Skip to main content

Posts

Showing posts from July, 2019

ઉત્તર કોરીયાના મિસાઈલ પરીક્ષણથી ફરીવાર તણાવ અંગે સમીક્ષા

ઉત્તર કોરીયાએ ગયા સપ્તાહે બે બેલાસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરતાં કોરીયાના દ્વિપકલ્પમાં શાંતીની ઉભી થયેલી ઉજળી તકોને ધકકો પહોચ્યો છે. એક માસની અંદર ઉત્તર કોરીયાના નેતા ચેરમેન કિંમ જાંગ ઉન અને અમેરીકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે કોરીયા અંગે મળ્યા હતા. તે બાદ આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બંને નેતાઓની મીટીંગમાં બાકી રહેલા મુદૃઓ અંગે વાજબી નિરાકરણ લાવવા અંગે સહમતી દર્શાવવામાં આવી હતી. ઉત્તર કોરીયાના પુર્વીય દરિયાકાંઠાના વોન્શનથી આ બે મિસાઈલના પરીક્ષણ કરાયા હતા. ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયાની એજન્સીઓએ મિસાઈલનું પરીક્ષણ વ્યુહાત્મક દ્રષ્ટીએ કરવામાં આવ્યું હોવાની બાબતની પૃષ્ટી કરી હતી. સ્પષ્ટ છે કે આ અમેરીકાના બદલે કોરીયા દ્વિકંલ્પ સમુહમાં સીધેસીધા વધારે અસર થશે. મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ પ્રસિધ્ધ કરાયેલા એક નીવેદનમાં કીમ ઝોંગે જણાવ્યું છે કે આ મિસાઈલ પરીક્ષણનો હેતુ ઉત્તર કોરીયા સલામતી જાળવવાનો અને કોઈપણ ખતરાને પહોંચી વળવાનો છે. તેમણે આ પગલું ભરવા માટે દક્ષિણ કોરિયાની ઉશ્કેરણીને જવાબદાર ઠેરવી છે. આગામી માસમાં દક્ષિણ કોરિયા અમેરિકા સાથે વાર્ષિક સંયુક્ત લશ્કરી ક્વાયત કરશે. બંને દેશો છેલ...

બ્રિક્સ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠક અંગે સમીક્ષા

વિશ્વના ઇતિહાસમાં સત્તા અને શÂક્તનું ઉત્તરથી દક્ષિણ તથા પશ્ચિમથી પૂર્વમાં પરિવર્તન દેખાઇ રહ્યું છે. આ એક ઐતિહાસિક પરિવર્તન છે, જેમાં વિશ્વની વસતી તથા સમૃદ્ધિ કોઇ એક સ્થળે કેન્દ્રિત થઇ રહી છે. આ પરિવર્તને જ બ્રિક્સ સંગઠનની રચનાને પ્રેરણા આપી છે. આ પરિવર્તન સાથે વિશ્વનું ધ્યાન પણ બીજે અર્થાત્‌ બ્રીક્સ સંગઠન ઉપર ગયું છે. આ સંગઠન અત્યારસુધીના સંગઠનોથી એ રીતે જુદું પડે છે કે, આ સંગઠનમાં ભૂતપૂર્વ વિશ્વસત્તાઓની સાથે – સાથે એશિયા આફ્રિકા તથા લેટીન અમેરીકાની નવી ઉભરાતી જતી સત્તાઓનો પણ સમાવેશ થાય છે. બ્રીક્સ સંગઠને સ્પર્ધાત્મક વિકલ્પની સાથે વિશ્વમાં ઉભરતી જતી નવી સત્તાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું છે. આ બાબત વૈશ્વિક સમૃદ્ધિ, Âસ્થરતા માટે જરૂરી પણ છે. બ્રીક્સ સંગઠનમાં જી – સાત સંગઠનની સરખામણીએ વધુ પ્રતિનિધીઓ છે. આ સંગઠને બીજા દસકાની યાત્રાનો આરંભ કર્યો છે. બ્રીક્સ સંગઠનના વિદેશ મંત્રીઓની ગત સપ્તાહમાં રીઓ-દી-જનેરો ખાતે યોજાયેલી બેઠકમાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની કેન્દ્રવર્તી ભૂમિકા તથા મહત્વ ધરાવતા દ્રષ્ટિકોણને સમર્થન અપાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંયુક્ત રાષ્ટ્રસંઘ, ...

