચ હોવાથી વાયરસના ફેલાવાનો ખતરો પણ સાચો છે. તેથી જ તેનો ફેલાવો રોકવાનું પણ એટલુ જ મહત્વનું છે. અહીયા નોંધવુ જરૂરી છે કે ચીનમાંથી ઉદભવેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં સાત હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. નોવેલ કોરોના વાયરસે અનેક દેશો પર માઠી અસર કરી છે. વિમાની ખેપો રદ કરાઇ છે, જાહેર સ્થળો બંધ કરી દેવા પડયા છે અને લોકોને પણ ઘરમાં જ પુરાઇ રહેવા અનુરોધ કરાયો છે. આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ચીન, ઇટલી અને ઇરાન જેવા દેશોમાંથી પોતાના ઉપરાંત બાંગ્લાદેશ અને માલદીવ્સના નાગરીકોને પણ બહાર લાવીને પોતાની પાડોશી પ્રથમ નીતીનું અનુસરણ કર્યુ છે. ભારતે તો તેના વિમાન ઘરો ઉપર વિદેશથી આવતાં લોકોનું કડક ચેકીંગ કરીને અને શંકાસ્પદ વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓને અલાયદા વોર્ડમાં રાખવાની વ્...

કોરીયન દ્વિપકલ્પમાં ઉભો થયેલા તણાવ અંગે સમીક્ષા

ઉત્તર કોરીયાએ આ સપ્તાહની શરૂઆતમાં ઓછામાં ઓછી ત્રણ વણ ઓળખાયેલી મિસાઇલનું પરીક્ષણ કર્યુ. જે કિમ જોંગ ઉન સરકાર ધ્વારા બે સપ્તાહ દરમિયાન કરાયેલુ આ બીજુ કામ છે. પ્યોગયાગ ધ્વારા આ અગાઉ કરાયેલા જીવંત સૈન્ય અભ્યાસ દરમિયાન વિરોધ કરી ધમકી આપવામાં આવી હતી. તેના બે દિવસ પછી આ બન્યું હતું. દક્ષિણ કોરીયાના સંરક્ષણ મંત્રાલયે કહયુ હતું કે તેને ઉત્તર કોરીયાના પુર્વ કાંઠે કોરીયન દ્વિપકલ્પ અને જાપાન વચ્ચેના પાણીમાં જુદા જુદા પ્રકારની ટુંકા અંતરની મિસાઇલ જોવા મળી હતી. આ મિસાઇલમાં મહત્તમ અંતર ર૦૦ કી.મી. નું અને ઉંચાઇ પ૦ કી.મી. ની હતી. દક્ષિણ કોરીયાના લશ્કરે, જયારે સંપુર્ણ તૈયાર થઇ રહયું હતું ત્યારે વધારાના પ્રક્ષેપણ બાબતે સંબંધિત વિસ્તારમાં નીરીક્ષણ કર્યુ હતું. દક્ષિણ કોરીયાએ કહયું હતું કે કોરીયન દ્વિપકલ્પ પર તણાવ ઓછો કરવાના હેતુથી વર્ષ ર૦૧૮ માં ઉત્તર કોરીયા સાથે થયેલા કરારોનું ઉલ્લંધન થયું છે. ઉત્તર કોરીયાના મીડીયાએ જણાવ્યું કે અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હનોઇમાં કિમ જોંગ ઉને કોઇપણ સોદા વગર કરેલી શિખર પરીષદને ર૮મી ફેબ્રુઆરીએ વર્ષ પુરૂ થતાં સૈન્ય અભ્યાસ શરૂ કરાયો હતો. આ અભ્યાસ ચાલુ રહયો હ...

