Skip to main content

Posts

Showing posts from January, 2020

ભારતની આગામી સમયમાં આર્થિક પ્રવૃત્તિની રૂપરેખા અંગે સમીક્ષા.

ભારતે તેનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરીકી ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. આ ધ્યેય ઘરઆંગણે વેપાર અને મુડી રોકાણ બાબતે મજબુત અને યોગ્ય વાતાવરણ ઉભુ કરવુ અને બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર સાથેના જોડાણો વધુ મજબુત તથા જોમવંતા બનાવવા એ બંને પાયા ઉપર આધારી છે. આ ધ્યેયને સાકાર કરવા ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટી તથા નાધરીને લગતો કાયદો – આઇબીસી કોડ જેવા શ્રેણીબધ્ધ સુધારાઓ હાથ ધર્યા છે. ભારતે પોતાના બજારના હિતોને ધ્યાનમાં લઇને વૈશ્વિક સ્તરે ભારતીય વેપાર ઉદ્યોગને મદદરૂપ થાય તેવી પુરક ભાગીદારી વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રચનાત્મક અને પરસ્પર લાભદાયક આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારતે ઘર આંગણે વધુ મુકત વેપાર વ્યવસ્થા ઉભી કરવા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ભારત બંધ બારણાની સંરક્ષણાત્મક આર્થિક નીતીઓમાં માને છે, તેવી જો કોઇ ખોટી માન્યતા હોય તો તેને દુર કરવા ભારતે હાથ ધરેલી આર્થિક ચર્ચા અને વ્યવહારની નીતી ઉપયોગી નીવડશે. કેટલાક વર્ષો પહેલા ભારતે યુરોપીયન સંઘ, ચુરેશિયન આર્થિક સંઘ, મોરીશીયસ, ઇઝરાયેલ સહિત ઘણા દેશો તથા સંગઠન...

સ્ટાર્ટ-અપ ઝુંબેશને મળી રહેલી સારી સફળતા

71મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં અપેક્ષા મુજબ જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાને ગૌરવવંતુ સ્થાન મળ્યું હતું. સમગ્ર ભારતમાં વીસરી ચૂકેલા 26 હજારથી વધુ સ્ટાર્ટ અપ સાહસોએ ખૂબ ટૂકા સમયગાળામાં ત્રણ લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. સરકાર દ્વારા સાનુકૂળ વાતાવરણ ઊભું થવાના કારણે સ્ટાર્ટ અપમાં ભારે મૂડીરોકાણનો માર્ગ ખુલ્લો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં સ્ટાર્ટ અપમાં થયેલા રોકાણનું મૂલ્ય 35 અબજ ડોલરથી પણ વધારે થઈ ચૂક્યું છે. આજે દેશની ટોચની ટેકનિકલ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી બહાર આવતાં સ્નાતકો જે રીતે નોકરીના બદલે સ્ટાર્ટ અપને પસંદગી આપી રહ્યા છે તે દેશમાં ઉદ્યોગ સાહસિકતાની પ્રદર્શિત કરે છે તેમાં બે મત નથી. પ્રજાસત્તાકની પરેડમાં સ્ટાર્ટ અપનો ટેબ્લો દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટાર્ટ અપ માટેનું જે રીતે વાતાવરણ સર્જાઇ રહ્યું છે તે પણ આ ટેબ્લોમાં ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત થયું હતું. સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે સરકાર તરફથી અપાતી સરળ મૂડી સહાય અને કરવેરામાં રાહતો દ્વારા તેને અનુકૂળ વાતાવરણ ઊભુ થયું હોવાથી મોટી કંપનીઓ દ્વારા પણ વિવિધ સ્ટાર્ટ અપ સાહસોનું વટવૃક્ષ તેમાં પ્રદર્શિત કરાયું હતું. આમ તો...

ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો

દેશની બંધારણ સભાએ સતત 3 વર્ષ સુધી પરિશ્રમ કરીને ભારતનું બંધારણ ઘડ્યું હતું. ઘણાં વિશ્લેષકોએ, એ સમયે એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારે તૈયાર કરાયેલ ભારતના બંધારણની આવરદા લાંબી રહેશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે, બંધારણના ઘડવૈયાએ જ્ઞાન અને શાણપણ તેમજ દૂરંદર્શી ભર્યા દૃષ્ટિથી ઘડેલું ભારતનું બંધારણ સાત દાયકા પછી આજે પણ અડીખમ છે અને તેના પાયા ઉપર જ દેશની સંસદીય લોકશાહી વ્યવસ્થા ટકી રહી છે. ભારતનું બંધારણ કાયદાના ઘડવૈયાઓ તથા અદના નાગરિક બંને માટે પથદર્શક છે. સાત દાયકાઓ પછી પણ તેનું મૂળ માળખું અકબંધ રહ્યું છે. બંધારણમાં અત્યાર સુધીના વર્ષોમાં ઘણાં સુધારાઓ થયા છે. આમ છતાં તેના અમુખમાં દર્શાવેલા સિદ્ધાંતો આજે પણ લોકોને પ્રેરણારૂપ બને છે. બંધારણના આમુખમાં અમે ભારતના નાગરિકો એમ શરૂઆત કરવામાં આવી છે. બંધારણે કલ્પેલા સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકશાહી દેશ – ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારા જેવા સિદ્ધાંતોનું સમર્થન કરે છે. આમ બીજી રીતે કહીએ તો તે માત્ર કાયદેસર દસ્તાવેજ બનવા કરતા નાગરિકોના અધિકારો, સ્વાતંત્ર્ય વગેરેનું સમર્થન કરે છે. વર્ષ 1950માં 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલું પ્...

નાઇજર-તુનીશીયા સાથે ભારતના ઊંડા થઈ રહેલા સંબંધો અંગે સમીક્ષા

આફ્રિકાના દેશો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો વધારવાના ભાગરૂપે વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે આ અઠવાડિયે નાઇજર અને તુનીશીયાની મુલાકાત લીધી હતી.  સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં ભારતને સમર્થન આપ્યા બાદથી આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત વિશેષ મહત્વ આપે છે. વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી જયશંકરની આફ્રિકન દેશની આ પ્રથમ મુલાકાત હતી.  નાઇજરની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરે નાઇજરના રાષ્ટ્રપ્રમુખ શ્રી મહામાદું ઇસ્સોફોઉની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સેન્ટર ખુલ્લું મુક્યું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના સન્માનમાં આફ્રિકામાં બનાવાયેલું આ પ્રથમ સેન્ટર છે. આ સેન્ટરની સ્થાપના ભારત – નાઇજર સંબંધો માટે સીમાચિહ્ન રૂપ તથા આફ્રિક સાથે મજબૂત સહભાગિતાના પ્રતિકરૂપ છે.  આ આધુનિક અને ઇકો ફ્રેન્ડલી સુવિધા યુક્ત સેન્ટરમાં આફ્રિકન યુનિયનના સભ્ય દેશો અને અન્ય ઉચ્ચ કક્ષાના સંમેલનો દ્વારા ઉચ્ચ સ્તરીય વ્યાપક ભાગીદારીના સાક્ષીરૂપ બે હજારની ક્ષમતા વાળો પ્લેનરી હોલ બનાવાયો છે.  ના...

યુરોપીય સંઘના વિદેશ અને સલામતી નીતીના વડાનો ભારત સાથેના ગાઢ સંબંધોનો પુનરૂચાર - એ અંગે સમીક્ષા

યુરોપીયન સંઘની વિદેશ નીતિ અને સંરક્ષણ બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલ ફોન્ટેલેસ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે રાયસીના મંત્રણા 2020 માં ભાગ લીધો હતો. ભારત અને યુરોપીયન સંઘ વચ્ચેની સમાનતા ઉપર ભાર મૂકતા, ફોન્ટેલેસે બંને પક્ષોએ નિયમો આધારિત બહુપક્ષીય વ્યવસ્થા બચાવ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને એ સમયે કરી જ્યારે વિશ્વ વેપાર સંગઠનની વિવાદોનું સમાધાન લાવવાની પ્રણાલી અંગે ઊભી થયેલી મડાગાંઠ એ યુરોપ, ભારત તેમજ ઘણા દક્ષિણપૂર્વ એશિયન દેશો માટે ચિંતાનું કારણ બની ગયું છે. આ અંગે ઉચ્ચ પ્રતિનિધિએ માહિતી આપી હતી કે ઇયુએ આ મડાગાંઠ ઉકેલવા દરખાસ્ત કરી છે. આ મુદ્દાને હલ કરવું અને વ્યવહારુ ઉકેલ લાવવું બંને પક્ષોના હિતમાં છે. જ્યારે વૈશ્વિક સમુદાય સામે દરિયાઈ સંસાધનોની સલામતી અને સ્થિરતા જાળવવામાં ચાચેગીરી જેવા પડકારો ઊભા થયા ત્યારે દરિયાઈ સલામતી મજબૂત બનાવવું બહુ જ જરૂરી છે. એટલે જ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સલામતી માટે બધાને મળીને કામ કરવું અનિવાર્ય છે. હોર્ન ઓફ આફ્રિકા અને પશ્ચિમ હિન્દ મહાસાગરમાં શરૂ થયેલું ઓપરેશન એટલાંટા ભારત સાથેના સહકારનો સારો દાખલો છે. ...

