જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોના વડાઓની શિખર પરીષદ વખતે, બ્રીકસ સંગઠનના – બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વડાઓની બેઠક પણ ઓસાકામાં યોજાઇ ગઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝીલના વડા જે. બોલસેનારો, રશિયાના વ્લાદિમીર પુતીન, ચીનના – શી જીનપીંગ તથા દક્ષિણ આફ્રિકાના સીરીલ રામફોસાએ, જી – વીસ સંગઠનની શીખર પરિષદનું આયોજન કરવા તથા આ બેઠકમાં વેપાર, નવકલ્પના જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા માટે જાપાનને અભિનંદન આપ્યા હતા. બ્રીકસના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વનો આર્થિક વિકાસ દર ધીરે ધીરે Âસ્થર થઇ રહ્યો છે જાકે આગામી ૨૦૨૦ સુધીમાં તે વધશે. જાકે રાજકીય તથા ભૌગોલીક ક્ષેત્રે વધતા જતા તનાવો ચીજ વસ્તુઓની કિંમતમાં થતી અસાધારણ વધ-ઘટ અસમાનતા જેવા વિવિધ કારણોસર આર્થિક વિકાસ દર મજબૂત બનાવવો એ પડકાર છે. બ્રીક્સ સંગઠને આંતરરાષ્ટ્રીય વેપારમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે અનુકૂળ આર્થિક વાતાવરણની તરફેણ કરી છે. છેલ્લા દસકામાં બ્રીક્સ સંગઠનના દેશો વૈશ્વિક વિકાસના મુખ્ય ચાલકબળ રહ્યા છે. તેઓ વિશ્વના ઉત્પાદન ક્ષેત્રે ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે. માળખાકીય સુધારા જા યથાવત રખાશે તો બ્રિકસના વિ...