પાકિસ્તાને અગાઉથી જાણીતા સત્યનો કરેલ સ્વીકાર અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને આખરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાનમાં આશરે ૪૦ જેટલા આતંકવાદી શિબીરોમાં ૪૦ હજાર આતંકવાદીઓ છે.  અમેરીકાની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે શ્રી ઇમરાનખાને આ બાબતનો સ્વીકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અત્યાર સુધી તબક્કાવાર શાસન કરી ચૂકેલી સરકારોએ, આ વાસ્તવિકતા અમેરીકાને જણાવી ન હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદ સામે યુદ્ધ કરી રહ્યું છે અને અમેરીકામાં ૧૧મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ન હોતી.  અલકાયદા અફઘાનીસ્તાનમાં કાર્યરત છે તેમજ પાકિસ્તાનની ધરતી ઉપર કોઇ તાલીબાનો નથી. એમ પણ આતંકવાદ સામેની લડાઇમાં અમેરીકા સાથે જાડાઇ ગયા હતા. ઇમરાન ખાને અમેરીકાના કેપીટલ હીલ ખાતે અમેરીકી સાંસદે યોજેલા એક કાર્યક્રમમાં આ બાબતનો સ્વીકાર કર્યો હતો.  એવી જ રીતે વોશિંગ્ટન ડી. સી. ખાતેની અમેરીકન શાંતિ સંસ્થાની મુલાકાતમાં શ્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી ઉપર હજી ૩૦ થી ૪૦ હજાર આતંકવાદીઓ સક્રિય છે. આ તાલીમ પામેલા આતંકવાદીઓએ કાશ્મીર તથા અફઘાનિસ્તાનમાં યુદ્ધો લડયા હતા.  ...

બ્રિટનના નવા પ્રધાનમંત્રી અને બ્રેÂક્ઝટ અંગે સમીક્ષા

વર્ષ ૨૦૧૬માં યુરોપીયન સંઘમાંથી અલગ થવા અંગેની બ્રેÂક્ઝટ સમજૂતી બાબતે જનમત લેવાયો છે, ત્યારથી આજદિન સુધીમાં બ્રિટનમાં ઘણી રાજકીય ગતિવિધિ તથા વિવાદ જાવા મળ્યા છે.  પ્રધાનમંત્રી થેરેસા મેને બ્રેકઝિટ મુદ્દે નિષ્ફળતા મળ્યા બાદ તથા તેમણે પોતાના પક્ષના સાંસદોનું સમર્થન ગુમાવતાં, ગત ચોથી જુલાઈએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.  આના પગલે કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રધાનમંત્રી બનવા હોડ શરૂ થઈ હતી. આ અંગેના મતદાનમાં બોરીસ જાનસને , બ્રીટનના વિદેશમંત્રી જેરીમી હન્ટને ૪૦ હજારથી વધુ મતોથી પરાજય આપીને પ્રધાનમંત્રી પદ મેળવવાની સ્પર્ધા જીતી હતી.  આ જીત પછી શ્રી જાનસને જણાવ્યું હતું કે, આગામી ૩૧મી ઓક્ટોબર સુધી બ્રેકઝિટ અંગે સફળતા મેળવવી તથા દેશને એક રાખવાની બાબતને તેઓ ટોચની અગ્રતા આપશે.  બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે યુરોપીયન સંઘના ૨૭ દેશોના વડાઓ સાથે મંત્રણા કરીને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો, તે શ્રી જાનસન સામેનો મુખ્ય પડકાર હશે.  શ્રી બોરીસ જાનસને, વચન આપ્યું છે કે, તેઓ યુરોપીયન સંઘ સાથે બ્રેકઝિટ મુદ્દે ફરીથી ચર્ચા કરીને, બ્રિટન માટે સારી તક...