ભારતે જીસેટ ત્રીસ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો – એ અંગે સમીક્ષા

ભારતે તેનો 41મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ – 30ને ગત 17મી જાન્યુઆરી 2020ના રોજ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકયો છે. ભારતનો 14 વર્ષ જૂનો ઇનસેટ ચાર એ ઉપગ્રહ ટૂંક સમયમાં કામ કરતો બંધ થવાનો છે. એ બાબત ધ્યાનમાં લેતા જીસેટ 30 ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાની ઘટના સંદેશાવ્યવહારની સેવા સતત ચાલુ રાખવાની રીતે મૂલવતા મહત્વની ગણાવી શકાય. હાલ દેશના કેબલ ઓપરેટરો તેમના કાર્યક્રમના પ્રસારણ માટે ઇન્સેટ ચાર એ ઉપગ્રહનો ઉપયોગ કરી રહ્યા છે. નવો જીસેટ 30 ઉપગ્રહ આ સેના વધુ પંદર વર્ષ સુધી ચાલુ રાખવાની સુવિધા કેબલ ઓપરેટરોને આપશે. ફ્રાંસના ગયાના ખાતેથી એરીયન પાંચ રોકેટની મદદથી જીસેટ 30ને અવકાશમાં તરતો મુકાયો છે. ફ્રાંસની એરીયનસ્પેસ એજન્સીએ વર્ષ 1981માં ભારતના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ એપલને અવકાશમાં તરતો મૂકયો. ત્યારથી આજદિન સુધીમાં એરીયનસ્પેસે ભારતના 23 ઉપગ્રહો તરતા મૂકયા છે. એરીયન પાંચ રોકેટે યુરોપ અને આફ્રિકાના ઇ.યુ. ટેલસેટ તથા કોનેકટ ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મુકયા છે. જીસેટ ત્રીસ, 15 વર્ષની આવરદા ધરાવે છે અને ઇસરો દ્વારા છોડાયેલો તે શક્તિશાળી ઉપગ્રહ છે. જીસેટ ત્રીસ ઉપગ્રહ 12 સી અને 12 કે.યુ.બેન્ડ ટ્રાન્સપોન્...

ભારતે જીસેટ ત્રીસ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો – એ અંગે સમીક્ષા

ભારતે તેનો 41મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ – 30ને ગત 17મી જાન્યુઆરી 2020ના રોજ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકયો છે. ભારતનો 14 વર્ષ જૂનો ઇનસેટ ચાર એ ઉપગ્રહ ટૂંક સમયમાં કામ કરતો બંધ થવાનો છે. એ બાબત ધ્યાનમાં લેતા જીસેટ 30 ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાની ઘટના સંદેશાવ્યવહારની સેવા સતત ચાલુ રાખવાની રીતે મૂલવતા મહત્વની ગણાવી શકાય. હાલ દેશના કેબલ ઓપરેટરો તેમના કાર્યક્રમના પ્રસારણ માટે ઇન્સેટ ચાર એ ઉપગ્રહનો ઉપયોગ કરી રહ્યા છે. નવો જીસેટ 30 ઉપગ્રહ આ સેના વધુ પંદર વર્ષ સુધી ચાલુ રાખવાની સુવિધા કેબલ ઓપરેટરોને આપશે. ફ્રાંસના ગયાના ખાતેથી એરીયન પાંચ રોકેટની મદદથી જીસેટ 30ને અવકાશમાં તરતો મુકાયો છે. ફ્રાંસની એરીયનસ્પેસ એજન્સીએ વર્ષ 1981માં ભારતના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ એપલને અવકાશમાં તરતો મૂકયો. ત્યારથી આજદિન સુધીમાં એરીયનસ્પેસે ભારતના 23 ઉપગ્રહો તરતા મૂકયા છે. એરીયન પાંચ રોકેટે યુરોપ અને આફ્રિકાના ઇ.યુ. ટેલસેટ તથા કોનેકટ ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મુકયા છે. જીસેટ ત્રીસ, 15 વર્ષની આવરદા ધરાવે છે અને ઇસરો દ્વારા છોડાયેલો તે શક્તિશાળી ઉપગ્રહ છે. જીસેટ ત્રીસ ઉપગ્રહ 12 સી અને 12 કે.યુ.બેન્ડ ટ્રાન્સપોન્...

