Skip to main content

ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં મહત્વપૂર્ણ ભાગીદારી અંગે સમીક્ષા

ભારત – વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નગુએન ઝુઆન ફુકે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આમ તો ભારત – વિયેતનામ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે, પરંતુ હિંદ-પ્રશાંત ખાસ કરીને દક્ષિણ ચીની સમુદ્ર ક્ષેત્રે અને ભારત – ચીન સરહદ – LAC મુદ્દે થયેલા વિકાસના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક આયામો ઉમેરાયા છે.

પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામને ભારતની એક્ટ ઇસ્ટ નીતિનો મહત્વપૂર્ણ આધાર તથા ભારતના હિંદ-પ્રશાંત દૃષ્ટિકોણ માટે મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત વિયેતનામ સાથે લાંબાગાળાના અને વ્યૂહાત્મક સંબંધો ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશો હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ ઇચ્છે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ સ્થિરતા માટે બંને દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં વિયેતનામના હિસ્સેદારી ધરાવતા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની પ્રભાવી વર્તણૂકનો પડઘો પડે છે. પ્રધાનમંત્રી મોદીની લાગણીને ટેકો આપતા વિયેતનામના પ્રધાનમંત્રીએ કહ્યું કે, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાથી એકબીજાના દૃષ્ટિકોણ, હિતો અને મુદ્દાઓને સમજવામાં મદદ મળી છે. બંને દેશો વચ્ચે ઘણા દ્વિપક્ષીય કરારો કરવામાં આવ્યા. જેમાં શાંતિ, સમુદ્વિ માટે ભારત – વિયેતનામ સંયુક્ત દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. જેનો હેતુ ભારત વિયેતનામની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારોને વધુ વિકસાવવાનો છે.

2021થી 2023 માટેની કાર્યયોજના વ્યાપક વ્યૂહાત્મક સહભાગીતાના અમલીકરણ પર કેન્દ્રિત છે. આ બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાત મુજબ વિયેતાન સરહદી દળો માટે હાઈ સ્પીડ ગાર્ડ બોટનું ઉત્પાદન કરાશે. જે ભારતે વિયેતનામને આપેલી 100 મિલિયન અમેરિકી ડોલરની સંરક્ષણ ધિરાણ હેઠળ કરાશે. ભારતમાં ઉત્પાદિત અને વિયેતનામને સોંપાયેલી એક હાઇસ્પીડ ગાર્ડ બોટ તથા અન્ય બે બોટનો પ્રારંભ પણ કરાવાયો છે. વધુ સાત હાઈ સ્પીડ બોટનું ઉત્પાદન વિયેતનામમાં કરાશે. 

ભારતે વિયેતાનમના નાહ ત્રાંગ ખાતે રાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન ખાતેના લશ્કરી સોફ્ટવેર પાર્ક માટે પાંચ મિલિયન અમેરિકી ડોલરની સહાય જાહેર કરી છે. આ કરાર દ્વારા નાહ ત્રાંગના આર્મી સોફ્ટવેર પાર્ક ખાતે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં સરળતા મળશે. અન્ય મહત્વપૂર્ણ જાહેરાતોમાં ત્રણ નવા પ્રોજેક્ટોનો સમાવેશ છે, જેમાં હેરિટેઝ સંરક્ષણમાં ભાગીદારી પ્રોજેક્ટ્સ તથા ભારત વિયેતનામ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સંબંધો પર એક એનસાયક્લોપીડિયા બનાવવા દ્વિપક્ષીય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 

ભારતના પરમાણુ ઊર્જા નિયમનકારી બોર્ડ અને વિયેતનામ એજન્સી વચ્ચે રેડિયેશન અને પરમાણુ સલામતી માટેના સમજુતી કરારોનો હેતુ કિરણોત્સર્ગ સુરક્ષા અને પરમાણુ સલામતીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને વિયેતનામ પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેનો એમઓયુ પેટ્રોલિયમ સંશોધન અને તાલિમમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ટાટા મેમોરિયલ સેન્ટર ઓફ ઇન્ડિયા અને વિયેતનામ નેશનલ કેન્સર હોસ્પિટલ વચ્ચેના એમઓયુમાં તાલિમ અને વૈજ્ઞાનિક સંશોધન, આરોગ્ય સંભાળ સેવાઓ કેન્સરના દર્દીઓના નિદાન અને સારવારના સહયોગના ક્ષેત્રમાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની સમજુતી સધાઈ છે. ભારત અને વિયેતનામ ક્લીન એનર્જી એસોસિએશનની નેશનલ સોલર ફેડરેશન વચ્ચેનો એમઓયુ જ્ઞાનના આદાનપ્રદાન તથા માહિતીની વહેંચણી અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી વેપારની તકો શોધવાનો છે.તમામ કરારો દર્શાવે છે કે, ભારત લોકો કેન્દ્રીત વિકાસની ફિલસૂફી ધરાવે છે. આ યોજનાઓ અને સહાયો વિયેતનામના લોકોને સશક્ત કરવા માટે છે. ભારત તરફથી વિયેતનામને અપાઈ રહેલી સહાયમાં કોઈ છૂપો ઉદેશ્ય નથી. ભારત વિયેતનામ સાથે લાંબાગાળા મજબૂત પ્રતિષ્ઠિત સંબંધો ઇચ્છે છે.
લેખક – ડોક્ટર રૂપા નારાયણ દાસ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...