ફરીવાર આંચકો આપતા ટ્રમ્પ

અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મંત્રણા દરમિયાન એવો દાવો કર્યો હતો કે, કાશ્મીર મુદ્દે દરમ્યાનગીરી કરી મધ્યસ્થી બનવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી. જા કે આ અર્ધસત્ય છે. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની ચર્ચાને ભારતે ઝીણવટભરી રીતે જાવી જાઈએ. અમેરિકાના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકાની કાશ્મીર મુદ્દે કોઈ ભૂમિકા નથી. કાશ્મીરની બાબત ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય બાબત છે. અમેરિકાના પ્રેસીડેન્ટના નિવેદનનો ભારતના વિદેશ બાબતોના મંત્રી ડાp.એસ.જયશંકરે જવાબ આપવા સ્પષ્ટરીતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસીડેન્ટને આવી કોઈ વિનંતી કરી નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃ ભવ્ય વિજય મેળવી સત્તા સંભાળ્યા બાદ જાપાનના ઓસાકામાં મળેલી જી-૨૦ શિખર પરિષદની સાથે સાથે અમેરિકાના પ્રેસીડેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી. યુએન જનરલ એસેમ્બલીની સાથે સાથે વોશિંગ્ટન ડીસીમાં બંને નેતાઓ મળે તેવી સંભાવના છે.  પ્રેસીડેન્ટ ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં દ્વિપક્ષી વાટાઘાટો માટે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. આમ ઉચ્ચકક...

ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવાના કરેલા પ્રયાસો અંગે સમીક્ષા

ભારત – ઉઝબેકીસ્તાનના સંયુક્ત કાર્યકારી જૂથની આઠમી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં આતંકવાદનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તી ઉપરાંત સરહદ પારના ત્રાસવાદનો સામનો કરવા બાબતે આ બેઠકમાં ભારત અને ઉઝબેકીસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આતંકવાદઓને મળતી આર્થિક સહાય રોકવી, આતંકવાદ માટે ઇન્ટરનેટના થતા ઉપયોગને રોકવો, અને વિદેશના આતંકવાદીઓનો સામનો કેવી રીતે કરવો, જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બન્ને દેશોના અધિકારીઓએ આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ, શાંધાઇ સહકાર સંસ્થા, મનીલોન્ડરીંગના દૂષણનો સામનો જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઇ હતી. ભારત શાંધાઇ સંગઠનનો વર્ષ ૨૦૧૭ થી સભ્ય છે. અને એસ.સી.ઓ. ની ૧૯ મી બેઠક કિર્ગીઝસ્તાનના બીશ્કાકમાં યોજાઇ હતી. બીશ્કાકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા એસ.સી.ઓ - પ્રાદેશિક આતંકવાદ વિરોધી એકમ - એસ.સી.ઓ – આર.એ.ટી.એસ. નો અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્ર ...

પાંચ ટ્રિલીયનનું અર્થતંત્ર બનવા તરફ ભારતની આગેકૂચ અંગે સમીક્ષા

ર૦૧૯ ના અંદાજપત્રમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ર૦ર૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલીયનનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટેના રોડમેપ પર ભાર મુકયો હતો. તેમણે નવી નીતીઓ ધરાવતી દાયકા માટેની વિઝનની જાહેરાત કરી હતી. જેમાં રોકાણ અને આર્થિક વિકાસ ઉપર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓના મજબુતીકરણ ડિજિટલ માળખાકીય સુવિધા દ્વારા નાણાંકીય સમાવેશ કર્તા પોષણ, મહિલા અને બાળકો માટે સારૂ આરોગ્ય, જળ વ્યવસ્થાપન, દરિયાઈ વિકાસ, અવકાશ કાર્યક્રમનું મજબુતીકરણ, અનાજ અને કઠોળ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા, મેક ઈન ઈÂન્ડયાનો વિકાસ, આયુષ્માન ભારત યોજનાનું મજબુતીકરણ જેવા પગલાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય આ વિકાસ પ્રક્રિયાનો ભાગ બનશે. ર૦ર૪ સુધીમાં પાંચ ટ્રીલીયનનું અર્થતંત્ર બનાવવા માટેના માળખાગત સુધારણાના સ્પષ્ટ યોજના બનાવામાં આવી છે. જા કે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર કાઉન્સીલના સભ્ય રથિન રોયે આવેલી ચેતવણી મુજબ ભારતનો વિકાસ મધ્યમ આવક ધરાવતા વર્ગ સુધી અટવાઈ ગયો છે જેના કારણે ભારત આ લક્ષ્યાંક હાંસલ ન કરી શકે તેવી...

