Skip to main content

Posts

Showing posts from May, 2019

આઈસીસી વિશ્વ કપ ૨૦૧૯નો પ્રારંભ

સજ્જનોની રમત ગણાતી ક્રિકેટ ઇંગ્લેન્ડ અને વેલ્સના યજમાન પદે છે. ૩૦ મેથી ૧૪ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યોજાઈ રહેલા ૧૨મા વિશ્વ કપમાં નવો ગૌરવ પ્રાપ્ત કરશે. દોઢ મહિના સુધી ચાલનાર આ વિશ્વકપનું આયોજન આંતરાષ્ટ્રીય ક્રિકેટ મંડળ આઈસીસી દ્વારા કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાંચમી વાર ક્રિકેટ વિશ્વ કપનું આયોજન થઈ રહ્યું છે. આ અગાઉ, ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં ઇંગ્લેન્ડ અને વેલ્સ વિશ્વ કપના યજમાન હતા. ક્રિકેટ થોડાંક જ દેશોમાં એમાં પણ બ્રિટિશ વસાહતોમાં જ રમાનારી રમત હોવા છતાં પણ તેની લોકપ્રિયતા ખૂબ છે. દર્શકો અને સમર્થકોની સંખ્યા જાતા ફૂટબોલ અને લોન ટેનિસ બાદ ક્રિકેટ ત્રીજા સ્થાને છે. ભારતીય ઉપખંડમાં આ રમત ધર્મ તરીકે પૂજનીય છે અને ક્રિકેટવીરોને ભગવાન સમાન ગણાવામાં આવે છે. ઉપખંડના દેશોના ટીમો વચ્ચેની હરિફાઈ ક્યારેક ધર્માંધતાના સીમાએ પહોંચી જાય છે. ઉપખંડના ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ મળીને ચાર વિશ્વકપ જીત્યા છે જે પ્રશંસનીય છે. ઉપખંડમાં એક દેશમાં એક ભૂતપૂર્વ ક્રિકેટરને પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા છે. જ્યારે મોટાભાગના દક્ષિણ એશિયાઇ દેશોમાં ક્રિકેટર મંત્રી, સાંસદો તરીકે નિમાયા છે એ સાબિત કરે છે ...

પાકિસ્તાનમાં લઘુમતિ દમન

પાકિસ્તાનમાં લઘુમતિના પ્રશ્નો શરૂઆતથી જ ખૂબ જ ચર્ચામાં છે. સરકાર દ્વારા લઘુમતિ સાથે ભેદભાવ પૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. ખરેખર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ભેદ એ જ છે કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે તમામ ધર્મને એક જ સમાન સ્થાન આપવામાં આવ્યું છે. રાજનીતિ બિનસાંપ્રદાયિક રહી છે એટલે તમામ ધર્મને સમભાવથી જાવામાં આવે છે. બીજીબાજુ પાકિસ્તાન ઈસ્લામને રાજધર્મ માને છે એટલે ત્યાં તેને મહત્વનું સ્થાન મળે છે અને અન્ય ધર્મનું સ્થાન એટલું સમકક્ષ રહેતું નથી. આ સંજાગોમાં ત્યાં અન્ય ધર્મના લઘુમતિ સમુદાયને સમાનતાનો ભાવ જાવા મળતો નથી. આ કારણોસર જ ત્યાં ધર્મનિંદાના પ્રશ્નો ઉદ્‌ભવે છે એટલે કે અન્ય ધર્મના લોકો જા ઈસ્લામની ટીકા કરે તો તેને ધાર્મિક રીતે મોટો ગુનો ગણીને તેની સામે કેસ ચાલે છે. શરિયતના કાનૂન હેઠળ ફાંસી સુધીની સજા પણ કરવામાં આવતી હોય છે. આશીયાબીબીનો તાજેતરનો કેસ આ અંગે વિશ્વભરમાં ચકચાર જગાવી ચુક્યો છે. આ તમામ બાબતો વચ્ચે સરકાર જ્યારે લઘુમતિ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે એ ટીકાની બાબત ગણાય. પાકિસ્તાનમાં આમ પણ કટ્ટરવાદ અને ત્રાસવાદ ચરમસીમાએ છે. પરિણામે મુસ્લીમ સિવાયના ધર્મના લોકોને સ...

