પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યક્રમમાં ભારત અને રશિયા તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તરફ આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્લાદીવિસ્તોક ખાતે આગામી ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી પાંચમી પૂર્વીય આર્થિક મંચની વાર્ષિક અને ૨૦મી ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ભારત અને રશિયા વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઉર્જા આપવા અને સહકારમાં નવા ક્ષેત્રો ઉમેરવા અંગે હાલ નવી તકો શોધવામાં છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કરનાર સૌપ્રથમ દેશોમાં રશિયાનો સમાવેશ થાય છે. રશિયાએ આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવી હતી અને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના અભિગમને ટેકો જાહેર કર્યો હતો આ મહિનાની શરૂઆતમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોય લે વ્લાદીવિસ્તોકની મુલાકાત લીધી હતી અને રશિયાના પૂર્વીય છેવાડે આવેલા રાજ્યો અને ભારતીય રાજ્યો વચ્ચે ભાગીદારી વધારવા અંગે રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તુતનેવ સાથે ચર્ચા વિચારણા કરી હતી.. રશિયાના અતિ દૂરના પૂર્વીય રાજ્યો સાથે આર...