આતંકવાદ અંગેના બેવડા વલણ માટે પાકિસ્તાનનો ફરી એક પર્દાફાશ

પાકિસ્તાન સરકારનો તેના ધરતી પરથી કાર્યરત આતંકવાદી જૂથો સામેનો બેવડો વ્યવહાર જાણીતો છે. જોકે, વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર અંગે પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) સમક્ષ જૂઠ્ઠું બોલીને પાકિસ્તાને ફરી એકવાર ખુલ્લુ પડી ગયુ છે. આ આતંકવાદી સૂત્રધાર સત્તાવાર સુરક્ષા હેઠળ પાકિસ્તાનમાં છુપાયેલો છે. પાકિસ્તાન સ્પષ્ટપણે સમગ્ર વિશ્વને બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરી રહ્યું છે; પરંતુ, હકીકતમાં તે મસૂદ અઝહર, હાફિઝ મોહમ્મદ સઇદ, જાકીર ઉર રેહમાન લખવી અને વૈશ્વિક સ્તરે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર એવા અન્ય ઘણા આતંકવાદીઓની સામે કાયદેસરની કાર્યવાહી અથવા કોઈ પણ પ્રકારની સજા આપી રહ્યો નથી. મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદ (જેએમ) ના વડા છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં 14 મી ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ભારતના કેન્દ્રીય અનામત પોલીસ દળ- સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. ભારતે 26 મી ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટ મુખ્ય મથક અને જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેન્દ્રનો નાશ કર્યો હતો. ત્યારથી, સંયુક્ત રાષ્ટ્રસંઘના...

ભારત દ્વારા વિદેશ નીતીમાં વેપાર

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી મોર્ચાની સરકારે તેની વિદેશી નીતીમાં ઉદ્યોગ – ઉદ્યોગ વચ્ચેની બી ટૂ બી ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમાં ભારત દ્વારા તેના ભાગીદાર દેશોને રાહત દરે ધિરાણ આપવા જેવા પહેલોના સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ધિરાણની રાશી અને વ્યાપમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશમાં ભારતના સહાયથી પ્રોજેક્ટ શરૂ કરવાથીમાંડીને વિવિધ સેવા અને ઉત્પાદનો પુરી પાડવા આ રાશી આપવામાં આવે છે.  ભારત વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તાજેતરમાં એક ઉદ્યોગ પરિષદમાં ભારતના આ અભિગમ ઉપર ભાર મૂક્યો હતો.  ભારત દ્વારા આપવામાં આવેલા કુલ ધિરાણમાંથી 65થી 75 ટકા જેટલા ધિરાણથી ભારતીય કંપનીઓને પ્રત્યક્ષ ફાયદો થઈ રહ્ય છે, જેથી ભારતીય કંપનીઓને વિદેશમાં બજાર મળી રહ્યો છે. આ ધિરાણને સાર્વભોમ બાંયધરી હોવાના કારણે ભારતીય કંપનીઓ એ પ્રકારના બજારમાં સંચાલન કરી રહ્યા છે.જ્યાં અત્યાર સુધી જોખમ હોવાના કારણે તેઓ પ્રવેશતા પણ નહતા.  અત્યાર સુધી ભારતે 64 દેશે 539 જેટલા વિકાસકામોને 300 જેટલા ધિરાણ મંજૂર કર્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આ ધિરાણોમાં વધારો થઈ રહ્યો છ...

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંરદના બજેટ સત્રના બીજા તબક્કાનો ગત બીજી માર્ચથી આરંભ થયો છે. આ તબક્કો ત્રીજી એપ્રિલ સુધી ચાલશે. વિપક્ષ આ સત્રમાં કેન્દ્રની એનડીએ સરકારને કૃષિ અને અર્થતંત્રના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ સત્તાધારી પક્ષો સંસદના બંને ગૃહોમાં સત્ય અને સમર્થન કરતાં આંકડાઓ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.  સરકારે સંસદના આ સત્ર માટે શ્રમ સુધારા, સરોગસી નિયમન વિધેયક સહિત 25 વિધેયકોની એક યાદી તૈયાર કરી છે, અને તેને બહાલી અપાવવા સરકાર પ્રયાસ કરશે. આ સત્રમાં આર્થિક વિધેયકને પણ બહાલી અપાશે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિદેશથી આવતા બધા જ મુસાફરોનું હવે સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. રેલવે મંત્રાલયની વર્ષ 2020-2021 માટેની અનુદાનની માગણીને લગતો રેલવે માટેની સ્થાયી સમિતિનો અહેવાલ શ્રી રાધામોહનસિંહ અને શ્રી સુનીલ કુમાર મંડલ દ્વારા સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરાશે. આ સત્રમાં વિમાન સુધારા વિધેયક, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી વિધેયક, હોમીયોપોથી અંગેના રાષ્ટ્રીય પંચને લગતુ વિધેયક તથા ખનીજ કાયદો સુધારા વિધેયકો પણ હાથ ધરાશે. પડતર વિધેયકોની વાત કરીએ તો તેમાં વ્યક્તિગત માહિતી સંરક્ષણ વ...