વૈશ્વિક સત્તા બનવા તરફ ભારતની કુચ

જ્યારે આપણે નિર્ણય ક્ષમતામાં ઉંચુ માપદંડ સ્થાપવાની વાત કરીએ, ત્યારે કોઇ નરેન્દ્ર મોદીની બરોબરી કરી શકી નહિ. નવી સરકારનો પ્રવાસ નવી ઉર્જા સાથે નવો ભારત બનાવવાની દિશામાં હશે. એ પ્રધાનમંત્રીનું નિવેદન એ આ વાત સ્પષ્ટપણે દર્શાવે છે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું નિવેદન એ તેમના ૨૦૨૨ સુધી બધાને ઘર આપવાની નેમની દિશામાં હતું. આ નેમ તમામ ભારતીયોને આગામી ત્રણ વર્ષમાં ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવા, શિક્ષણ, નિવાસ અને અન્ય મૂળભૂત સુવિધા પૂરી પાડવા પુરતા મર્યાદિત નથી પણ દેશને વૈશ્વિક સ્તરે આગળ લઇ જવા માટેની પણ છે. પ્રધાનમંત્રીએ નવું શબ્દ પ્રયોગ પ્રચલિત કર્યો છે જે નારા એટલે કે, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા પ્રાદેશિક આકાંક્ષા. આ નારો ભારતની વિકસિત દેશોમાં સ્થાન પામવાના સ્વપ્નને અને સંશોધન અને વૈજ્ઞાનિક ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનાવવાની ભારતની યોજનાને સુસંગત છે. જા કે, આ વાસ્તવિકતામાં આવે તે પહેલા ભારતને તેમની ઉજ્જવલા, આયુષ્યમાન ભારત જેવી લોક કેન્દ્રો યોજનાઓનો પ્રસાર વધારવો પડશે. આ કલ્યાણકારી યોજનાઓ સાથે, ભારતને તેના અર્થતંત્રને વેગ આપવો પડશે જેથી તેને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલરની જ...

ઈન્ડોનેશિયામાં જોકોવી ફરી એકવાર સત્તા આવ્યા

એક મહિનાની રાહ જાયાબાદ ઈન્ડોનેશિયામાં જોકોવી નામથી ઓળખાતા જાકો વિડોડોએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હોવાની જાહેરાત કરવામાં આવી. ઈન્ડોનેશિયામાં ગત ય૧૭મી એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપરાંત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તર પર એક જ દિવસે ચૂંટણી યોજાવામાં આવી હતી. જેમાં ૧૫ કરોડ ૪૦ લાખ જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈન્ડોનેશિયાના ચૂંટણીપંચે ૨૧મી મેના રોજ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરી હતી. સમગ્ર એશિયાના સંદર્ભમાં જાકોવિની જીત મહ¥વપૂર્ણ છે. ભારત ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણ પાડોશી લોકશાહી દેશોને એક સાથે લોકશાહીનો મહાતહેવાર ઉજવાયો. ભારતમાં નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયામાં સ્કોટ મોરિસને શાનદાર જીત હાંસલ કરી હતી. ત્રણેય દેશોના આગેવાનોને ચૂંટણીમાં મુશ્કેલી પડશે તેવો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જા કે, જોકોવી, મોદી એને મોરિસન આ ત્રણેય નેતાઓના કેસમાં આ અનુમાન ખોટું સાબિત થયું અને ત્રણેયને શાનદાર વિજય મળ્યો છે. ચૂંટણીમાં જોકોવી ૫૫ ટકા મત મળ્યા છે, જ્યારે તેમના...

