Skip to main content

ભારતે મ્યાનમાર સાથેના સંબંધો મજબૂત કર્યા – એ અંગે સમીક્ષા

મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ-વી-મીન્ટે તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાત લીધી પાડોશી દેશો તથા પૂર્વના દેશો તરફની ભારતની વિદેશ નીતિમાં મ્યાનમાર કેન્દ્ર સ્થાને છે. કંબોડીયા, વિયેતનામ તથા લાઓ PDR માટેની વિદેશનીતિમાં મ્યાનમાર મુખ્ય ભૂમિકા ભજવશે.

ભારત દક્ષિણ – પૂર્વ એશિયાઇ દેશો સાથેના આર્થિક અને વ્યુહાત્મક સંબંધો મજબૂત બનાવવા ઇચ્છે છે. ભારત આવ્યા પછી રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી મિન્ટનું વિધીવત સ્વાગત કરાયા બાદ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વાતચીત કરી હતી.

ત્યારપછી શ્રી યુ – વી – મિન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધીસ્તરની મંત્રણા યોજાઈ હતી. બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.

ભારત અને મ્યાનમારે દ્વિપક્ષીય સહકાર વધારવાના ભાગરૂપે 10 સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્ય હતા. રખાઇન રાજ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ બંને દેશો રચનાત્મક સહકાર વધારવા કૃતનિશ્ચયી છે. આ કાર્યક્રમ હેઠળ ગ્વા શહેરમાં ઘરો તથા પાણી પુરવઠા યોજના પાંચ શહેરોમાં સૂર્યઉર્જાની મદદથી વીજ વિતરણ બે માર્ગોની નિર્માણ યોજના જેવા વિકાસકામો મ્યાનમારમાં હાથ ધરાશે.

વર્ષ 2019માં રખાઇન પ્રાંતના બનાવો બાદ વિસ્થાપીત લોકો માટે ભારતે મ્યાનમારને પ્રિ-ફેબ્રીકેટેડ ઘરો પૂરા પાડ્યા હતા. આ ઉપરાંત ભારત અને મ્યાનમારે મેકોંગ-ગંગા સહકાર વ્યવસ્થા હેઠળ સહકાર સુદ્રઢ બનાવવાનો તથા વધુ અસરવાળી સમુદાય વિકાસ યોજનાઓ હાથ ધરવાનો પણ નિર્ણય લીધો છે.

પૂર્વ એશિયાના દેશો સાથે સંપર્ક વધારવાની યોજનાના કેન્દ્રમાં મ્યાનમાર છે. આથી જ ભારતે સીતવે પોર્ટ તથા મલ્ટી મોડેલ પરિવહન વ્યવસ્થાને અગ્રતા આપી છે. પાલેતવા – ઝોરીનપુરી માર્ગ તૈયાર થયા સીતવે ઉત્તર – પૂર્વ ભારત સાથે જોડાશે.

આ ઉપરાંત કાલેવા – યારગી ધોરીમાર્ગની કામગીરી વર્ષ 2021 સુધીમાં પૂર્ણ કરાશે. આ ત્રિસ્તરીય ધોરીમાર્ગ પરના 69 પૂલોના આધુનિકીકરણ માટે ભારત પ્રતિબદ્ધ છે. આ સમગ્ર યોજનાના ભાગરૂપે તામૂ ખાતે ચેકપોસ્ટ સ્થાપવી તથા મોટર-વાહન સમજૂતીને એજન્ડામાં સ્થાન અપાયું છે.

ભારતના ઇમ્ફાલથી – મ્યાનમારના મંડાલે વચ્ચે એપ્રિલ 2020 સુધીમાં બસસેવા શરૂ કરવા અંગે ખાનગી બસ ચાલકો સાથે સમજુતી સધાઇ છે. ભારતે, મ્યાનમારમાં શિક્ષણ ક્ષેત્રે, મ્યાનમાર માહિતી અને ટેકનોલોજી સંસ્થા MIIT અને આધુનિક કૃષિ સંશોધન અને શિક્ષણ સંસ્થા સ્થાપવા ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રની તાલીમ સંસ્થા સ્થાપી છે.

ભારતની આર્થિક સહાયની મદદથી મોનયાવા ખાતે વધારાના તાલીમ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. ભારતને અડીને આવેલા મ્યાનમારના ચીન રાજ્યમાં સરહદ વિકાસ કાર્યક્રમ તથા અદ્યતન માળખાકીય સુવિધા વિકસાવવાના કાર્યક્રમો પણ હાથ ધરાયા છે.

પાડોશી દેશોને અગ્રતા આપવાની ભારતની નીતિમાં સંરક્ષણ અને સલામતી ક્ષેત્રનો સહકાર વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેમાં સેનાને તાલીમ દેખરેખ બંને દેશોના સૈનિકોની સંયુક્ત કવાયતો જેવા કાર્યક્રમોનો સમાવેશ કરાયો છે.

મ્યાનમારની સેનાએ તેમના વિસ્તારમાં કાર્યરત હતા તેવા બળવાખોરો સામે કડક કાર્યવાહી કરતા બંને દેશોના સંબંધોને નવું બળ મળ્યું છે. ભારત અને મ્યાનમારે દરિયાઇ ક્ષેત્રે સલામતી, તથા જહાજોની માહિતીના આદાન – પ્રદાનની સમજૂતી કરતા બંને દેશોના સંબંધો હજી મજબૂત બન્યા છે.

એશિયાના સારા અર્થતંત્રમાં સ્થાન પામનાર મ્યાનમાર ભારતને આ ક્ષેત્રે સારી તક પૂરી પાડે છે. બંને દેશ વચ્ચેનો વેપાર 1.75 અબજ અમેરીકી ડોલરનો છે અને તે હજી વધે તેવી ક્ષમતા છે. આ હેતુથી બંને દેશ વચ્ચેના સંપર્કો બજારોની પહોંચ વધારવાની તથા આર્થિક વ્યવહારમાં મદદરૂપ થવાની તાતી જરૂર છે. ઉર્જાક્ષેત્રે મ્યાનમાર ભારતનો મહત્વનો ભાગીદાર દેશ છે. ભારતની તેલ કંપનીઓએ મ્યાનમારમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કર્યું છે.

ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રના વર્ષો જૂના સંબંધો પણ સાંપ્રતકાળમાં સંબંધો વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ભારત આ દ્વિપક્ષીય સંબંધો વધારવા હજી સઘન પ્રયાસ કરશે એ વાત નક્કી છે.

લેખક – ડો. તીતલી બાસુ, દક્ષિણ-પૂર્વ એશિયાના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...