Skip to main content

ઈમરાનની મુશ્કેલી – અતિશયોક્તિભર્યા પ્રવચનનો પ્રભાવ પડતો નથી – એ અંગે સમીક્ષા



ગત 29મી જૂન – 2020ના રોજ કરાંચી ખાતેના શેરબજાર ઉપર અલગતાવાદી બલોચ લોકોએ કરેલા હુમલામાં ચાર ઉગ્રવાદીઓ સહિત 13 જણાના મોત થયા હતા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અગાઉથી જાણે પ્રતિભાવ તૈયાર હોય, તેમ તક ગુમાવ્યા વિના આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ બાબત એટલા માટે આશ્ચર્યકારક નથી, કારણ કે પાકિસ્તાન પરની કોઈ પણ મુશ્કેલી માટે ભારતને જવાબદાર ઠેરવવાની પાકિસ્તાનના નેતાઓની જાણે આદત બની ચૂકી છે.

વાસ્તવમાં કરાંચી શેરબજારની ઘટના બની તે પહેલાં જ ઈમરાન ખાનના પક્ષના કેટલાક નેતાઓએ ભારત વિરોધી ભાષણો આપવાની શરૂઆત કરી હતી. શું ઈમરાન ખાન હવે એવું કહેશે કે એજન્સીઓને આ અંગે જાણ હતી ? જો જાણ હતી તો સંભવિત હુમલાને રોકવાનો પ્રયાસ શા માટે ન કરાયો ? ઘણાં વર્ષોથી પાકિસ્તાનના અત્યાર સુધીના નેતાઓ જાહેર જીવનમાં પોતાની ભૂલોથી પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન બીજે વાળવા માટે આજ ઉપાય કરતાં રહ્યા છે.

વાસ્તવમાં ઇમરાન ખાને આ પ્રકારના પાયા વિનાના આક્ષેપો ભારત સામે કરીને પાકિસ્તાન હાલ જે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, તે ઉપરથી લોકોની ધ્યાન બીજે વાળવા મદદરૂપ થવા બલોચ ઉગ્રવાદીઓનો જાણે આભાર માન્યો છે. વાસ્તવમાં ઈમરાન ખાને છેલ્લા કેટલાંક સમયથી પોતે ચાર તરફથી ધેરાયેલો માણસ હોય તેવો વ્યવહાર શરૂ કર્યો છે. પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે મહેણાનો સામનો કરી રહેલા ઈમરાન ખાનની સ્થિતિ નબળી પડી હોય તેમ જણાય છે. ઘણા વિશ્લેષકોએ ઇમરાન ખાન પ્રધાનમંત્રી બન્યા ત્યારે રાજકારણ તથા અર્થતંત્રની બાબતો અંગે તેમની શૈલી જુદી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ જ બાબત હવે ઇમરાન ખાનના વિરોધમાં ગઈ છે.

NAB સંસ્થાનો દુરૂપયોગ કરવાનો તથા ભ્રષ્ટાચારીઓ સામે કાયદાનો ઉપયોગ ન કરવાના આક્ષેપો હવે થવા લાગ્યા છે. વાસ્તવમાં તેઓની આસપાસ ભ્રષ્ટ લોકો વધ્યા છે અને આ પૈકી કેટલાંક પાકિસ્તાનના મંત્રીમંડળમાં સભ્ય પણ છે.

તેના સમર્થક ગણાતા પત્રકાર અરશદ ભટ્ટીએ પોતાના ઉર્દુ સમાચારપત્રમાં ઈમરાનને નીષ્ફળ પ્રધાનમંત્રી ગણાવ્યો છે. હસન નિસ્સાર લખે છે કે, છેલ્લાં 22 મહિનાથી પાકિસ્તાનના લોકોનો સમય વેડફવા માટે ઈમરાન ખાનને પાક નાગરિકોને જવાબ આપવો પડશે. ઈમરાન ખાનના પક્ષ તહેરીક – એ- ઈન્સાફ પી.ટી.આઈ.ના જાણીતા નેતા ફવાદ ચૌધરીએ પક્ષની નિષ્ફળતા અને વિવાદોને તાજેતરમાં તેમણે આપેલી મુલાકાતમાં વાચા આપી હતી.

તેમણે કામગીરી કરવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેટલાંક દિવસો પહેલા સત્તાધારી મોરચાના ઘટક પક્ષ બલોચ નેશનાલીસ્ટ પાર્ટીએ પણ મોરચો છોડવાની ચિમકી આપી હતી.

આ પક્ષના નેતા અખતર મેંગલે, બલોચ લોકોના ઉત્કર્ષ માટે અપાયેલા વચનો નહીં પાળવાનો આક્ષેપ કર્યો હતો. અન્ય બલોચ આગેવાનોની જેમ અખતરે પણ બલોચ લોકોની માગણીઓ સંતોષવા લોકશાહી પદ્ધતિઓનો પ્રયોગ કર્યો જ હશે.

પ્રધાનમંત્રી ઈમરાન ખાને કદાચ સરતચૂકથી હશે, પણ ઓસામ બિન લાદેનને શહિદ ગણાવતા પાકિસ્તાનના ઉદ્દામવાદીઓને નવું બળ મળ્યું છે.

આથી જ પાકિસ્તાનમાં વિપક્ષો ઈમરાનને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરવાની માગણી કરવા લાગ્યા છે. વિપક્ષે પાકિસ્તાન સરકારના બજેટને ગરીબ વિરોધી, લોક વિરોધી ગણાવ્યું તે ટીકાને ઘણાં લોકોએ સમર્થન આપ્યું છે.

વિપક્ષો નેશનલ એસેમ્બ્લીના અધ્યક્ષ સામે વિશ્વાસની દરખાસ્ત લાવવાની માગણી કરી રહ્યા છે. ટૂંકમાં આવનારા દિવસોમાં પાકિસ્તાનના વિપક્ષો પોતાની સ્થિતિ મજબૂત બનાવીને ઈમરાન સામે પડકાર ઉભો કરે તેવી શક્યતા છે.

એવી પણ અફવા છે કે, પાકિસ્તાનમાં સર્વશક્તિમાન ગણાતી સેનાના વડાઓ આ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. કારણ કે, ઇમરાનની નિષ્ફળતામાં તેઓ ક્યારેય જોડાવા ઈચ્છશે નહીં. આ બધી જ પાર્શ્વભૂમિકા વચ્ચે ઇમરાન વગર નેતૃત્વની ફોર્મ્યુલા પાકિસ્તાની પ્રચાર માધ્યમોમાં હેડલાઈન બનવા લાગી છે.

લેખક- ડોક્ટર અશોક બેહુરિયા, દક્ષિણ એશિયા કેન્દ્રના કો-ઓર્ડિનેટર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...