ઇઝરાયેલમાં યોજાયેલી રસાકસીભરી ચૂંટણી, રાજકીય મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી એ અંગે સમીક્ષા

ઇઝરાયેલમાં ગત બીજી માર્ચે એક વર્ષની અંદર ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજાઈ. જો કે, રાજકીય ક્ષેત્રે ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવામાં આ ત્રીજું સંસદીય ચૂંટણીને પણ નિષ્ફળતા મળી હતી. ચૂંટણીમાં મતદાન પૂરૂ થતા જ લીકુડ પક્ષના નેતા બેન્જામીન નેતાન્યાહુએ તેમને પક્ષ વિજયી થશે તેવો દાવો કર્યો હતો. જો કે, ઇઝરાયેલની સંસદની 120 બેઠકોમાં બહુમતી મેળવવા જરૂરી 61 બેઠકો મેળવવામાં લીકુડ પક્ષને નિષ્ફળતા મળી હતી.આ વખતની ચૂંટણીમાં લગભગ 99 ટકા મતોની ગણતરી બાદ લિકુડ પક્ષે 36 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ રહેવા ઉપર જ સંતોષ માનવો પડયો હતો. ધાર્મિક વિચારધારા ઉપર આધારીત શાસક પક્ષને 9 અને યુનાઇટેડ તોરાહ પક્ષને સાત બેઠકો મળી હતી. જમણેરી વિચારધારા ધરાવતા પક્ષ યામીનાને છ બેઠકોથી સંતોષ માનવો પડયો. આ સાથે નેતાન્યાહુના વડપણ હેઠળના જમણેરી તથા ધાર્મિક પરંપરા ધરાવતા મોરચાને કુલ 58 બેઠકો મળી છે. આમ આ મોરચો સાદી બહુમતીથી ત્રણ બેઠકો દૂર રહ્યો. હવે આખરી મતગણતરી બાદ એકાદ બેઠક મળે તો પણ નેતાન્યાહુના મોરચાને બહુમતી મળશે નહીં. ઇઝરાયેલમાં થયેલો આર્થિક વિકાસ તથા અમેરીકા સાથેના નજીકના સંબંધો પણ નેતાન્યાહુને જીત અપાવી શક્યા નથી. વિપક્ષ...

તુર્કી ધ્વારા યુરોપની સરહદ ખુલ્લી મુકાતા સીરીયન શરણાર્થીઓનું સંકટ વધ્યું - અંગે સમીક્ષા

