પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અંગેની વિડિયો કોન્ફરન્સને સંબોધી હતી, ભારતીય સંરક્ષણ ઉત્પાદકોની સોસાયટી અને ફિક્કી દ્વારા સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, સંરક્ષણ ક્ષેત્રેના સાધનો બાબતે દેશને આત્મનિર્ભર બનાવવાનું મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્રના સહકારથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવું અને આ ક્ષેત્રે નવી ટેક્નોલોજીનો ઉપયગો કરવો જરૂરી છે, સંરક્ષણમંત્રી રાજનાથ સિહં અને તેમની ટીમના બધા જ સભ્યોએ સતત કરેલા પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રોના ઘરઆંગણે ઉત્પાદનને ટૂંક સમયમાં વેગ મળશે. ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણી પાસે શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધવાની તક હતી, પણ આ દિશામાં ગંભીર પ્રયાસો થયા નથી, તેમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ તેમની સરકાર દ્વારા શસ્ત્ર નિકાસની પ્રક્રિયા સરળ બનાવવી, લાયસન્સની પ્રક્રિય...