Skip to main content

ભારત અને બાંગ્લાદેશનાગાઢ બનતા સંબંધો અંગે સમીક્ષા

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા બે દિવસની ઢાકાની મુલાકાતે ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પ્રધાનમંત્રી શેખ હસીનાને આપ્યો હતો. ભારતીય વિદેશ સચિવનું શેખ હસીના દ્વારા વ્યક્તિગતરૂપે સ્વાગત કરાયું હતું. કોવિડ-19 મહામારી દરમિયાન મહિનાઓ બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રથમવાર વિદેશી મહાનુભાવ તરીકે વિદેશ સચિવનું સ્વાગત કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં નવી દિલ્હી અને ઢાકા વચ્ચે દ્વિપક્ષીય વર્સ્યુયલ બેઠક યોજાઈ હતી. આ મહામારીના કારણે દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાને વ્યાપક અસર થઈ છે. તે જોતાં આ મુલાકાત મહત્વપૂર્ણ ગણી શકાય. વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમેન, વિદેશ રાજ્યમંત્રી શહેરીઅર આલમ અને તેમના સમકક્ષ વિદેશ સચિવ મસૂદ બિન મોમેન સાથે પણ મુલાકાત યોજી હતી. 

એક કલાક લાંબી ચાલેલી મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ સચિવ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી વચ્ચે બંને દેશો વચ્ચેના સંપર્કના માર્ગો અને ઉપાયો પુનઃ શરૂ કરવા કોવીડ-૧૯ ની રસીને વિકસાવવા પરસ્પર સહયોગ અને સંયુકત પણે ચાલુ મુજાબ બોર્શો ની ઉજવણીના સમાપન અંગે ચર્ચા વિચારણા થઇ હતી. બંને દેશો વચ્ચે કોવીડ-૧૯ રોગચાળા બાદ ઉભા થનારા આર્થિક પડકરો અને વ્યુહ રચના અંગે પણ વિચાર વિમર્શ થયો હતો. ભારતે સંયુકત સલાહકાર પરીષદ પુનઃ પ્રારંભ કરવાનો પ્રસ્તાવ મુકયો હતો, જે વિદેશ મંત્રી સ્તરે, બાંગ્લાદેશમાં વિવિધ ભારતીય ભંડોળ પુરૂ પાડતી પરીયોજનાઓની દેખરેખ કરે છે તેમજ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય મુદ્રા પર પણ ચર્ચા કરે છે. ભારતે આ પ્રક્રિયા ફરી શરૂ કરવ વર્ચ્યુઅલ મીટીંગનો પ્રસ્તાવ ફેબ્રુઆરીમાં મળ્યો હતો. ભારતે બંને દેશો વચ્ચે એર બબલ બનાવવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને ભારતમાં તબીબી સારવારની ઇચ્છા રાખનારાઓ માટે મુલાકાતો સરળ બની રહે. આપને યાદ અપાવીએ કે ભારતમાં તબીબી સારવાર માટે અન્ય દેશોના નાગરીકો આવે છે જેમાં બાંગ્લાદેશ મોખરે છે. બાંગ્લાદેશે પણ તેમના દેશમાં કોરોના વાયરસની ભારતીય રસીના પરીક્ષણ અંગે ચર્ચા કરી હતી. બાંગ્લાદેશ પણ આ કોવીડ-૧૯ મહામારી સામે લડવાના પ્રયાસો અંગે વિશ્વના અન્ય દેશો સાથે ચર્ચા કરે છે.

જુલાઇ માસમાં ભારતે, બાંગ્લાદેશ સાથેના વ્યાપારીક સંબંધો સામાન્ય બને તે માટે અનેક પગલાં લીધા હતા, જેને કોવીડ-૧૯ ના કારણે અસર પહોંચી હતી. કોરોના મહામારીના કારણે બે મહિનાથી વધુ સમયથી સરહદ પારના વ્યાપારીક સંબંધો ખોરવાયા હતા. જે જુન માસમાં પુનઃ શરૂ થયા હતા. ભારતે તેના અનુદાન સહાય કાર્યક્રમ હેઠળ દસ ડીઝલ બોકોટોટીવ્સ બાંગ્લાદેશને સોપ્યા હતા. જુલાઇ માસમાં બંને દેશો વચ્ચે સંબંધો સુધર્યા હતા. કોલકત્તાથી અગરતલા અન ેકરીમગંજ વાઘા ચિત્રગોંગ બંદરના પ્રથમ કન્ટેનર જણજની દરીયાઇ મુસાફરી, જે પપ વર્ષો અગાઉ બંધ થઇ હતી. તે મોટા માલવાહક જહાજમાં સ્ટીલની પટૃીઓ અને કઠોળના સામાન સાથે ચાલુ થઇ હતી.

પ્રથમવાર ઇલેકટ્રોનીક રીતે સીલ કરેલુ સરચા અને કાપડ સાથેનું રેક આંધ્રપ્રદેશના ગુંટુરથી બાંગ્લાદેશના બેનાપોલ રવાના થયું હતું. ઢાકાની એક મોટી ચિંતા બાંગ્લાદેશના રોહિગ્યા શરણાર્થીઓની હાજરી છે. આ વિસ્થાપિતોની હાજરીના કારણે બાંગ્લાદેશ પ્રાદેશિક સુરક્ષા પર ભાર મુકતા, ભારતનું ધ્યાન દોર્યુ છે. 

બાંગ્લાદેશે ભારતને વિનંતી કરી છે કે તે પોતાના સારા સંબંધોનો ઉપયોગ કરી મ્યાનમારને રોહિંગ્યા શરણાર્થીઓને પરત બોલાવવા આગ્રહ કરે. ભારતે બાંગ્લાદેશને સહયોગ આપતા, મ્યાનમારને રોહિંગ્યા શરણાર્થીને પાછા બોલાવવા કહયું છે. ભારત પણ રોહિંગ્યા શરણાર્થીઓને માનભેર વ્હેલામાં વહેલી તકે તેમના સ્વદેશ પરત મોકલવા તૈયાર છે. ભારતે તેમની સુવિધા માટે રપ૦ રહેણાંક, મ્યાનમાર સાથેના સમજુતી કરારના ભાગરૂપે તૈયાર કર્યા છે. ઓપરેશન ઇન્સાનિયત હેઠળ ભારતે, બાંગ્લાદેશમાં શરણાર્થી કેમ્પમાં રહેતા રોહિંગ્યા માટે સહાય પુરી પાડી છે.

જે આશ્ચર્ય નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બને દેશો વચ્ચેના સંબંધોને સોનેરી અધ્યાય તરીકે ઓળખાય છે અને વિદેશ મંત્રી ડોકટર અમે. જયશંકરે આ પ્રદેશામાં રોલ મોડેલ તરીકેનું નામ આપ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે.અબ્દુલ મોમેને પણ ભારત અને મ્યાનમારના સંબંધોને ઐતિહાસીક મજબુત અને અંગત ગણાવ્યા છે. વિદેશ સચિવની કોવીડ-૧૯ મહામારી વચ્ચેની બાંગ્લાદેશની મુલાકાત દ્વિપક્ષી સંબંધોને વધુ ગાઢ બનાવે છે.




રૂપલ જાની – રમેશ પરમાર – મુકેશ પરમાર



લેખિકા – ડો.શ્રુતિ પટ્ટનાયક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...