Skip to main content

જાપાન-દક્ષિણ કોરીયા વેપારી તણાવો

પૂર્વીય એશિયાના બે મહત્વના અર્થતંત્ર ગણાતા જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપારી તણાવો સર્જાયા છે. જાપાને રાષ્ટ્રીય સલામતીને અનુલક્ષીને હાઈ ટેક ઉદ્યોગોમાં વપરાતા હાઈડ્રોજન ફ્લુઓરિડ, ફ્લોરિનેટેડ પોલીમાઈડ અને ફોટો રેઝિસ જેવા ત્રણ રસાયણીક પદાર્થોની દક્ષિણ કોરિયાને થતી નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જાપાને આ રાસાયણિક પદાર્થોની વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પદાર્થોનો ઉપયોગ સૈન્ય કાર્યવાહીમાં પણ થઈ શકે છે. જાપાને દક્ષિણ

કોરિયા દ્વારા કરાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદના પ્રતિબંધોના અમલીકરણ તેમજ સંવેદનશીલ પદાર્થોની નિયંત્રિત વૈશ્વિક નિકાસ પદ્ધતિના પાલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જાપાને દક્ષિણ કોરિયાને તેના વિશ્વાસાહી વેપારી ભાગીદારીની વાઈટ યાદીમાંથી પણ કાઢી નાખ્યું છે અને જાપાન દ્વારા દક્ષિણ કોરિયામાં થતી ૧ હજાર ૧૦૦ જેટલી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની નિકાસ પર કડક ચકાસણી નિયમો લગાવ્યા છે. જા જાપાન દ્વારા આ પ્રતિબંધિત વેપારના પગલા શરૂ રહેશે તો વૈશ્વિક પુરવઠા સાંકળ ઉપર તેની પ્રતિકૂળ અસર થશે.

ટોચની દક્ષિમ કોરિયન કંપનીઓ જરૂરી રાસાયણિક પદાર્થો માટે જાપાન ઉપર નિર્ભર છે. જા કે હાલના પ્રતિબંધો હેઠળ જાપાનના નિકાસકારોને દક્ષિણ કોરિયાને નિકાસ કર્યા પહેલા પરવાનગી લેવી પડે છે, જે માટે વધુમાં વધુ ૯૦ દિવસ પણ લાગી શકે છે. દક્ષિણ કોરિયાની કંપનીઓને ઉત્પાદન ચાલુ રાખવા ભરી ચુકેલા રાસાયણિક પદાર્થોના જથ્થા ઉપર હાલ નિર્ભર છે. જા આ વર્તમાન તણાવો ઉકેલાશે નહિં તો સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ઉત્પાદન ઉપર તેની પ્રતિકૂળ અસર પડશે. દરમ્યાન દક્ષિણ કોરિયાએ પણ જાપાનને તેની વાઈટ લિસ્ટમાંથી કાઢી નાખ્યું છે. કોરિયા દ્વારા જાપાનને આંતરરાષ્ટ્રીય તત્વો મુજબ નિકાસ પ્રતિબંધોનું અમલ ન કર્યો હોય તેવાં દેશોની યાદીમાં નાખવામાં આવશે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાએ વિશ્વ વેપાર સંગઠન - ડબલ્યુટીઓ સમક્ષ તેનો દાવો રજુ કર્યો છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે.

જા આ બે દેશો વચ્ચેના તણાવ યથાવત્‌ રહેશે તો વ્યૂહાત્મક ચીજવસ્તુઓની સાંકળ પર પણ અસર થશે. દક્ષિણ કોરિયાએ તેનો આ વર્ષનાં અર્થતંત્રનો વિકાસ દરનો લક્ષ્યાંક ૨.૭ ટકાથી ઘટાડીને ૨.૪ ટકા કર્યો છે. દક્ષિણ કોરિયાની સરકારે સ્થાનિક ઉદ્યોગોમાં ૧.૬ અબજ અમેરિકી ડોલરની રોકાણ કરવાની યોજના બનાવી જેથી આ ઉદ્યોગો જાપાનના નિકાસ પ્રતિબંધોનો સામનો કરી શકશે. આ કંપનીઓ દ્વારા ચીન જેવા અન્ય દેશોમાંથી આયાત કરવા અંગેના વિકલ્પો ઉપર વિચારણા થઈ રહી છે.