ચીન અને પાકિસ્તાન વચ્ચેની સાંઠગાંઠ જાહેર થઈ - એ અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની બેઠકમાં ચીનનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. ચીને રાષ્ટ્રસંઘની સલામતી સમક્ષ કાશ્મીર મુદ્દે અનૌપચારિક વાતચીત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેને પાકિસ્તાને સમર્થન આપ્યું હતું. જોકે સલામતી પરિષદના મોટાભાગના સભ્યોએ આ દરખાસ્ત ફગાવી દીધી હતી. ચીને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરાઈ તે મુદ્દે રાષ્ટ્રસંઘમાં ચર્ચા કરવાનો આ ત્રીજો નિષ્ફળ પ્રયાસ હતો. ભારતના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી હતી કે, ચીને આ નિષ્ફળતાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. કારણ કે રાષ્ટ્રસંઘના મોટાભાગના સભ્યોએ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે. રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું છે કે, પાકિસ્તાન તેની ઘરઆંગણાની સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે વાળવાના પ્રયાસરૂપે આ પ્રકારના ખોટા કારણો અને દલીલો કરતો હોય છે. રાજદ્વારી કામગીરીમાં અસત્ય આરોપોથી સફળતા મળતી નથી પણ કોઈપણ મુદ્દે વાસ્તવિક નાના પણ મક્કમ પગલાં લેવા જોઈએ. અને ભારતે ગત 5મી ઓગસ્ટે આ નાનું પણ મહત્વનું પગલું લીધું છે. શ્રી અકબરૂદ્દીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને રશિયાએ...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...

ભારત અને લેટીવીયા દેશોના સંબંધો વધુ ગતિશીલ અને સઘન બન્યા – એ અંગે સમીક્ષા

લેટીવીયાના વિદેશ મંત્રી એડગર રીન્કેવીકસની ભારતની તાજેતરની મુલાકાતે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા છે. ગત ર૦૧૬ ના સપ્ટેમ્બર માસમાં ભારતના માહિતી અને ટેકનોલોજી મંત્રી રવીશંકર પ્રસાદે લેટીવીયાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નવેમ્બબર ર૦૧૭માં લેટીવીયાના પ્રધાનમંત્રીએ ભારતની પ્રથમ ઐતિહાસીક મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ પણ ઓગષ્ટ ર૦૧૯માં લેટીવીયાની મુલાકાતે ગયા હતા. ભારત અને લેટીવીયાના સંબંધો, સો વર્ષ જુના છે. રરમી સપ્ટેમ્બર ૧૯ર૧ માં લેટીવીયા લીગ ઓફ નેશન્સ જુથનું સ્વતંત્ર સભ્યદેશ બન્યો હતો. ૧૦ જાન્યુઆરી ૧૯ર૦ માં લીગ ઓફ નેશન્સ સંઘટનના સ્થાપક સભ્ય તરીકે ભારતે લેટીવીયાને સભ્યપદ આપવાની હંમેશા તરફેણ કરી હતી. બંને દેશોએ પ્રથમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના સંબંધે મજબુત બનાવ્યા. લેટીવીયાની રીગા યુનિવર્સીટીમાં વર્ષ ૧૯ર૩ માં બૌધ્ધિક સહકાર માટેની રાષ્ટ્રીય લેટીવીયા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં ભારતના તે વખતના પ્રતિનિધિ તરીકે ડોકટર સર્વેપલ્લી રાધાકૃષ્ણન જોડાયા હતા. આ સમિતિએ વર્ષ ૧૯૪૬માં સંયુકત રાષ્ટ્રસંઘની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનીક સંસ્થા – યુનેસ્ક...