તુર્કીની તાજેતરની કાર્યવાહી વર્ષ ર૦૧પમાં સર્જાયેલા શરણાર્થીના સંકટની યાદ અપાવનારી છે. જેમાં કેટલાક વ્યકિત મૃત્યુ પામ્યા હતા અને ઇયુ સભ્યદેશોમાં મતભેદો સર્જાયા હતા. ગયા અઠવાડીયામાં તુર્કીએ યુરોપીયન દેશો સાથેની તેની સરહદો નિર્વાસિત લોકો માટે ખુલ્લી કરી છે. યુરોપીયન દેશો આ કાર્યવાહીને તુર્કીના ઇયુ સાથેના શરણાર્થીઓ માટેના કરારનું ઉલ્લંધન છે તેવુ માની રહયાં છે. જો કે તુર્કીનું કહેવુ છે કે હવે તે ચરણસીમાએ પહોચ્યુ છે અને ઇયુએ તુર્કીને આપેલા આશ્વાસન પુર્ણ ન કર્યા હોવાના કારણે ઇયુની કોઇ મદદ કરી શકતુ નથી તુર્કીએ આરોપ મુકયો છે. ઇયુએ તુર્કીને આપેલા આશ્વાસન પ્રમાણે છ અબજ યુરોની સહાય હજુ સુધી આવી નથી અથવા તુર્કી સાથે વેપાર પણ વધાર્યો નથી અથવા ઇયુના સભ્ય દેશોમાં તુર્કીના નાગરીકોને વિઝા વગર પ્રવાસ માટે મંજુરી આપી નથી. જયારે ઇયુએ આ અક્ષેપોને રદીયો આપ્યો છે. વાસ્તવિક તો યુરોપીયન પંચે દાવો કર્યો છે કે તુર્કીને આપેલા આશ્વાસન મુજબ ઇયુએ પ્રત્યક્ષ જ તુર્કીના સરકારને નહી પરંતુ નિવાર્સિતો માટેની સંસ્થાઓને પુરેપુરી સહાય આપી છે.  ઇયુના સભ્યપદ અંગેના તુર્કીના આરોપો, ર૦૧૬ બાદ તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસીપ...

બ્લ્યુ ડોટ પહેલના કારણે ભારત-પ્રશાંત વિસ્તાર માટે ઉભી થયેલી નવી તક અંગે સમીક્ષા

ભારતની તાજેતરની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે “બ્લ્યુ ડોટ નેટવર્ક” મુદ્દે થયેલી મંત્રણાને મુખ્ય મુદ્દો ગણાવી શકાય. બંને અગ્રણીઓએ મંત્રણાના અંતે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં બ્લ્યુ-નેટનેટવર્કની પહેલને સમર્થન આપ્યું હતું. બ્લ્યુ ડોટ નેટવર્ક એક એવી પહેલ છે જેમાં વૈશ્વિક ધારા-ધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સરકાર ખાનગી ક્ષેત્ર તથા સમાજ સાથે મળીને કામગીરી કરે છે. ભારત બ્લ્યુ ડોટ નેટવર્કમાં જોડાવવા વિચારી રહ્યું છે. કારણ કે બ્લ્યુ ડોટ નેટવર્ક દ્વારા વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ભારત-પ્રશાંત વિસ્તારમાં વિદેશી સહાયથી તૈયાર કરાતી માળખાકીય સેવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ધારા-ધોરણો મુજબ બનાવવામાં આવી છે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે. ભારત અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તાર ખાસ કરીને એશિયા વિસ્તારમાં હાલમાં માળખાકીય સુવિધા બાબતે અમલમાં મૂકાયેલી વ્યવસ્થા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે હાલની આ વ્યવસ્થામાં ધિરાણ લેનાર દેશ ઉપર મોટાપાયે દેવું વધવાની સમસ્યા ઉભી થતી હોય છે. ઉલ્લેખનિય છ...

અમેરિકા-અફઘાનિસ્તાન શાંતિ સમજૂતી આશા અથવા બીક ? એ અંગે સમીક્ષા

અમેરિકા સાથે શાંતિ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા બાદ માત્ર બે-ત્રણ દિવસ પછી તાલીબાનોએ જાહેરાત કરી હતી કે, તેઓ અફઘાન સરકારના દળો સામે ફરીથી કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. અમેરિકાના પ્રતિનિધિ ઝલ્મી ખલીલઝાદ અને તાલીબાનોના ડેપ્યુટી લીડર મુલ્લા-અબ્દુલ્લા-ઘની-બીરાદર વચ્ચે નવ દોરની મંત્રણા દોહામાં કતાર ખાતે યોજાયા બાદ અમેરિકા અને તાલીબાનો વચ્ચે શાંતિ સમજૂતી સધાઈ હતી. આ શાંતિ સમજુતીના મુખ્ય ચાર ભાગ છે, જેમાં યુદ્ધ વિરામ, વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવા આંતર-અફઘાન મંત્રણાઓ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી ખાતરીનો સમાવેશ થાય છે. આ શાંતિ સમજુતી મુજબ અમેરિકાએ સમજુતી સધાયા બાદ માત્ર 10 દિવસમાં પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને 135 દિવસમાં 8 હજાર 600થી વધુ સૈનિકો અમેરિકા પાછા ફરશે તેવી ખાતરી આપી હતી. એવી જ રીતે 20મી માર્ચ સુધીમાં પાંચ હજાર તાલીબાનો મુક્ત કરાશે, તેની ખાતરી અમેરિકાએ આપી હતી. તેમજ બાકીના કેદ કરાયેલા તાલીબાનોને ત્રણ માસમાં મુક્ત કરાશે તેની સમજુતી થઈ હતી. જોકે આ શાંતિ સમજુતી બાબતે અફઘાનમાં તથા વિશ્વભરમાં આશા અને ભય બંને લાગણીઓ જોવા મળી હતી. તાલીબાનો અફઘાની નાગ...

