Skip to main content

Posts

Showing posts from November, 2020

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

રીયાધે યોજેલી જી-વીસ દેશોની વાર્ષિક બેઠક અંગે સમીક્ષા

સાઉદી અરેબીયાએ ગયા અઠવાડીયે જી-વીસ દેશોની શિખર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચાએ એ બાબત પુરવાર કરી હતી. કે, 21મી સદીમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે, તેમજ આ સદીના સંભવીત પડકારોને પહોંચી વળવા માટે બહુસ્તરીય રીતે તથા સંકલન સાધીને સહિયારા પ્રયાસો કરવાની તાતી જરૂર છે. એટલું જ નહીં પણ આપણી પૃથ્વીની સલામતી ધ્યાનમાં લેતા વિકાસ સાધવા માટે બધા જ લોકોને અધિકાર સંપન્ન બનાવવા જરૂરી છે. વિશ્વમાં કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા આ વખતની જી-વીસ દેશોની શિખર બેઠક વિડિયોના માધ્યમથી યોજાઇ હતી. આ વર્ષે ગત માર્ચમાં યોજાયેલી જી-વીસ દેશોની અસાધારણ બેઠક બાદ કોવિડના સંક્રમણને ટાળવા આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા વૈશ્વિક સ્તરે આરોગ્ય સેવા વધારવા આર્થિક સહાય, રસી બનાવવી જેવી કામગીરીમાં જી-વીસ સંગઠનના સભ્ય દેશોએ કરેલા પ્રયાસોને આ વખતની બેઠકમાં બિરદાવવામાં આવ્યા હતા. આ વખતની જી-વીસ દેશોની બેઠકમાં ભારત જેવા દેશોએ બધા લોકોને વાજબી ભાવે અને સમાનતાના ધોરણે કોવિડની રસી મળે તે જોવા કરેલી દરખાસ્તને શરતી મંજુરી મળી હતી. આના લીધે કોવેક્સ સુવિધાની જેમ રસીની બૌદ્ધિક સંપદાને સ્વૈચ્છિક રીતે લાયસન્સની શકય...

કોવિડ કાળમાં ઇસરોએ છોડેલા પ્રથમ ઉપગ્રહ વિષય પર સમીક્ષા

કોવિડ રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિમાં ઇસરોએ 2020 નો તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રમાંથી છોડાયેલા પ્રથ્વી અવલોકનના EOS-01 ઉપગ્રહ સાથે ત્રણ દેશોના નવ વ્યવસાયિક ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂકાયા છે. આ વિદેશી ઉપગ્રહોમાં લીથુનીયાના પ્રાયોગિક ઉપગ્રહ, લક્સમબર્ગના ચાર દરિયાઈ એપ્લીકેશન ઉપગ્રહ, અમેરિકાના ચાર રીમોટ સેન્સિંગ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ઇસરોના PSLV—C-49 લોન્ચ વ્હીક્લથી મદદથી આ તમામ ઉપગ્રહો તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતા મૂકાયા છે. ગતવર્ષે 11 ડિસેમ્બરે ઇસરોએ PSLV-C-48 લોન્ચ રોકેટની મદદથી પૃથ્વી અવલોકનના ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયા બાદ ઇસરો દ્વારા આ પ્રથમ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરાયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇસરોએ સંચાર ઉપગ્રહ GSAT-30 અવકાશમાં તરતો મોકાયો હતો પણ તે ફ્રેન્ચ ગુનીયાના એરિયન રોકેટથી અવકાશમાં મોકલયો હતો. ત્યારબાદ કોરોના રોગચાળાના પગલે ઉપગ્રહ છોડવાનું આયોજન ખોરવાઈ ગયું હતું. ઇસરોએ 2020 – 2021 માં 20થી વધુ ઉપગ્રહ છોડવાની યોજના બનાવી હતી, જેમાં આદિત્ય L1, ગગનયાન તથા પૃથ્વી અવલોકનના કેટલાંક ઉપગ્રહોનો સમાવેશ થાય છે. 630 કિલો વજ...