એસ.સી.ઓ. વિદેશમંત્રીઓની બેઠક

ભારતના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે તાજેતરમાં શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એચસીઓ)ના વિદેશમંત્રીઓની મળેલી બેઠકમાં હાજરી આપી હતી. તાજેતરમાં મળેલી આ બેઠકમાં વિદેશમંત્રીએ બિસ્કેક, કિર્ગીસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ તેના એક દિવસ પહેલા તેમણે આ મુલાકાત લઈને ભારત માટે એસસીઓ બેઠક કેટલી મહત્વની છે તે પુરવાર કરી બતાવ્યું છે. ભારતના નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી એસસીઓ બેઠકમાં હાજરી આપતા આવ્યા છે, જે ભારતની એસસીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં રશિયાના ઉફા ખાતે યોજાયેલી એસસીઓની પંદરમી શિખર પરિષદમાં હાજરી આપી હતી. ગયા વર્ષે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે એસ.સી.ઓ. બેઠકમાં ચીન ખાતે હાજરી આપી હતી. આ બેઠક ડોકલામ, મડાગાંઠના મામલે ભારત માટે ખૂબ જ મહત્વની હતી, તે સાથે મધ્ય એશિયા અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા માટે પણ મહત્વની સાબિત થઈ હતી. ૨૦૧૯ની એસ.સી.ઓ. બેઠકમાં ભારતના વિદેશમંત્રીએ બેઠકથી અલગ થઈને ઔપચારિક રીતે ચી...

મજબૂત સરકાર માટે ભારતનું મતદાન

દેશના ૯૦ કરોડથી વધુ મતદાતાઓએ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક જાડાણ – એનડીએને નિર્ણાયક આદેશ આપ્યો છે. પાછલા ૩૫ વર્ષમાં પહેલીવાર કોઈ એક જ પક્ષ લોકસભામાં ૩૦૩ બેઠકો જીત્યો છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજીવાર રાષ્ટ્રીય સલામતી અને વિકાસના મુદ્દે મતદારોનો સાથ મેળવી શક્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે કુલ સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ભારતીય મતદારોનો ચોતરફી ટેકો મળ્યો છે. એક સમયે જ્યાં તેની નગણ્ય હાજરી હતી તેવા પશ્ચિમ બંગાળ અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ પક્ષ તેનો આધાર મજબૂત કરવામાં સફળ રહ્યો છે. કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો તેમના મુદ્દા મતદારોને સમજાવી શક્યા નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલા કામોના કારણે ઘણા મતદારો તેમને ટેકા આપતાં થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩ વિકાસ યોજનાઓ એનડીએ સરકારે શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા ઝુંબેશ, રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, સબસિડીઓનો સીધો લાભ, આજ સુધી બેન્કોથી વંચિત રખાયેલા કરોડો ભારતીયોને જાડવા માટેની જનધન યોજના જેવી અનેક પહેલને ભારતની જનતાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાના...

