Skip to main content

પાડોશી પ્રથમ નીતિનો ભારતે કરેલો પુનરોચ્ચાર

ભારત તેના ‘પાડોશી પ્રથમ’ નીતિ પ્રત્યે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મે 2014 માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કેટલાક સમારોહમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે 26 મી મે 2014 ના રોજ તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન-સાર્કના રાષ્ટ્રપ્રમુખોને નિમંત્રિત કર્યા હતા. એ જ વર્ષે, તેઓ તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ભૂટાન ગયા હતા. શ્રી મોદીએ ગરીબી, કુપોષણ, બધા માટે શિક્ષણ જેવા મુદ્દાઓનો ઉકેલવા સામૂહિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે ભારત તેમના પાડોશી દેશોના કલ્યાણ માટે તેમને મદદ કરવા તૈયાર છે.

નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ્ગ્યેલ વાંચૂક, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે , માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને ટેલિફોન પર વાતચીત કરી હતી અને ભારત અને ભારતના નાગરિકો તરફથી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે ફરી એક વખત ‘પાડોશી પ્રથમ નીતિ’ માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો અને શાંતિ, સલામતી તેમજ આ પ્રદેશમાં આવતા ભારતના બધા મિત્ર અને ભાગીદાર દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયાસો અંગેની ભારતની નીતિ અંગે પણ વાત કરી હતી.

ભૂટાનના રાજા સાથેની તેમની વાતચીતમાં પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો વધુ દ્રઢ બનાવતી છેલ્લા વર્ષની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમની છેલ્લી ભૂટાન મુલાકાતમાં લોકો તરફથી મળેલ પ્રેમ અને સ્નેહને પણ શ્રી મોદીએ યાદ કર્યા હતા. તેમણે બંને દેશોના યુવાનો વચ્ચે વિચારોના આદાન પ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ભૂટાનના રાજાની આગામી ભારત મુલાકાત માટે તેઓ ઉત્સુક હોવાનું પણ જણાવ્યુ હતું.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજ્યપક્ષે એ પણ શ્રી મોદીની શુભેચ્છાઓને ઉષ્માપૂર્વક આવકારતા 2020માં બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

શ્રીલંકાન પ્રધાનમંત્રી શ્રી મહિન્દ્રા રાજપક્ષે સાથેની વાતચીતમાં પણ શ્રી મોદીએ શ્રીલંકા સાથેના સંબંધો વધુ વિકસીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રી રાજપક્ષેએ પણ શ્રી મોદીની શુભેચ્છાઓનો ઉષ્માભેર પ્રતિભાવ આપતાં બંને દેશોના સંબંધો વધુ વિકસીત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ અને માલદીવના લોકોને વિકાસ માટેના તેમના પ્રયાસોમાં સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપ્રમુખ સોલીહે શ્રી મોદીની શુભેચ્છાઓનો પ્રતિભાવ આપતા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ કરવા તથા દ્વિપક્ષીય સહભાગીતા વધારવા અને નવા ક્ષેત્રોમાં સંબંધો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ત્રણ વર્ષ માટે અવામી લીગના વડા તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ બાંગ્લાદેશના ભારત ખાતેન રાજદૂત સૈયદ મુઝેન અલીના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ વર્ષ 2019માં ભારત – બાંગ્લાદેશના સંબંધોમાં થયેલ પ્રગતિની નોંધ લીધી હતી.

તેમણે કહ્યું કે, બંગબંધુની આગામી શતાબ્દી, બાંગ્લાદેશની મુક્તિને 50 વર્ષ પૂર્ણ થવા તથા દ્વિપક્ષીય રાજદ્વારી જોડાણો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ નીકટ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. અને તેમની સરકારની પ્રાથમિકતા પણ છે.

નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ 2019માં ભારત – નેપાળ સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

2019માં કેટલીક પરિયોજનો પૂર્ણ થઈ છે. જેમાંથી શ્રી મોદીએ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયેલી મોતીહારી – અમલેખગંજ પેટ્રોલીયમ પ્રોડક્ટ પાઇપલાઈનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બંને નેતાઓને બીટાનગર ચેક પોસ્ટ અને નેપાળના હાઉસિંગ રી-કન્ટ્ર્કશન યોજનાના ઝડપી ઉદ્ઘાટન માટે સંમતિ દર્શાવી હતી.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...