ઓમાનમાં એક યુગનો અંત

ઓમાન પર પાંચ દાયકાઓ સુધી શાસન કરનાર સુલતાન કાબૂસ બીન સૈયદ અલ સૈયદનું 10 જાન્યુઆરીએ નિધન થયું. આ સાથે એક યુગનો અંત થયો છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થતાં અખાતના મુખ્ય રાષ્ટ્રમાં હવે રક્ષક બદલવાનો માર્ગ મોકળો થયો છે. સુલ્તાન કાબૂસ નિયમોના પાકા અને વૈશ્વિક સ્તરે સન્માનનિય હતા. સાઉદી અરેબિયા અને ઇરાન જેવા રાષ્ટ્રોની સામે ઓમાનમાં આ 79 વર્ષના સુલતાને સ્થિરતા અને સ્વતંત્ર વિદેશ નીતી સ્થાપી હતી. તેમના રૂઢિચુસ્ત પિતા સૈયદ બીન તૈમુહના 1970ના બળવા પછી ઘોફર બળવા ખોરોને ડામી દીધા હતા. અને ગુલામી પ્રથા નાબૂદ કરી ઓમાનને આધુનિકાતાના માર્ગે લઈ ગયા હતા. તેમણે 1997માં લેખિત બંધારણ રજૂ કરી રાજનીતિ ,ઉદ્યોગ અને રમત-ગમતમાં મહિલાઓનો સમાવેશ કરી મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ આધુનિક ઓમાનના પિતા તરીકે જાણીતા થયેલા સુલતાન કાબૂસે 2015 ઇરાક પરમાણુ સંધિમાં હસ્તાક્ષર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે યમનમાં લડી રહેલા પક્ષોને સાથે કરવામાં પણ મધ્યસ્થી તરીકે ભાગ ભજવ્યો હતો. સુલતાનના પોતાના વારસદાર ન હોવાથી તેમના ઉત્તરાધિકારી વિશે વિવિધ અટકળો થઈ રહી હતી. પિતરાઈ ભાઈ હૈથમ બીન તારીક અલ સૈયદની તેમના...

સામાજીક-આર્થિક વિકાસ માટે વૈજ્ઞાનિક ક્ષમતા અંગે સમીક્ષા

પરંપરાગત રીતે વિજ્ઞાન પ્રયોગ શાળાની ચાર દિવાલોમાં બંધ રહ્યું હતું. જોકે દેશને વિકાસના પંથે આગળ વધારવા માટે વિજ્ઞાનને સામાજીક રીતે વધુ પ્રસ્તુત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોના મહાકુંભ તરીકે ઓળખાતું 107મું ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાઈ ગયું. આ સંમેલનમાં રાષ્ટ્રીય અગ્રણીઓએ વિજ્ઞાનને લોકભિમુખ બનાવવા પ્રયોગશાળા અને વાસ્તવિક ધરતી તથા પ્રયોગશાળા અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે રહેલ અંતરને નાબુદ કરીને વિજ્ઞાનને લોકોપયોગી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ વખતના વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ હતી – વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિકાસ... ટેકનોલોજી એ સરકાર અને નાગરિકોને જોડતો સેતુ છે, એવી જ રીતે ટેકનોલોજી યોગ્ય અને ઝડપી વિકાસ ક્ષેત્રે સંતુલન સાધનાર પરિબળ પણ છે. ટેકનોલોજી કોઈ પ્રત્યે પૂર્વગ્રહ કે નકારાત્મક અભિગમ રાખતી નથી. આથી જ ટેકનોલોજી અસાધારણ પરિણામ લાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. આબોહવામાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને લીધે પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના જંગલો...