અંતરિક્ષમાં દેખરેખ રાખવાની ક્ષમતા વધારવા તરફ ભારતનું નવું પગલું

પૃથ્વીનું અવલોકન કરવા માટે ભારત દ્વારા બુધવારે પ્રક્ષેપિત કરવામાં આવેલા રિસેટ ૨બી ઉપગ્રહથી ભારતની અંતરીક્ષમાં દેખરેખ કરવા માટેની ક્ષમતામાં વધારો થશે. આ ઉપગ્રહની મદદથી કોઈપણ પ્રકારના વાતાવરણમાં સરહદ પર ૨૪ કલાક દેખરેખ રાખી શકાશે. ૬૧૫ કિલોગ્રામ વજન ધરાવતા રિસેટ ઉપગ્રહની આવરદા પાંચ વર્ષની છે. રિસેટ-૨બી ઉપરાંત પીએસએલવી-સી૪૬ દ્વારા ભારતે વિકસાવેલા વિક્રમ પ્રોસેસર અને લો કોસ્ટ ઇર્નશિયલ નેવિગેશન સિસ્ટમ જેવા બે અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં મુકવામાં આવ્યા. ઈસરોના અધ્યક્ષ ડો.કે.સિવને જણાવ્યું હતું કે, આ સિસ્ટમ ભવિષ્યમાં લોન્ચ વેહિકલ્સ મિશનમાં ક્રાંતિ લાવી શકશે. ચંડીગઢના સેમી કંડક્ટર દ્વારા વિકસાવેલા વિક્રમ પ્રોસેસર ઇસરોની ભવિષ્યની લોન્ચ વેહિકલ પર નિયંત્રણ રાખશે. રિસેટ શ્રેણીએ ઇસરો દ્વારા વિકસાવેલી કોઈપણ પ્રકારના વાતાવરણમાં પૃથ્વીનું અવલોકન કરી શકે. એવા ઉપગ્રહોની સૌ પ્રથમ શ્રેણી છે. અગાઉના ઉપગ્રહો, પૃથ્વીનું અવલોકન કરવા ઓપ્ટીકલ અને સ્પેકટ્રલ સેન્સરનો ઉપયોગ કરતા હતા. જે અંધારામાં અને વાદળછાયા વાતાવરણમાં સારી કામગીરી કરી શકતા નહોતા. રિસેટ-૨ બી કોઈપણ પ્રકારના વાતાવરણમાં કામ કરી શકે છે. જે માટે તે સુરક્...

ભારતના ચંદ્રયાન બે મિશનનો થનારો આરંભ અંગે સમીક્ષા

ભારતના ચંદ્રયાન, બે અભિયાનનો આગામી જુલાઈથી આરંભ થશે. ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન બેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે તથા માહિતી એકઠી કરવા માટે દેશભરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરાનાર 13 ઉપકરણો ગોઠવવામાં આવશે. આશરે 3.8 ટન વજન ધરાવાત આ યાનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગ હશે. આ બધા જ ઉપકરણોને આગામી નવમી 16મી જુલાઈ સુધી ચંદ્રયાન બે ઉપર ગોઠવવામાં આવશે, તથા આગામી છઠ્ઠી સપ્ટેમ્બર ચંદ્રયાન - બે ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી આશરે 100 કિલોમીટરની અંતરે આવેલી ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે. જ્યારે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતારવામાં આવશે. એવી જ રીતે રોવર ચંદ્રની ભૂમિ ઉપર વિવિધ પ્રયોગો કરશે. ભારચના ચંદ્રયાન એક અભિયાનને મોટી સફળતા મળી હતી. આ અભિયાનમાં ચંદ્રની સપાટી ઉપર પાણી હોવાની વાત પ્રથમવાર જાણવા મળી હતી. ચંદ્રયાન - એકમાં યુરોપના ત્રણ તથા અમેરિકાના બે મળી પાંચ ઉપકરણો ગોઠવવામાં આવ્યા હતા. ચંદ્રયાન બે અભિયાન ચંદ્ર માટે હાથ ધરાનાર સૌથી અદ્યતન ટેકનોલોજીવાળું અભિયાન બની રહેશે. ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર કે. શિવાને જણાવ્યું હતું કે, વિક્રમ નામનું પાંચ સ્ટેન્ડવા...