ભારત અને બાંગ્લાદેશના આગળ વધી રહેલા દ્વિપક્ષીય સંબંધો

ભારતીય વિદેશ સચિવ, હર્ષ વર્ધન શ્રિંગલાની ઢાકાની મુલાકાત, ભારત બાંગ્લાદેશ વચ્ચેના સ્થાયી અને ગાઢ સંબંધો દર્શાવે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની હાલની અવામી લીગ સરકારના કાર્યકાળમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ મળ્યો છે. શ્રી શ્રીંગલાની મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે જાન્યુઆરી 2019 સુધી બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી હતી અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરનાં ભૂતકાળમાં, બાંગલાદેશે ભારતની અમુક ઘરેલુ બાબતો ઉપર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે તેને ડર લાગતો હતો કે તેનાથી બાંગલાદેશના સ્થાનિક અસર પડી શકે છે. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગલાદેશને ખાતરી આપી છે કે, ભારતના વિકાસનો બાંગ્લાદેશ પર કોઈ અસર પડશે નહીં અને બાંગલાદેશને સત્તાવાર સ્તરે આ અંગે જણાવવામાં આવ્યું છે. વિદેશ સચિવની મુલાકાતનું મુખ્ય કારણ વંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા માટે આ મહિનામાં યોજનારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બાંગલાદેશ મુલાકાત માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્ય...

ભારતે મ્યાનમાર સાથેના સંબંધો મજબૂત કર્યા – એ અંગે સમીક્ષા

મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ-વી-મીન્ટે તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાત લીધી પાડોશી દેશો તથા પૂર્વના દેશો તરફની ભારતની વિદેશ નીતિમાં મ્યાનમાર કેન્દ્ર સ્થાને છે. કંબોડીયા, વિયેતનામ તથા લાઓ PDR માટેની વિદેશનીતિમાં મ્યાનમાર મુખ્ય ભૂમિકા ભજવશે. ભારત દક્ષિણ – પૂર્વ એશિયાઇ દેશો સાથેના આર્થિક અને વ્યુહાત્મક સંબંધો મજબૂત બનાવવા ઇચ્છે છે. ભારત આવ્યા પછી રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી મિન્ટનું વિધીવત સ્વાગત કરાયા બાદ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વાતચીત કરી હતી. ત્યારપછી શ્રી યુ – વી – મિન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધીસ્તરની મંત્રણા યોજાઈ હતી. બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી. ભારત અને મ્યાનમારે દ્વિપક્ષીય સહકાર વધારવાના ભાગરૂપે 10 સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્ય હતા. રખાઇન રાજ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ બંને દેશો રચનાત્મક સહકાર વધારવા કૃતનિશ્ચયી છે. આ કાર્યક્રમ હેઠળ ગ્વા શહેરમાં ઘરો તથા પાણી પુરવઠા યોજના પાંચ શહેરોમાં સૂર્યઉર્જાની મદદથી વીજ વિતરણ બે માર્ગોની નિર્માણ યોજના જેવા વિકાસકામો મ્યાનમારમાં હાથ ધરાશે. વર્ષ 2019માં રખાઇન પ્રાંતના બ...