પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી.
ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.
આ આતંકીના મોતના સમાચાર ઘણાને માટે સાચા માનવા મુશ્કેલ હતા. કારણ કે, આ ત્રાસવાદીના મોતના સમાચાર પહેલીવાર સામે ન હતા આવ્યા, એટલે કે વારંવાર આ પ્રકારના ખોટા સમાચાર આવેલા. પરંતુ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ આ જાહેરાત કરી હતી. તેમની આરબ નીતી મુખ્યત્વે આઈએસઆઈએસનો ખુરદો બોલાવવા માટે જ ધ્યાન કેન્દ્રીત હતી. તેમણે જાહેરાત કરી કે, આ ત્રાસવાદીનું મોત કૂતરો અને કાયરની જેમ થયું છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, આ બગદાદીએ ટનલમાં પકડાયા બાદ, પોતાના જ વિસ્ફોટકથી ભરેલા અંગરખામાં વિસ્ફોટ કર્યો હતો, અને માર્યો ગયો હતો. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન સામેના ઓપરેશનમાં અકીન, અમેરિકન સ્પેશિયલ ડેલ્ટા ફોર્સનો ઉપયોગ અબુ બકર અલ બગદાદીને પણ ખતમ કરવા માટે કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ બગદાદી માટે 25 કરોડ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી.
બગદાદીના માર્યા ગયા બાદ, આતંકરરાષ્ટ્રીય સમુદાય હવે વૈશ્વિક આતંકવાદના બગદાદી બાદનું વાતાવરણ કેવું હશે તે જાણવા ઉત્સુક હશે. ઓસામાના અંત બાદ વળી સામે એવી જ ચિંતાનો ઊભી થઈ હતી.
જોકે, આતંકવાદના સફાયાનાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યું નથી. તાજેતરમાં બે ભયંકર ત્રાસવાદી સંગઠનો અલ નુસરાહ અને ઇસ્લામિક સ્ટેટનો અલકાયદાના અવશેષોમાંથી જ ઉદભવ થયો છે.
અલ કાયદા નબળું પડતા આઈએસઆઈએસ વધુ મજબૂત બન્યું અને તેના આતંકી સભ્યો દ્વારા વિશ્વભરમાં ભયાનક હુમલા કરાયા હતા. બગદાદી અને ઓસામા માત્ર ચહેરા હતા અને આભાસ હતા. પરંતુ ખરેખર તો વહીવટકર્તા ન હતા. આજે આઈએસઆઈએસએ ઘણા દેશોમાં તેનું નેટવર્ક ઊભી કર્યું છે અને તેના વિસ્તારમાં તેઓ કાર્યરત છે. મુખ્ય નેતૃત્વની ભૂમિકા નજીવી છે. આઈએસઆઈએસ સામે યુદ્દ ચાલી રહ્યું છે. અને તેમાં થોડીક સફળતા મળી છે. સીરીયા અને ઇરાકમાંથી હજારો આઈએસઆઈએસ આતંકીઓને પકડવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક યુરોપીયન પણ છે. તેમણે દેશવટો આપવામાં આવશે. જોકે, ઘણા એવા છે તેઓ આઈએસઆઈએસની વિચારધારાથી અસર પામ્યા છે. તેમનો તાત્કાલિક હલ લાવવાની જરૂર છે.
અલગ અલગ સામાજિક સંગઠનોમાં આઈએસઆઈએસ કેડરના પ્રવેશથી કટ્ટરપંથીકરણ થાય છે. એવું માનવું ખોટું છે કે, બગદાદીના અંત સાથે આઈએસઆઈએસની વાર્તા પણ પૂરી થઈ છે. ત્યાં થોડા સમય માટે વાતાવરણમાં શૂન્યાવકાશ લાગે, વળી ઉત્તરાધિકારીઓ વચ્ચે પણ આતંરિક ઝગડા થઈ શકે છે. પણ રાજકીય શૂન્યાવકાશ અને અસ્થિરતાઓના કારણે આઈએસઆઈએસનું અસ્તિત્વ તો રહેશે જ.
ભારતનો મત છે કે, આઈએસઆઈએસ સામેની લડાઈ ચાલુ જ રાખવી જોઈએ. આઈએસઆઈએસના આતંકીઓએ કરેલા અત્યાચારને લોકોએ યાદ રાખવો જ જોઈએ. આઈએસઆઈએસની મધ્યયુગની વિચારધારામાં ભાગ્યે જ કોઈ જાદુમંત્રથી ફેરફાર થાય. આરબોના વિશાળ વિશ્વમાં અસ્થિર રાજકીય પ્રણાલીમાં પુનઃ વિશ્વાસનું વાતાવરણ ઊભી થવું જોઈએ.
લેખક - ફઝુર રહેમાન સિદ્દીકી, વિશ્લેષક

Comments
Post a Comment