Skip to main content

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને ફરીવાર જામીન

લાહોરની પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા જેયુડી વડા હાફિઝ મોહંમદ સઈદ અને ત્રણ અન્યને પ્રી-એરેસ્ટ જામીન આપવાના સમાચારો ધ્યાન ખેંચી રહ્યા છે. આ કંઈ આશ્ચર્યજનક નથી ! જેયુડી વિરુદ્ધ તાલીમ માટે ગેરકાયદેસર રીતે જમીનનો ઉપયોગ કરવાના અને આતંકવાદીઓને નાણાંભંડોળ પૂરૂં પાડવા બાબત સંબંધી આ કેસ છે. જા કે, હમણાં અહેવાલ છે કે, પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા સઈદની ધરપકડ કરવામાં આવી છે અને તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલાયો છે. અગાઉ સઈદ તેના ભાઈ હાફિઝ મસૂદ અને અન્ય બે લશ્કર-એ-તોઈબાના સાથી સ્થાપકો અમીર હામજા અને મલિક ઝફરને ૩૧ ઓગસ્ટ સુધી પ્રત્યેકને પાકિસ્તાનના રૂપિયા ૫૦ હજારના બોન્ડ ઉપર વચગાળાના જામીન મંજૂર થયેલા છે. જેયુડી માટે નાણાં ભંડોળ એકઠું કરવા હામજા અને ઝફરને જવાબદાર ઠરાવાયા છે. એક વર્ષ અગાઉ માર્ચ-૨૦૧૮માં એવા બિનસત્તાવાર અહેવાલ હતા કે, હમજાએ લશ્કરે-એ- તોઈબાથી છેડો ફાડી તેણે પોતાનું જૈસે-એ-મનક્યાફા નામના નવા સંગઠનની રચના કરી હતી. જુલાઈના પ્રથમ સપ્તાહમાં નેશનલ એક્સન પ્લાન ફેબ્રુઆરી – ૨૦૧૯ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના નિર્દેશ અનુસાર પાકિસ્તાનની કાઉન્ટર ટેરરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જેયુડીના નેતાઓ વિરુદ્ધ લાહોર, ગુજરાનવાલા મુલ્તાન, ફૈસલાબાદ, સારગોધ પોલીસ સ્ટેશનોએ ૨૩ જેટલી એફઆઈઆર નોંધાઈ છે, જે ઉલ્લેખનીય બાબત છે. જેયુડી સંગઠનના ચાર ઉચ્ચ નેતાઓ સહિત હોદ્દેદારોને પકડવામાં આવ્યા હતા. મે મહિનામાં અન્ય સિનિયર નેતા મોહંમદ શાહબાઝ સહિત અબ્દુલ રહેમાન મક્કીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એનએસસીએ જેયુડી અને તેને દાન આપતી વીંગ ફલાહ – આઈ- ઈન્સાનિયત એફઆઈએફ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સીટીડીને જણાયું હતું કે, જેયુડી બિન નફાકારક સંગઠનો મારફતે જેવા કે એફઆઈએફ અન્ય ટ્રસ્ટો અલ અનફાલ ટ્રસ્ટ, દાવત-ઉલ-ઈરશાહ ટ્રસ્ટ અને મુઆર્ઝ બિન જબલ ટ્રસ્ટમાંથી નાણાં ભંડોળ એકત્ર કરીને આતંકવાદી સંગઠનોને પૂરૂં પાડવામાં કાર્યરત હતું. જેયુડીના ત્રણ ઉચ્ચ નેતાઓને લાહોરની એટીસી કોર્ટે જામીન મંજૂર કર્યા તે કાયદાનું સંરક્ષણ કરતી સંસ્થામાં આ આતંકવાદીઓને નાણાં પૂરૂં પાડવા કેસ ચલાવવા બાબતે ગંભીરતાનો અભાવ જાવા મળે છે. એટલું જ નહિં પાકિસ્તાનમાં સંસ્થાઓની સત્તાઓમાં પણ તફાવત જાવા મળે છે.

