Skip to main content

Posts

Showing posts from December, 2020

વૈશ્વિક ગુણવતાના ભારતીય ઉત્પાદનો માટે પ્રધાનમંત્રી એ કરેલી હાકલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વર્ષ 2021માં દેશ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ભારતની છબી વિશ્વમાં વધુ મજબુત બને તેવી અપેક્ષા દર્શાવી છે. પ્રધાનમંત્રીએ વીતી રહેલા વર્ષની યાદો મમળાવતા જનતા કફર્યુ જેવા અનુભવોમાં નાગરીકોની ઉત્સાહભેર ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જયારે આખા દેશના લોકોએ થાળી વગાડી કોરોના વોરીયર્સનું સન્માન કર્યું ત્યારે કોરોના સામેની લડતમાં લોકોની એકજૂટતા અને ભાગીદારીના દર્શન થયા. શ્રી મોદીએ કહ્યું કે, દેશના સામાન્યમાં સામાન્ય લોકોએ પરીવર્તનની અનુભુતિ કરી. શ્રી મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં આશાની અસાધારણ લહેર જોઇ. કોરોના દરમિયાન અનેક પડકારો આવ્યા દુનિયાભરમાં સપ્લાય ચેન વ્યવસ્થા ખોરવાઇ, પણ આપણે પ્રત્યેક પડકારમાંથી નવો પાઠ શીખ્યા. દેશમાં નવી ક્ષમતાઓ ઉભી થઇ. દેશમાં આત્મનિર્ભર-સ્વનિર્ભર થવાની ક્ષમતા ઉભી થઇ. પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમના વૈંકટ મુરલી પ્રસાદના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેંકટે રોજબરોજ વપરાતી ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફકેર સહિતની અનેક વસ્તુઓની યાદી બનાવી છે. વેંકટે પ્રધાન...

હરણફાળ ભરવા સજ્જ થયેલા ભારતના અવકાશ કાર્યક્રમ અંગે સમીક્ષા

ભારતના ઇસરો સંસ્થાના વૈજ્ઞાનિકોએ PSLV રોકેટની મદદથી દેશના અદ્યતન દૂરસંદેશાવ્યવહાર ઉપગ્રહ CMS વનને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકીને વર્ષ 2020ના વર્ષનું સફળતા સાથે સમાપન કર્યું. ઇસરોએ, આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા અવકાશમથકેથી CMS ને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યો હતો. અવકાશમથકેથી મોકલવામાં આવ્યા બાદ આશરે વીસમી મીનીટે, ઉપગ્રહને નિર્ધારિત ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યો હતો. CMS ઉપગ્રહ, અગાઉ વર્ષ 2011માં છોડાયેલા જીસેટ-બાર ઉપગ્રહનું સ્થાન લેશે. CMS ઉપગ્રહ, ભારતનો બારમો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે. ઇનસેટ અને જીસેટ શ્રેણીના ઉપગ્રહ બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ CMS ઉપગ્રહની નવી શ્રેણી શરૂ કરી છે. આ વર્ષે કોવિડના લીધે ઇસરોના ગગનયાન મિશન સહિત ઘણાં મિશનો સમયસર હાથ ધરી શકાયા નથી. કોવિડ પહેલા ભારતે જીસેટ-30 ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો. આ ઉપગ્રહને ગત જાન્યુઆરી માસમાં ફ્રાન્સના ગુયાના ખાતેના અવકાશ મથકેથી અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકોએ ગત નવેમ્બરમાં EOS - વન , નામનો ભૂમિનિરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક છોડ્યો હતો. આ ઉપગ્રહની સાથે નવ વિદેશી ઉપગ્રહો ને પણ એક જ રોકેટની મદદથી અવકાશમાં મોકલવા...

ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં મહત્વપૂર્ણ ભાગીદારી અંગે સમીક્ષા

ભારત – વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નગુએન ઝુઆન ફુકે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આમ તો ભારત – વિયેતનામ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે, પરંતુ હિંદ-પ્રશાંત ખાસ કરીને દક્ષિણ ચીની સમુદ્ર ક્ષેત્રે અને ભારત – ચીન સરહદ – LAC મુદ્દે થયેલા વિકાસના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક આયામો ઉમેરાયા છે. પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામને ભારતની એક્ટ ઇસ્ટ નીતિનો મહત્વપૂર્ણ આધાર તથા ભારતના હિંદ-પ્રશાંત દૃષ્ટિકોણ માટે મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત વિયેતનામ સાથે લાંબાગાળાના અને વ્યૂહાત્મક સંબંધો ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશો હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ ઇચ્છે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ સ્થિરતા માટે બંને દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં વિયેતનામના હિસ્સેદારી ધરાવતા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની પ્રભાવી વર્તણૂકનો પડઘો પડે છે. પ્રધાનમંત્રી મોદીની લાગણીને ટેકો આપતા વિયેતનામના પ્રધાનમંત્રીએ કહ્યું કે, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને...