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને ફરીવાર જામીન

લાહોરની પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા જેયુડી વડા હાફિઝ મોહંમદ સઈદ અને ત્રણ અન્યને પ્રી-એરેસ્ટ જામીન આપવાના સમાચારો ધ્યાન ખેંચી રહ્યા છે. આ કંઈ આશ્ચર્યજનક નથી ! જેયુડી વિરુદ્ધ તાલીમ માટે ગેરકાયદેસર રીતે જમીનનો ઉપયોગ કરવાના અને આતંકવાદીઓને નાણાંભંડોળ પૂરૂં પાડવા બાબત સંબંધી આ કેસ છે. જા કે, હમણાં અહેવાલ છે કે, પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા સઈદની ધરપકડ કરવામાં આવી છે અને તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલાયો છે. અગાઉ સઈદ તેના ભાઈ હાફિઝ મસૂદ અને અન્ય બે લશ્કર-એ-તોઈબાના સાથી સ્થાપકો અમીર હામજા અને મલિક ઝફરને ૩૧ ઓગસ્ટ સુધી પ્રત્યેકને પાકિસ્તાનના રૂપિયા ૫૦ હજારના બોન્ડ ઉપર વચગાળાના જામીન મંજૂર થયેલા છે. જેયુડી માટે નાણાં ભંડોળ એકઠું કરવા હામજા અને ઝફરને જવાબદાર ઠરાવાયા છે. એક વર્ષ અગાઉ માર્ચ-૨૦૧૮માં એવા બિનસત્તાવાર અહેવાલ હતા કે, હમજાએ લશ્કરે-એ- તોઈબાથી છેડો ફાડી તેણે પોતાનું જૈસે-એ-મનક્યાફા નામના નવા સંગઠનની રચના કરી હતી. જુલાઈના પ્રથમ સપ્તાહમાં નેશનલ એક્સન પ્લાન ફેબ્રુઆરી – ૨૦૧૯ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના નિર્દેશ અનુસાર પાકિસ્તાનની કાઉન્ટર ટેરરીઝમ ડિપાર્ટમે...

આઇ.સી.સી. ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯ હાંસલ કરતું ઇંગ્લેન્ડ

લોડર્સ ખાતે રવિવારે રમાયેલી રસાકસીભરી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર વિજય મેળવી યજમાન ઇંગ્લેન્ડે ૪૪ વર્ષ બાદ આઇ . સી . સી . ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કર્યો છે . સ્પર્ધામાં ઇંગ્લેન્ડના બેનસ્ટ્રોક્સે શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લેન્ડના વિજયમાં મોટું યોગદાન આવ્યું હતું . બંને ટીમે ૫૦ ઓવરમાં ૨૪૧ રન કરતા સ્પર્ધામાં બરાબરી થઇ હતી . ત્યારબાદ રમાયેલી સુપર ઓવરમાં ઇંગ્લેન્ડના બેન સ્ટ્રોક્સ અને જાસ બટલરે ૧૫ રન કરી ન્યુઝીલેન્ડ સામે ૧૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો . વળતા જવાબમાં ન્યુઝીલેન્ડના જીમી નિશામ અને માર્ટિન ગુપટીલે ૧૫ રન જ બનાવતા ફરી એકવાર બરાબરી થઇ હતી . પરંતુ મેચમાં ફટકારેલા ચોગ્ગાના આધારે ઇંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરી હતી . મેચ દરમિયાન ઇગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૨૨ ચોગ્ગા , જયારે ન્યુઝીલેન્ડની ટીમે ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા . ઇંગ્લેન્ડ તરફથી સૌ પ્રથમવાર વિશ્વકપ રમનાર જેફ્રા આર્ચરે છેલ્લા છ બોલ નિયંત્રિત રીતે નાખી ન્યુઝીલેન્ડના બેટસમેનને તેની સામે જાખમ લેવાની કોઇ તક આપી...