ભારતની વિદેશનીતીમાં યુરોપના પરિમાણને મજબૂત બનાવવા અંગે સમીક્ષા

ભારતની યુરોપના જે દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે, તેવા જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની મુલાકાત વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ તાજેતરમાં લીધી હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ તથા સરહદે ભારત-ચીન વચ્ચે ઊભા થયેલા તણાવને ધ્યાનમાં લેતા, શ્રી શ્રૃંગલાએ 29મી ઓક્ટોબરથી 4થી નવેમ્બર દરમિયાન ત્રણ યુરોપીયન દેશોની લીધેલીમુલાકાત મહત્વ ધારણ કરે છે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સાથે સાથે વેપાર અને મૂડીરોકાણમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. આ મુલાકાતમાં ભારતની સંરક્ષણ વ્યવસ્થા વધુ આધુનિક બનાવીને તેના આધુનિકીકરણમાં મદદ કરનાર ફ્રાન્સને અગ્રતા આપવામાં આવી. ચીન સાથેનો તણાવ વધ્યો છે. એ વખતે ફ્રાન્સે ભારતને અદ્યતન યુદ્ધવિમાન રફેલ આપતા ભારતની પ્રહાર શક્તિમાં વધારો થયો છે. પેરીસ ખાતે IFRI માં બૌદ્ધિકોની બેઠકમાં શ્રી શ્રૃંગલાએ કોવિડ પછીની પરિસ્થિતિમાં ભારતની વિદેશનીતી અંગે જાણકારી આપી હતી. એવી જ રીતે કોવિડ રોગચાળો ફેલાતા સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં વાજબી ભાવે ગુણવત્તાવાળા તબીબી ઉપકરણો અનેદવા ઉદ્યોગને કેવી રીતે બળ મળ્યું તેની વિગતો શ્રી શ્રૃંગલાએ આપી હતી. ભારતની દૃષ્ટિએ જોતાભા...

ભારતે ગીલગીટ અને બાલ્ટિસ્તાનમાં પરિવર્તન કરવાના પાકિસ્તાનના પ્રયાસોને મક્કમતાથી ફગાવી દીધા એ અંગે સમીક્ષા

પહેલી નવેમ્બર 2020 ના રોજ પાકિસ્તાને બાલ્ટિસ્તાનને પ્રાંતીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી આ વિસ્તાર ઉત્તરીય વિસ્તાર તરીકે જાણીતો હતો. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક કબજો મેળવેલા કાશ્મીરનો આ એક ભાગ છે. ભારતે પાકિસ્તાને સંબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાનું જણાવીને આ બાબતનો વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હસ્તકના ભારતના પ્રદેશમાં કોઈપણ પ્રકારના ફેરફારનો ભારત વિરોધ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દરજ્જાના ફેરફાર કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી અને આ ક્ષેત્રમાં તેના દ્વારા કરાયેલા માનવ અધિકાર ભંગના કિસ્સાઓને છૂપાવવા માટે પાકિસ્તાને આ પગલું લીધું છે. પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને કહેવાતા ગીલગીટ – બાલ્ટિસ્તાન આ બધો જ પ્રદેશ ભારતનું અભિભાજ્ય અંગ છે. ગીલગીટ અને બાલ્ટિસ્તાન આ જમ્મુ અને કાશ્મીરનો ઊંચાઈવાળો વિસ્તાર છે અને પાકિસ્તાન અને ચીનને જોડતો તે એક માત્ર પ્રદેશ છે. ગીલગીટ અને બાલ્ટિસ્તાન ધારાસભાની ચૂંટણી 15મી નવેમ્બરે યોજાવાની છે તે પહેલાં પાકિસ્તાનના પ્રધા...

પુલવામા હૂમલામાં પોતાની ભૂમિકાનો પાકિસ્તાને કરેલા સ્વીકાર અંગે સમીક્ષા

ગત 29મી ઓક્ટોબરે પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકે સંસદમાં કબુલ કર્યું હતું કે, ભારત હુમલો કરશે તેવા ભયના કારણે પાકિસ્તાનની ઇમરાન સરકારે ગત પહેલી માર્ચ 2019ના રોજ ભારતીય હવાઈદળના ધરપકડ કરાયેલા અધિકારી અભિનંદનને મુક્ત કર્યો હતો. આ બનાવ પહેલાં વિપક્ષો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ કપાળ ઉપર પરસેવા સાથે અને ધ્રૂજતા અવાજે વિપક્ષી નેતાઓને વિનંતી કરી હતી કે, પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો તેઓ વિરોધ ન કરે. શ્રી ઐયાઝ વરિષ્ઠ રાજકારણી છે અને પોતાના શબ્દો સમજી વિચારીને બોલે છે. આમ છતાં સરકાર સામે પડેલા વિપક્ષી નેતા તરીકે સંસદમાં તેમણે કરેલા વિધાનોનો હેતુ સરકાર તથા પાક. સેનાની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરવાનો હતો. આ બધી જ બાબતો પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજ ઉપર ધેરાઈ રહેલા વાદળોનો સંકેત કરે છે. શ્રી ઐયાઝના નિવેદનથી ભારતની મોદી સરકારના વલણ અને વિચારને નવું બળ મળ્યું છે, એ વાત નક્કી છે. પાકિસ્તાન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના મંત્રી ફવાદ ચૌધરીએ પોતાની સરકાર દ્વારા ભારત સામે લેવાયેલા પગલાંઓની વિગતો આપતાં અજાણતા જ કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો આપણ...