પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે.
નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી.
છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે.
વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા.
ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાના ઉદેૃશથી યોજાઇ રહી છે.
આ વૈશ્વીક પરીષદમાં ભવિષ્યના ઉર્જા ક્ષેત્રના વિકલ્પોની જાણકારી આપવા તથા આ ક્ષેત્રના ઉત્પાદકો, રોકાણકારો, નવકલ્પનાકારો તથા ડેવલરોને મંચ આપવાના હેતુથી યોજાઇ છે. આ પરીષદમાં ૭પ મંત્રીસ્તરના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, એક હજાર વૈશ્વીક અગ્રણીઓ અને પચાસ હજાર પ્રતિનિધિઓ ભાગ લઇ રહયાં છે.
નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિશ્વના ટોચના ઉત્પાદક દેશોમાં ભારત ચોથુ સ્થાન ધરાવે છે તેમજ તેની વીજ ઉત્પાદન ક્ષમતામાં ઝડપથી વધારો થઇ રહયો છે. ભારતમાં આ ક્ષેત્રે ૧૩૬ ગીગા વોટ વીજ ઉત્પાદન થાય છે, જે આ ક્ષેત્રની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના ૩૬ ટકા જેટલુ છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આબોહવામાં પરીવર્તનની સમસ્યાને ઉકેલવાની ભારતની પ્રતિબધ્ધતાના કારણે જ ભારતે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પ્રગતી સાધી છે. ભારતમાં આ ક્ષેત્રે વધી રહેલા મુડીરોકાણના લીધે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઇ રહયો છે. ભારત વિશ્વને એ બતાવી રહયો છે કે મજબુત પર્યાવરણીય નીતીના લીધે મજબુત અર્થતંત્ર રચી શકાય છે.
ભારતની ઉર્જા ક્ષેત્રની નીતી અંગે બોલતાં પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે ભારતની આ ક્ષેત્રની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. ભારતને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે રોકાણનું કેન્દ્ર તરીકે ઓળખાવીને શ્રી મોદીએ કહયું કે છેલ્લા છ વર્ષમાં ભારતમાં આ ક્ષેત્રે ૬૪ અબજ અમેરીકી ડોલરનું રોકાણ થયું છે.
ભારત કૃષિ ક્ષેત્રે સૌર ઉર્જા આધારીત વીજ ઉત્પાદન ધ્વારા ક્રાંતી લાવવાની નોમ ધરાવે છે. ભારતે અપનાવેલી ઉદાર રોકાણનીતીના લીધે વિદેશી રોકાણકારો સ્વતંત્ર રીતે અથવા સ્થાનિક ભાગીદાર સાથે મળીને નવીનીકરણી ઉર્જા ક્ષેત્રના વીજ ઉત્પાદન એકમો સ્થાપી શકે છે.
નવી નીતીવિષયક પહેલોમાં સર્વગ્રાહી રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મીશનનો સમાવેશ થાય છે. આ નીતીમાં હાઇડ્રોજન તથા ઓકસીજનના અણુઓને જોડીને હાઇડ્રોજન ઇંધણનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન ઇંધણના સેલનો પરીવહન, તાકીદની પરિસ્થિતિમાં પાવર બેકઅપ તરીકે તેમજ મીરીયલ હેન્ડલીંગ જેવા વિવિધ ક્ષેત્રે ઉપયોગ કરી શકાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોકાણકારોને જણાવ્યું હતું કે, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પ્રતિ વર્ષ ર૦ અબજ અમેરીકી ડોલર જેટલી વ્યવસાયીક માંગણી ઉભી થવાની સંભાવનાઓ છે. પ્રધાનમંત્રીએ કહયું કે આબોહવામાં પરીવર્તનની સમસ્યા સામે લડવામાં અગ્રીમ હરોળના દેશ એવા ભારતમાં છેલ્લા એક દાયકામાં ઉર્જા ક્ષેત્રના ઉત્સર્જનની તીવ્રતામાં વીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
હાલમાં ભારતમાં પર કેપીટા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ૧.૬ ટન છે, જે વૈશ્વિક સરેરાશ ૪.૪ ટન કરતા ઘણુ ઓછુ છે. આમ છતાં લો-કાર્બન વીજ પુરવઠા ક્ષેત્રે પ્રગતિ હજી ભારત માટે એક પડકાર છે.
આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાના અભ્યાસ મુજબ વર્ષ ર૦૪૦ સુધીમાં ભારતની ઉર્જા ક્ષેત્રની માંગણી બમણી થવાની સંભાવના હોવાથી ભારતે ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર મુડીરોકાણની જરૂર પડશે.
શ્રીરંગ તેડુંલકર –મુકેશ
લેખક ઃ ભારતીય વિજ્ઞાન પત્રિકાના કાર્યકારી તંત્રી એન. ભદ્રન નાયર

Comments
Post a Comment