બ્રેક્ઝીટ મુદ્દે આખરી પ્રયાસ અને હવે પછી શું? – આ અંગે સમીક્ષા

બ્રિટનના   પ્રધાનમંત્રી   થેરેસા   મેની   યુરોપીયન   સંઘમાંથી   બ્રિટનને   બહાર   નીકળવા   અંગેની   બ્રે Â ક્ઝટ   સમજુતીને   બ્રિટીશ   સંસદે   ભુતકાળમાં   ત્રણ   વખત   ફગાવી   દીધી   છે .  હવે   પ્રધાનમંત્રી   થેરેસા   મે   આ   સમજુતી   બાબતે   આખરી   પ્રયાસ   કરશે .  આ   પ્રયાસમાં   પણ   જા   નિષ્ફળતા   મળશે   તો   તેના   ગંભીર   પરિણામો   સમજુતી   તથા   બ્રિટનની   વર્તમાન   સરકાર   ઉપર   થશે .  યુરોપીયન   સંઘના   સેક્રેટરી   ઓફ   સ્ટેટ   સ્ટીફ   બાર્કલેએ   આ   મુજબ   જણાવ્યું   હતું .  તેમણે   કહ્યું   કે ,  આ   સમજુતી   હવે   પછી   જા   ફગાવાશે   તો   સમજુતી   કાયમ   માટે   રદ   થશે .  પ્રધાનમંત્રી   થેરેસા   મે ...

પોમ્પીઓ - લાવારોવ મંત્રણા – રશિયા સાથેના સંબંધો નવેસરથી મજબૂત બનાવવાનો પ્રયાસ અંગે સમીક્ષા

અમેરીકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ મોસ્કોની મુલાકાત લઇને રશિયાના વિદેશમંત્રી સેર્ગેઇ લોવારોવ સાથે મંત્રણા કરી હતી. આ ઉપરાંત તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે મંત્રણા કરી હતી. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ,  અમેરીકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા સાથેના સંબંધો નવેસરથી મજબૂત બનાવવા ઇચ્છે છે. તાજેતરના વર્ષોમાં રશિયા અને અમેરીકા વચ્ચે તાજેતરના વર્ષોમાં નવેસરથી શીતયુદ્ધ શરૂ થયું હતું. અમેરીકામાં વિદેશ નીતિના કેટલાક વિશ્લેષકોએ આ પરિ Â સ્થતિને મીની કોલ્ડ વોર તરીકે ઓળખાવી છે. ઉલ્લેખનીય છે કે ,  ભૂતપૂર્વ સોવિયત યુનિયનનો એક ભાગ રશિયા હોવાથી તેઓ રશિયાને મહાસત્તાનો દરજ્જા આપવા ઇચ્છતા ન હતા. શીતયુદ્ધના સમયગાળામાં અમેરીકાના શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનો અમેરીકા અને રશિયાના પરમાણુ શ †  ક્ષેત્રની સમાનતાને સ્વીકારતા હતા જયારે તબક્કાવાર સત્તા ઉપર આવતા અમેરીકાના વહીવટીતંત્રો રશિયાને એકસમાન દરજ્જા આપવા ઉત્સુક ન હતા. વિશ્વમાં સત્તાના બે કેન્દ્રોમાં  –  આર્થિક તથા અદ્યતન ટેકનોલોજીના કારણે સત્તાનું સંતુલન અમેરીકા તરફી થતું રહ્યું છે. જા કે ,  પરમાણુ શ †  તથા મિસાઇ...

આતંકી હુમલાઓ વચ્ચે પાકિસ્તાનને

કેટલાક મહિના સુધી ચાલેલી ચર્ચા બાદ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈ.એમ.એફે પાકિસ્તાનને ફરી એકવાર નાણાંકીય સહાય મંજૂર કરી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીના આર્થિક બાબતોના સલાહકાર ડાp. હફિઝ શેખે જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકાર અને આઈ.એમ.એફની ટીમ વચ્ચે થયેલી ચર્ચાના છેલ્લા રાઉન્ડમાં આ નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી. જે મુજબ આઈ.એમ.એફ પાકિસ્તાનને નાણાકીય કટોકટીનો સામનો કરવા આગામી ૩ વર્ષમાં છ અબજ અમેરિકી ડોલરની સહાય આપશે. પાકિસ્તાન અત્યારે ગંભીર દેવામાં છે. તેનું અર્થતંત્ર ચલાવવા અને નાણાંકીય જવાબદારીઓ પૂરી પાડવા ૧૮ અબજ ડોલરની ખાદ્ય પડે છે. આઠ મહિના પહેલા ઈમરાન ખાન દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જા આઈ.એમ.એફ. દ્વારા નાણાકીય સહાય આપવા માટે કડક શરતો મૂકવામાં આવશે તો તેઓ આઈ.એમ.એફ.ની મદદ લેશે નહીં. તેઓ તેમના મિત્ર દેશો જેવા કે, ચીન, સાઉદી અરેબિયા અને યુએઈ પર નિર્ભર હતા. જા કે, હવે ઈમરાન ખાને આઈ.એમ.એફ દ્વારા મૂકાયેલી તમામ શરતો માન્ય કરી છે. જેમાં નાણાંકીય પુનઃવ્યવસ્થાપન જાહેર નાણાંનું પુનઃનિર્ધારણ, મહેસૂલ ભંડોળમાં વધારા માટે વેરા દરોમાં વધારો કરવો, સબસિડીમાં ઘટાડો કરવા...