પાકિસ્તાની સેનાના વડાના કાર્યકાળને વધારવાનો નિર્ણય, સરકાર માટે બંધનકર્તા બન્યો

પાકિસ્તાની સેનાના વડા જનરલ કમાર બાજવા ગત નવેમ્બર 2019માં સેવા નિવૃત્ત થવાના હતા. જો કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગત ઓગસ્ટ 2019માં એક જાહેરનામું બહાર પાડીને જનરલ કમાર બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ સુધી લંબાવ્યો હતો. પાકિસ્તાન સરકારે બાલાકોટમાં ભારતીય હવાઈ દળની કાર્યવાહી તથા પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનની સલામતી સામે અસાધરણ જોખમ ઉભું થયાનો દાવો કરીને કમાર બાજવાના કાર્યકાળને વધારવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઈમરાન સરકારના આ નિર્ણયને સસ્પેન્ડ કરતો ચૂકાદો, 26મી નવેમ્બરે આપીને ઈમરાન સરકારને મોટો ઝટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતે પાક સરકારના આ નિર્ણયની તાર્કિકતા સામે પ્રશ્નચિહન ઉભુ કર્યું. સાથે સાથે જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયામાં થયેલી ગેરરિતી તથા ત્રુટિઓ સામે પણ ધ્યાન દોર્યું. સર્વોચ્ચ અદાલતે એવું અવલોકન કર્યું હતું કે, કલમ – 243 ત્રણ હેઠળની સેના ધારાની જોગવાઈમાં મુદ્દત તથા કાર્યકાળમાં વધારા અંગેના ધારા – ધોરણો સ્પષ્ટ નથી. અદાલતે વરિષ્ઠ કર્મચારીઓનો કાર્યકાળ વધારવા અંગેના ધારા ધોરણો ઘડવા ઈમરાન ખાનના વડપણ હેઠળની પી.ટી.આઈ સરકા...

અમેરીકા – ઇરાન વચ્ચેનો તણાવ – ભારતની તણાવ ઓછો કરવા અપીલ

બગદાદ એરપોર્ટ પર ઇરાનના લશ્કરી કમાન્ડર કાસમ સોલેમાનીના મારવાના અમેરીકાની કાર્યવાહીથી આ ક્ષેત્રમાં અસ્થિરતામાં વધારો થયો છે. આ ઇરાનમાં અમેરીકા વિરુધ્ધ નાગરીકોના અભિપ્રાય પ્રમાણે આ હુમલા થયા. જેથી હવે પછીની ઇરાન અને અમેરીકા વચ્ચેની વાટાઘાટોનું સ્થાન નબળુ પડી રહયું છે. જે મધ્ય પુર્વમાંથી અમેરીકાના સૈનિકો પરત બોલાવવા તથા ઇરાનને પરમાણુ શસ્ત્ર રાજય બનતુ અટકાવવાના ટ્રમ્પ વહીવટી તંત્રના બે નિર્ધારીત લક્ષ્યો માટે પણ નુકસાનકારક છે. અમેરીકા ધ્વારા કોઇપણ પુર્વ સુચના વગર કરવામાંઆવેલી એક તરફી કાર્યવાહીને કારણે અખાતી વિસ્તારમાં ચિંતા ઉભી કરી છે. જેઓએ તાજેતરના મહિનામાં પોતાની શિપીંગ લેન તથા ખનીજ તેલ માળખાને લક્ષ્યમાં રાખેલ છે અને ઇરાન સાથે તણાવ ઓછો કરવા કામ કરી રહયાં છે. ઇરાને ઇરાકમાં સ્થિત બે અમેરીકાના હવાઇદળના સ્થળો પર હુમલો કરી બદલો લીધો છે. તેહરાને કહયું કે તેઓએ લશ્કર વિરુધ્ધ જવાબી કાર્યવાહી કરી છે કેમ કે જનરલ સોલેમનીએ એક લશ્કરી અધિકારી હતા. અલ અસદ અને એરસ્ટીલ હવાઇદળની છાવણી પર થયેલા હુમલામાં કોઇ અમેરીકી કે પછી ઇરાકી સૈનિક ઇજાગ્રસ્ત થયા નથી. હુમલાના જવાબમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્ય...