સંરક્ષણ ક્ષેત્રે સ્વ-નિર્ભરતા તરફ સમીક્ષા

સંરક્ષણ સંપાદન સમિતિએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી ર૭ હજાર કરોડના સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીને આપેલી મંજુરીથી સરકારની આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા પહેલને મોટો વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧રમી મેના રોજ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. જેના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧૬મી મે ના રોજ સંરક્ષણ વિશેષ સુધારા જાહેર કર્યા હતા. શ્રી મોદીએ ફેબ્રુઆરીમાં લખનૌ ખાતે ૧૧માં સંરક્ષણ એકસપોનું ઉદઘાન કરતા આગામી પાંચ વર્ષમાં પાંચ બીલીયન અમેરીકી ડોલરના કિંમતના સંરક્ષણ ઉત્પાદનોના નિકાસનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. તેમણે દેશમાં રોકાણ માટે ખાનગી રોકાણકારોને આપેલા આમંત્રણથી રોકાણનું સારૂ વળતર મળવાની સાથે સંરક્ષણ ક્ષેત્રે ભારતની સ્વ-નિર્ભરતાનો ધ્યેય સીધ્ધ કરવાનું લક્ષ્ય હતું અને આ માટે સરકાર ખુબ જ ગંભીરતાથી સંરક્ષણ સુધારા કરી રહી છે. આ સુધારાનો ધ્યેય દેશના સંરક્ષણ આયાત ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ઉત્ત પશ્ચિમી સરહદ પર સતત ચાલી રહેલા સુરક્ષા પડકારો સામે લડત માટે મોઘા શસ્ત્રો માટે સતત દુર્લભ સંશાધનોની ફાળવણી કરવી ભારત માટે મુશ્કેલ હોવાથી શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવાનો લક્ષ્યાંક નકકી કર્યો છ...

ભારત-ઉઝબેકિસ્તાનને મજબૂત થઈ રહેલા સંબંધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મીર્ઝિયોયેવે ગત અઠવાડિયે ભારત – ઉઝબેકિસ્તાન શિખર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠક મધ્ય એશિયાના દેશ સાથે યોજાયેલી આ પ્રકારની પ્રથમ બેઠક છે. બંને નેતાઓએ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો, કોવિડ રોગચાળા તથા પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત – ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક સહભાગીતાને નવી ઉંચાઇએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બંને નેતાઓએ વિવિધ બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદી વિરોધી કાર્યો, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, અવકાશ, માહિતી-તકનીકો અને સાંસ્કૃતિ અને શૈક્ષણિક જોડાણોમાં સહભાગીતા વધુ મજબૂત થવાની બાબતને બિરદાવી હતી. દ્વિપક્ષીય યોજનાઓ તથા કરારોને અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે ઓગસ્ટમાં મંત્રીસ્તરીય રાષ્ટ્રીય સહભાગીતા સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મીર્ઝીયોયેવે બંને દેશોમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. અને કોવિડ રોગચાળા સામેની લડતમાં દ્વિપક્ષીય અને વૈશ્વિક સહભાગીતાની જરૂરિયાત જણાવી હતી. કોવિડ દરમિયાન ભા...

પ્રધાનમંત્રીએ દેશના હિતને સર્વોચ્ચ ગણવા કરેલા અનુરોધ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા ગુરૂવારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. સંસદનું નવું ભવન આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે બનાવવામાં આવશે. એવી જ રીતે આઝાદી બાદ લોકોની આશા આકાંક્ષા મુજબ નવું સંસદ ભવન બનાવાશે. નવા સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બીજા મંત્રીઓ, સાંસદો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર્વધર્મીય પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગને ભારતની લોકશાહીના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. તેમણે દેશના નાગરીકોને સાથે મળીને નવા સંસદભવનના નિર્માણ કાર્યમાં જોડાવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, દેશ આઝાદી મળ્યાને 75 વર્ષ પૂરા થયાની ઉજવણી કરશે, ત્યારે નવા સંસદભવનનું નિર્માણ થયું હશે, એ કલ્પના જ સુંદર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે, સાંસદ તરીકે ગૃહમાં પ્રવેશ કરતા પહેલા તેમણે લોકસભાના પગથીયે શીશ ઝૂકાવીને લોકશાહીના મંદિર સમા સંસદને પ્રણામ કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે, નવા સંસદભવનમાં એવી નવી ચીજો હશે, જે...