WTOની દિલ્હીમાં યોજાયેલી મંત્રીસ્તરની બેઠક અંગે સમીક્ષા

નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંસ્થા WTOની મંત્રીસ્તરની બેઠકમાં ગરીબ તથા વિકાસશીલ દેશો માટે ખાસ અને જુદા જુદા પ્રકારની વ્યવસ્થા – એસ એન્ડ ડી.ટી. ફરીથી લાગુ કરવાની તરફેણ કરવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ વિકાસ શીલ દેશોને સમગ્ર વિશ્વમાં વેપાર ક્ષેત્રે થયેલા સમજૂતી કરારોમાં મળતી વિવિધ રાહતોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા WTOના નેજા હેઠળની બહુસ્તરીય વેપાર વ્યવસ્થાની પુનઃ રચના કરવાનો અનુરોધ કરાયો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી WTOની મંત્રીસ્તરની બેઠકમાં ૨૨ દેશોના પ્રતિનિધિઓએ WTOમાં તાજેતરમાં થયેલા બનાવો અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા WTO ઉપલબ્ધ બહુસ્તરીય વેપાર વ્યવસ્થાને ટકાવી રાખવા પણ ચર્ચા કરાઈ હતી. અમેરિકાના વહિવટી તંત્ર દ્વારા WTOની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની એપેલેટ સંસ્થામાં કરવા પાત્ર નિમણૂકોનો વિરોધ કરવામાં આવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર ક્ષેત્રના વિવાદમાં અમેરિકાના વિરોધમાં ચૂકાદો ન આવે તેવો અમેરિકાનો હેતુ હોવાથી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉપÂસ્થત પ્રતિનિધિઓએ અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં WTOની ફરિયાદ નિવારણ સંસ્થામાં બાકી રહેલી નિમણૂકો શક્ય એટલી વ...

ઈરાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત

અમેરિકા   દ્વારા   ઈરાન   પર   મૂકાયેલા   પ્રતિબંધના   કારણે   ભારત   અને   ઈરાન   વચ્ચેના   સંબંધો   પણ   જાખમમાં   મૂકાયા   છે .  આ   સંજાગોમાં   ભારતે   ઈરાન   પાસેથી   કરવામાં   આવતી   ખનીજ   તેલની   ખરીદી   તથા   અન્ય   સંબંધો   જળવાઈ   રહે   તે   માટેના   પ્રયત્નો   હાથ   ધર્યા   છે ,  પરંતુ   અમેરિકાના   દબાણના   પગલે   ખરીદીને   સીધી   અસર   થઈ   છે ,  ત્યારે   ઈરાન   સાથેના   સંબંધો   જાળવવામાં   એક   મહત્વપૂર્ણ   કદમ   ભરાયું   છે .  ઈરાનના   વિદેશમંત્રી   જાવેદ   ઝરીફે   આ   હેતુથી   જ   તાજેતરમાં   ભારતની   મુલાકાતે   લઈને   ભારત - ઈરાન   સંબંધો   જળવાઈ   રહે   તે   માટેનો   પ્રયત્ન   કર્યો   છે .  શ...