અખાતી પ્રદેશમા શાંતિ જાળવવા ભારતની હાકલ

પર્શિયન અખાતી પ્રદેશમા સર્જાયેલા તણાવ વચ્ચે અને ગત શુક્રવારે અમેરિકી સેના દ્વારા ઈરાની સેનાના મેજર જનરલ કાસીમ સુલેમાનીની કરાયેલી હત્યા બાદ, ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી જવિદ ઝારીફ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને અખાતી પ્રદેશમા ઊભા થયેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી. બંને મંત્રીઓએ એક બીજાને સંપર્કમાં રહેવા જણાવ્યું. વિદેશ મંત્રી જયશંકર 19 મી સંયુક્ત પંચની બેઠમાં ભાગ લેવા બે અઠવાડિયા પહેલા તેહરાનની મુલાકાતે ગયા હતા. તેમણે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાની સહિત કેટલાક વરિષ્ઠ મંત્રીઓની મુલાકાત લીધી હતી. શ્રી ઝારીફ 14 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી રાયસીના મંત્રણામાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવશે. ઈરાક, સિરીયા, લેબેનોન અને યેમેન સાથે ઈરાન તરફથી મંત્રણા કરનાર અખાતી પ્રદેશના પ્રભાવશાળી આગેવાન જનરલ સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની આગેવાનો વચ્ચે શરૂ થયેલા શાબ્દિક સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં આ ટેલિફોન કોલ થયો હતો. ખરેખર જનરલ સુલેમાની ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની બાદ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. ઈરાન...

પાકિસ્તાનમાં ફરી એકવાર સર્જાયેલી ખરાબ પરિસ્થિતિ

ગત શુક્રવારે શીખ વિરોધી સૂત્રોચ્ચાર કરતા ઓછામાં ઓછા 400 લોકોના ટોળાએ શીખોનું પવિત્ર સ્થળ ગુરૂદ્વારા નાનકાના સાહિબ ઉપર હુમલો કર્યો હતો. તેમણે ગુરૂદ્વારાને ઘેરાવ કરી પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાનું નેતૃત્વ મહંમદ હસનના પરિવારજનોએ કર્યું હતું. જેનું કથિત અપહરણ થયું હતું અને તેનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના ગુરૂદ્વારાના ધર્મગુરૂની છોકરી જગજીત કૌર સાથે લગ્ન કરાયા હતા. શીખ સમુદાયના વિરોધમાં આ હિંસા સર્જાઇ હતી. એક વિડિયોમાં આંદોલનકર્તાએ તે જગ્યા પર ગુરૂદ્વારા હોવનો વિરોધ કરતા એ જગ્યાનું નામ નાનકાના સાહિબથી ગુલામાન – એ – મુસ્તફા કરવાની ચીમકી આપી હતી. ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં ફસાયેલ શીખ શ્રદ્ધાળુઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. પાકિસ્તાની સરકારે સંપૂર્ણ બેદરકારી અને મગરૂર અભિગમ સાથે આપેલા જવાબના લીધે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાનકાના સાહિબ વર્ષ 1469માં પાકિસ્તાનમાં આવેલો એક જિલ્લો છે જયાં શીખ સમુદાયના પ્રથમ ગુરૂ – ગુરૂ નાનકદેવજીનો જન્મ થયો હતો. વિશ્વભરના શીખ સમુદાયના લોકો ગયા વર્ષે જ ગુરૂનાનક દેવની 550મી ...

અમેરિકા-ઈરાન વચ્ચે બગદાદમાં શરૂ થયેલું પ્રોકસી યુદ્ધ

અમેરિકાને અમારો સંદેશ મળ્યો છે!! બગદાદમાં ગ્રીન ઝોનમાં આવેલી અમેરિકાની એલચી કચેરી નજીક થયેલી અથડામણનું વર્ણન, ઈરાનના તરફેણમાં કાર્યકરોએ આ મુજબ કર્યું હતું. ઈરાનની તરફેણના નાગરિક લશ્કરી દળોએ કરેલા હુમલામાં અમેરિકા કોન્ટ્રેકટરની થયેલી હત્યા અને કેટલાંક અમેરિકન સૈનિકો ઈજાગ્રસ્ત થયા બાદ, અમેરિકી વહીવટીતંત્ર અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચે શાબ્દિક સંઘર્ષ વધુ વણસ્યો છે. આ ઘટનાના પગલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં અર્ધલશ્કરી દળોનાં પાંચ સ્થળો પર હુમલાનાં આદેશ આપ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 25 લોકો મૃત્યું પામ્યા હતા. આ ઘટનાથી ઉશ્કેરેલા ઈરાનની તરફેણના તત્વોએ બગદાદ ખાતેની અમેરિકા એલચી કચેરી પર હુમલો કર્યો હતો. જેના વળતાં જવાબંમા કચેરીમાં તૈનાત અમેરિકી દળોએ ગોળીબાર કરવો પડયો હતો. ઈરાન-સીરીયા સરહદ પર આવેલી અમેરિકી સેનાની ચોકીઓ પર અગાઉ થયેલા હુમલાઓ કાતેબ હેમુબોલાદ નામના શિયા અર્ધલશ્કરી જૂથ દ્રારા કરવામાં આવ્યા હતા. માર્ચ 2003માં અમેરિકાની આગેવાની હેઠળ ઈરાક પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા ઈરાકી નાગરિક યુદ્ધમાં કાતેબ હેઝાબોલાદ સંગઠન સક્રિય હતું. અને તે હવે ઈરાની રાષ્ટ્રપતિ બશર અલ અસ...

