Skip to main content

Posts

Showing posts from July, 2020

ભારત – સિંગાપોરના સંબંધો નવી ઉંચાઇએ- અંગે સમીક્ષા

સીંગાપોરમા; ગત અઠવાડીયે થયેલી સામાન્ય ચુંટણીમાં જીત મેળવી પીપલ્સ એકશન પાર્ટી – પીએપી સત્તાધારી પક્ષ અને પ્રધાનમંત્રી લી સીન લુંગ ફરીથી સત્તા પર આવ્યા છે. ચુંટણીમાં કુલ ૯૬ ટકા મતદાન થયું હતું. પીએપી પક્ષે ૯૩ માંથી ૮૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. બાકીની ૧૦ બેઠકો વિરોધપક્ષ વર્કસ – પક્ષના ફાળે ગઇ હતી. ૧૯૫૯ માં સત્તા પર આવ્યા બાદ પીએપી નો આ સળંગ ૧પ મો વિજય છે. સીગાપોરમાં ચુંટણીઓ માટે ફસ્ટ પસ્ટ ધ પોસ્ટ ચુંટણી પધ્ધતિ અનુસરવામાં આવે છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુંટણીમાં જીત બદલ સીંગાપોરના પ્રધાનમંત્રી લી સીન લુંગને અભિનંદન પાઠવ્યા હતા. સીંગાપોર ચુંટણીના પરીણામો થી ભારત સીંગાપુર જોડાણો વધુ સખત અને સઘન બનશે. ભારતના તથા સીંગાપોરના પ્રધાનમંત્રીના વડપણ હેઠળ બંને દેશોના સંબંધ વધુ ઉંડા બન્યા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સ્વ. લી કુન યે ની પ્રશંસા કરી છે. શ્રી એ સીંગાપોરના સ્થાપક પિતા કહી શકાય. તેઓ ૧૯પ૯ થી ૧૯૯૦ સુધધી સીંગાપોરના નિર્માણમાં તેમનું મહત્વપુર્ણ યોગદાન છે. પ્રધાનમંત્રી મોદીએ ર૦૧પ માં શ્રી યુના અંતીમ સંસ્કારમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ તેમને શ્રધ્ધાંજલી પાઠવત...

પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત સુધારા – રજૂઆત અને પરિવર્તન માટે તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ઇન્ડિયા ગ્લોબલ વીક-2020ને સંબોધન કર્યું. વિશેષ રાજકીય પ્રતિનિધિઓમાં બ્રીટીશ વિદેશસચિવ ડોમિનિક રબ્બ અને બ્રીટીશ ગૃહ સચિવ પ્રીતિ પટેલ ઉપરાંત ઉદ્યોગ સાહસિકો અને જુદા જુદા ક્ષેત્રના લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમના આયોજન માટે ઇન્ડિયા ઇન્ક ગ્રૂપની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે, આવા કાર્યક્રમો ભારતના દર્શકોને વૈશ્વિક તકો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બને છે. તેમણે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી અને ભારત અને બ્રિટન વચ્ચેની કડી વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમયમાં પુનઃ જીવન વિશેની વાત કરવી સ્વાભાવિક છે અને વૈશ્વિક પુનરૂત્થાન અને ભારતનું એ સાથે જોડાવું પણ એટલું જ સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક પુનરૂત્થાનમાં ભારતનું મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વિશ્વએ ભારતની પ્રતિભા શક્તિનો પરિચય કર્યો છે.  ભારતીય વ્યાવસાયિકો, ડોક્ટરો, નર્સો, બેંકરો, વકીલો, અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને આપણા મહેનતુ શ્રમજીવીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભ...

ઈમરાનની મુશ્કેલી – અતિશયોક્તિભર્યા પ્રવચનનો પ્રભાવ પડતો નથી – એ અંગે સમીક્ષા

ગત 29મી જૂન – 2020ના રોજ કરાંચી ખાતેના શેરબજાર ઉપર અલગતાવાદી બલોચ લોકોએ કરેલા હુમલામાં ચાર ઉગ્રવાદીઓ સહિત 13 જણાના મોત થયા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અગાઉથી જાણે પ્રતિભાવ તૈયાર હોય, તેમ તક ગુમાવ્યા વિના આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ બાબત એટલા માટે આશ્ચર્યકારક નથી, કારણ કે પાકિસ્તાન પરની કોઈ પણ મુશ્કેલી માટે ભારતને જવાબદાર ઠેરવવાની પાકિસ્તાનના નેતાઓની જાણે આદત બની ચૂકી છે. વાસ્તવમાં કરાંચી શેરબજારની ઘટના બની તે પહેલાં જ ઈમરાન ખાનના પક્ષના કેટલાક નેતાઓએ ભારત વિરોધી ભાષણો આપવાની શરૂઆત કરી હતી. શું ઈમરાન ખાન હવે એવું કહેશે કે એજન્સીઓને આ અંગે જાણ હતી ? જો જાણ હતી તો સંભવિત હુમલાને રોકવાનો પ્રયાસ શા માટે ન કરાયો ? ઘણાં વર્ષોથી પાકિસ્તાનના અત્યાર સુધીના નેતાઓ જાહેર જીવનમાં પોતાની ભૂલોથી પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન બીજે વાળવા માટે આજ ઉપાય કરતાં રહ્યા છે. વાસ્તવમાં ઇમરાન ખાને આ પ્રકારના પાયા વિનાના આક્ષેપો ભારત સામે કરીને પાકિસ્તાન હાલ જે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, તે ઉપરથી લોકોની ધ્યાન બીજે વાળવા મદદરૂપ થવા બલોચ ઉગ્રવાદીઓનો જાણે આભાર માન્યો છે. વાસ્તવમાં ઈમર...

નેપાળમાં રાજકીય વિવાદ અંગે સમીક્ષા

નેપાળમાં એક તરફ કોરોનાનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે સત્તાધારી નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી – એનસીપીના વરીષ્ઠ નેતાઓએ પ્રધાનમંત્રી આર.પી.શર્મા ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માગતા, નેપાળના રાજકારણમાં નવો વિવાદ અને સંકટ ઉભા થયા છે. આ ઉપરાંત સ્થાયી સમિતિના કુલ ૪૪ સભ્યો પૈકી ૩૧ સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીનો મકકમરીતે વીરોધ કર્યો છે. ગત ર૪મી મે ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠક ત્રણ મુદૃાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેપાળ સરકારની નીતી કોવિડની પરિસ્થિતિ સાથ કામ પાડવા સહિત નેપાળ સરકારની કામગીરીની સમીક્ષા ભારત – નેપાળ સરહદે સ્થિતિ જેવા મુદૃાઓની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતકમાં એનસીપી પક્ષની સ્થાયી સમિતિના સભ્યોએ વહીવટની પધ્ધતિ, ભષ્ટાચારમાં થયેલો વધારો, કોવીડને નાથવામાં સરકારને મળેલી નીષ્ફળતા જેવા મુદૃાઓ અંગે સરકારની કામગીરીની ટીકા કરી હતી. જો કે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ, વરીષ્ઠ અગ્રણી માધવકુમાર નેપાળ, બામદેવ ગૌતમ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના અધ્યક્ષપદેથી તથા પ્રધાનમંત્રીપદેથી રાજીનામું માંગતા, રાજકીય સંકટ અને વિવદ ઘેરા બન્યા. આ અગ્રણીઓએ ભારત સાથેની નીતીની પણ ટીકા કરી હતી આના લીધે પ્રધાનમંત્ર...