પાકિસ્તાન સરકાર આ પ્રથમવાર ઉપરછલ્લા પગલાં લીધા નથી. ૧૦ મહિના ઘરમાં નજરકેદ બાદ ૨૦૧૭ નવેમ્બરમાં લાહોર કોર્ટે હાફિઝ સઈદને છોડી મૂક્યો હતો. સઈદ સારી રીતે જાણે છે કે, રાજ્યની એજન્સીઓ તેને તથા તેના સંગઠનને ઓછામાં ઓછું નુકસાન કરશે. પાકિસ્તાન તેની વસ્તી ઉપર આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લઈ રહ્યું છે. તે બતાવવા ઉપર છલ્લા પ્રતિકાત્મક પગલાંઓની પ્રચાર માધ્યમો દ્વારા જારશોરથી પ્રચાર કરે છે.

વાસ્તવમાં પાકિસ્તાન માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ કેટલાક આવા પગલાં લઈ રહ્યું છે. ગયા મહિને અમેરિકાના ઓરલેન્ડોની સમીક્ષા બેઠકમાં ફાયનાÂન્શયલ એકશન ટાસ્ક ફોર્સ પાકિસ્તાન એક્શન પ્લાન આઈટેમના અમલ માટે જાન્યુઆરીમાં સમયમર્યાદા હતી તે ચૂકી ગયું હતું અને મે મહિનામાં પણ તે નિષ્ફળ રહ્યું છે, તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

એફ.એ.ટી.એફે પાકિસ્તાનને ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં તેની કાર્યયોજના ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જા પાકિસ્તાન દ્વારા એ નહીં કરવામાં આવે તો એફ.એ.ટી.એફે પાકિસ્તાનની સામે કડક પગલાં લેશે. જેમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવાનો પણ સમાવેશ થઈ શકશે.

એટલે જ પાકિસ્તાનને એ બતાવવું અનિવાર્ય છે કે, આતંકવાદને ભંડોળ પૂરૂં પાડવા અંગેની કાર્યવાહીનો પરિણામ અસરકારક , પ્રમાણસર અને નિરાશાજનક પ્રતિબંધો હોય છે. સઈના વકીલે કરેલી અરજીમાં એ સ્પષ્ટ થાય છે કે સઈદ અને અન્ય ૩ જણા સામેની ફરિયાદ ખોટી રીતે નોંધવામાં આવી હતી. સઈદના વકીલે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, સીટીડી દ્વારા સઈદ અને તેના સાથીઓને લશ્કર-એ-તોઈબાના સભ્ય બતાવવામાં આવ્યા હતા, જેના પર ૨૦૦૨માં જાન્યુઆરી મહિનામાં પ્રતિબંધ મૂકાયો હતો અને લાહોર વડી અદાલતના ૨૦૦૩ના ચૂકાદા પ્રમાણે સઈદે ડિસેમ્બર ૨૦૦૧માં જ આ આતંકી સંગઠન છોડ્યું હતું. એફ.એ.ટી.એફ.ના દબાણ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની આ અઠવાડિયાના અંતે યોજાનારી અમેરિકા મુલાકાતને ધ્યાનમાં લઈ પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે. અમેરિકા મુલાકાત દરમિયાન પાકિસ્તાન અમેરિકાને એવું બતાવવા ઈચ્છે છે કે, તેના ધરતી પરથી આતંકવાદને મળતા સહાય અંગેની અમેરિકાની ચિંતાઓને ઉકેલવા તે તૈયાર છે. પાકિસ્તાન રાષ્ટ્ર અને લશ્કર એ-તોઈબા જેવા આતંકી સંગઠનો વચ્ચેનું જાડાણ એટલું મજબૂત છે, જેના કારણે સરકાર હાફિઝ સઈદ જેવા વૈશ્વિક આંતકવાદીઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરી શક્તી નથી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...