પાડોશી પ્રથમ નીતિનો ભારતે કરેલો પુનરોચ્ચાર

ભારત તેના ‘પાડોશી પ્રથમ’ નીતિ પ્રત્યે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મે 2014 માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કેટલાક સમારોહમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે 26 મી મે 2014 ના રોજ તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન-સાર્કના રાષ્ટ્રપ્રમુખોને નિમંત્રિત કર્યા હતા. એ જ વર્ષે, તેઓ તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ભૂટાન ગયા હતા. શ્રી મોદીએ ગરીબી, કુપોષણ, બધા માટે શિક્ષણ જેવા મુદ્દાઓનો ઉકેલવા સામૂહિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે ભારત તેમના પાડોશી દેશોના કલ્યાણ માટે તેમને મદદ કરવા તૈયાર છે. નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ્ગ્યેલ વાંચૂક, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે , માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને ટેલિફોન પર વાતચીત કરી હતી અને ભારત અને ભારતના નાગરિકો તરફથી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે ફરી એક વખત ‘પાડો...

ભારતના વિદેશી ચલણ ભંડોળમાં થયેલો વધારો અંગે સમીક્ષા

ભારતના વિદેશી ચલણ ભંડોળમાં વધારો થયો છે અને તે અત્યાર સુધીની સૌથી ઉંચાઇએ પહોચ્યું છે. ર૦મી ડિસેમ્બર ર૦૧૯ ના રોજ ભારત વિદેશી ભંડોળ ૪પપ બિલિયન અમેરીકી ડોલર જેટલુ થયું હતું જે માર્ચ ર૦૧૯માં ૪૧ર બિલીયન અમેરીકી ડોલરથી પણ વધારે છે. વિદેશી ચલણ ભંડોળમાં અમેરીકી ડોલર, યુરો, પાઉંડ, જાપાની યેન જેવી અલગ અલગ દેશોના ચલણ અનામત રાખવામાં આવે છે. જેનુ મુલ્ય અમેરીકી ડોલરના મુલ્યના આધારે નિર્ધારીત કરવામાં આવે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા – આરબીઆઇના અહેવાલ મુજબ વિદેશી ચલણમાં વધઘટ મુખ્યત્વે આરબીઆઇ ધ્વારા કરાયેલી વિદેશી ચલણોની ખરીદી અને વેચાણ વિદેશી ચલણોની જમાવટ થકી થતી આવક, કેન્દ્ર સરકારને મળતી વિદેશી સહાય અને પુનમુલ્યાંકનના લીધે ચલણના મુલ્યમાં થતાં ફેરફારના કારણે થાય છે. વિદેશી હુંડીયામણમાં ચલણ ઉપરાંત સોનુ, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટસ એટલે કે આઇએમએફ ધ્વારા અપાતા ઉપાડવા માટેના અધિકાર અને રીઝર્વ ફ્રેંચ પોઝીશનનો સમાવેશ થાય છે. ગત ર૦મી ડિસેમ્બરના રોજ ભારતના વિદેશી હુંડીયામણમાં વિદેશી ચલણ ૯ર ટકા, સોનુ છ ટકા, એસડીઆર ૦.૩ર ટકા, જયારે આઇએમએફની રીઝર્વ પોઝીશન ૦.૮૦ ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી ભંડોળની માંગણી એ દેશના કુલ...