ભારત અને સુરીનામના મૈત્રીભર્યા સંબંધો અંગે સમીક્ષા

ભારત અને સુરીનામ વચ્ચે સાંસ્કૃતિક અને લોકોના સંપર્ક વડે વર્ષોથી મૈત્રીભર્યા સંબંધો સ્થપાયા છે. ભારતીય નાગરિકો ખાસ કરીને પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર તથા સિંધી કુટુંબો મળી આશરે સવા બે લાખથી વધુ ભારતીયો 142 વર્ષથી સુરીનામમાં વસવાટ કરી રહ્યા છે. તેઓએ સુરીનામના અર્થતંત્ર, સંસ્કૃતિ તથા અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ વર્ષે જુલાઇ માસમાં ભારતીય મૂળના ચંદ્રિકાપ્રસાદ સંતોખી સુરીનામના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે. પોતાના શપથવિધિમાં શ્રી સંતોખીએ વૈદિક મંત્રો ઉચ્ચાર્યા હતા. તેઓ સંસ્કૃતમાં વાતચીત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંતોખીને અભિનંદન આપતા ભારત અને સુરીનામ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ કહ્યું કે, વર્ષો પહેલા ભારતીય લોકો સુરીનામ ગયા હતા અને આજે લગભગ 25 ટકા વસતી ભારતીયોની છે. સુરીનામમાં બોલતી સરનામી ભાષા ભારતની ભોજપુરી ભાષાની બોલીભાષા ગણાવી શકાય. ભારત આ સાંસ્કૃતિક ક્ષેત્રના સંબંધો માટે ગૌરવ અનુભવે છે. એપ્રિલ 2017માં ભારતના તે વખતના વિદેશમંત્રીએ ભારત – સુરીનામ સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા સુરીનામના પરમારીબોની મુલાકાત લીધી હતી. ...

લોકડાઉન પછીના સમયગાળામાં અર્થતંત્રની ગતિની દિશામાં આવી રહેલા પરિવર્તન અંગે સમીક્ષા

ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં, એટલે કે સતત બે માસ સુધી વસ્તુ અને સેવા કર જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. તેમજ મોટરકારના વેચાણમાં થયેલો વધારો રેલવે દ્વારા કરાતી માલસામાનની આવક વધવી, ઉત્પાદકો માટેના ખરીદી વ્યવસ્થાપન સૂચકાંક – પીએમઆઈમાં વધારો તથા સેવા ક્ષેત્રની પ્રગતિ – આ બધા જ પરિબળો ધ્યાનમાં લેતા ભારતના અર્થતંત્રે દિશા બદલીને પ્રગતિની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી એમ ચોક્કસ કહી શકાય. એવી જ રીતે લોકડાઉન પછીના પ્રથમ ત્રણ માસમાં જીડીપીમાં નોંધપાત્ર ઘટાડો થઈને માઇનસ 23 ટકા નોંધાયો અને ત્યારબાદના ત્રણ માસમાં સહેજ વધીને માઇનસ 7.5 ટકા થયો છે. બાંધકામ સહિતના બધા જ ક્ષેત્રો ધ્યાનમાં લેતા આ બાબત આશાદાયક ગણાવી શકાય. નાણાં મંત્રાલય સાથે સંલગ્ન આર્થિક બાબતોના વિભાગે પણ નોંધ્યું છે કે, લોકડાઉન પછી અપાયેલી તબક્કાવાર છૂટછાટો તથા અર્થતંત્ર ને ગતિ આપવા જાહેર કરાયેલા પેકેજોના પરિણામે અર્થતંત્રે અંગ્રેજી અક્ષર વી મુજબ – અર્થાત્ અચાનક ધીમે પડ્યા બાદ ફરીથી પ્રગતિના પંથે આગળ વધવાની શરૂઆત કરી છે. ઉત્પાદન ક્ષેત્રે સાધેલી નોંધપાત્ર પ્રગતિએ આ ઘટનામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ત્ર...

ભારતના, સયુંક્ત આરબ અમીરાત સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

કોવિડ રોગચાળા પછીની નવી પરિસ્થીતીની સામાન્ય કામગીરીના ભાગરૂપે, વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા સપ્તાહમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન્ ઝાયેદ અલ નહયાન સાથે વાતચીત કરી હતી. ત્યારે ભારતના આમીરાત સાથેના સંબંધો સધન થઈ રહ્યાનો પરિચય થયો હતો. ભારતે કોવિડની સ્થિતિમાં, અમીરતમાં વસતા ભારતીયોના જીવન-રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. બંને આગેવાનોએ, પ્રાદેશિક તથા સમગ્ર વિશ્વના ઘણી મહત્વની તથા પરસ્પર હિતકારક એવી બાબતો અંગે ચર્ચા વિચારણ કરી હતી. બંન્ને અગ્રણીઓએ ભારત અને યુએઈ વચ્ચેના વેપાર, મૂડીરોકાણ સહિત વિવિધ ક્ષેત્રની સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. બંને આગેવાનોએ, વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ધટનાઓ અંગે વધુ સંકલન સાધવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એસ. જયશંકરની, યુએઈની આ પહેલી મુલાકાત છે કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થીતીમાં વિદેશયાત્રાઓ ધીરે- ધીરે બંધ થઈ હતી.  ગત સપ્ટેંમ્બરમાં વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયા અને જાપાનની મુલાકાત લીધી. લોકડાઉનના સમયમાં પ્રધાન...