દક્ષિણ કોરીયાએ દલીલ કરી છે કે, જાપાન તેના અર્થતંત્રને મહત્વ આપતું નથી, કારણ કે, તે ટોકીયો દ્વિપક્ષીય સંબંધોમાં કેટલાક મહત્વના ઐતિહાસિક મુદ્દાઓનું નિવારણ કરવામાં સક્ષમ નથી. વેપારમાં નિયંત્રણ લાદવાનું પગલું રાજકીય પ્રેરિત છે. અગાઉ ૨૦૧૮માં દક્ષિણ કોરીયાની સર્વોચ્ચ અદાલતે જાપાનની મીત્સુબીસી હેવી ઈન્ડસ્ટ્રીઝને કોલોનીયલ સમય દરમ્યાન મજૂરોને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેના કારણે તે ઈન્ડસ્ટ્રીઝની સંપત્તિ જપ્ત કરાઈ હતી. વધારામાં દક્ષિણ કોરીયામાં આવેલી બે અન્ય જાપાનની કંપનીઓ નીયોન સ્ટીલ કોર્પોરેશન અને નાચી-એફ-ફઝીકોશી કોર્પોરેશનની પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. દરમ્યાન જાપાન સરકારે જણાવ્યું કે, ૧૯૬૫ના કરાર હેઠળ આ બધા દાવાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને હવે બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ અર્થતંત્રના કાર્યક્ષેત્રની ઉપર છે અને તેની અસર પૂર્વ એશિયામાં પારંપરિક અમેરિકાના બે સાથીઓની સુરક્ષા સંબંધિત બાબતો ઉપર પડી છે.

દક્ષિણ કોરીયાએ જાપાન સાથે મિલિટરી ઈન્ફોર્મેશન સમજૂતી કરાર હેઠળની જનરલ સિક્યુરિટીને સસ્પેન્ડ કરી છે. સીયોલ ટોકિયો સાથે માહિતીની આપ-લે કરવામાં મુશ્કેલી અનુભવતું હતું. ટોકિયોએ સીયોલના સંવેદનશીલ બાબતોમાં વ્યવસ્થાપન અંગે શંકાઓ વ્યક્ત કરી હતી. આ સમજૂતી કરારનો હેતુ અમેરિકાના આ બંને સાથી દેશો વચ્ચે માહિતીની આપ-લે ઝડપી બનાવવાનો હતો. આ ઉપરાંત ઉત્તર કોરિયાના પરમાણુના ખતરાને સારી રીતે નિપટાવવા બંને દેશો વચ્ચે સુરક્ષા બાબતો અંગે સહકાર વધારવાનો પણ હતો. આ સમજૂતી કરાર પહેલા જાપાન અને દક્ષિણ કોરિયા અમેરિકા દ્વારા માહિતીની આપ-લે કરતા હતા. આ બંને દેશોએ રાજકીય ઈચ્છા શÂક્ત દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોમાં બાકી રહેલા મુદ્દાઓનો નિકાલ લાવવાની આવશ્યકતા છે. હાલના જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચેના વેપાર તણાવનો નિવેડો લાવવા વિશ્વાસ ઉભો કરવાની જરૂરિયાત છે. અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરની અસર અર્થતંત્ર પર પડી રહી છે, તેવા સમયે વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે. જાપાન અને દક્ષિણ કોરીયા બંને દેશો ભારત માટે વ્યૂહાત્મક ભાગીદાર છે અને ભારતની એક્ટ ઈસ્ટ પોલીસી માટે મહત્વની છે. વેપાર-તણાવ હળવો કરવો એ મુક્ત વેપાર અને ખુલ્લા બજારના વ્યવસાય માટે મહત્વનું છે.

લેખક – ડૉ.તિતલી બાસુ, પૂર્વ અને દક્ષિણ પૂર્વીય બાબતોના યોજનાબદ્ધ વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...