Skip to main content

દેશનો વિકાસદર વધારવા સરકારનો લક્ષ્યાંક

વ્યાપક જનાદેશ સાથે સતત બીજીવાર કેન્દ્રમાં સત્તામાં આવેલી રાષ્ટ્રીય લોકશાહી દળ (એનડીએ) સરકાર હવે રોજગાર નિર્માણ અને નાગરિકોનું જીવનમાન સુધારવાના લક્ષ્યાંક સાથે ભારતીય અર્થતંત્રને વિકાસપથ લઈ જવા સજ્જ બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની સરકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાપક સુધારા હાથ ધરશે. નીતિ આયોગ દ્વારા યોજાયેલા અર્થશા†ીઓ તેમજ તજજ્ઞો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી સીધું મુડીરોકાણ (એફ.ડી.આઈ.)ને આકર્ષવા ભારતીય અર્થતંત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ભાર મુક્યો હતો.

શ્રમ અને રોજગાર, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયેલી આ બેઠક કેન્દ્ર સરકારના પાંચમી જુલાઈએ રજુ થનારા વાર્ષિક અંદાજપત્ર પહેલા યોજાઈ ગઈ હતી એટલે એ વિશેષ મહત્વ ધરાવે છે.

ઉલ્લેખનિય છે કે, રોજગાર, કૃષિ અને જળસંશોધન, નિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવતર પહલો અને સૂચન કરવા નિષ્ણાતોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય હેતુ અર્થતંત્રનો વિકાસ દર વધારવા અને રોજગારની તકો નિર્માણ કરવા માટે એક અસરકારક કાર્યયોજના બનાવવાના છે. ઉલ્લેખનિય છે કે, પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશના અર્થતંત્રને વિકાસવાનો મોટો પડકાર શ્રી મોદી સામે હતો. સરકારે વિકાસદર વધારવા કેટલાક જરૂરી પગલાં લઈ ભારતીય અર્થતંત્રનો વિશ્વનું ઝડપી વિકસી રહેલું અર્થતંત્ર બનવાનો માર્ગ સરળ બનાવ્યો હતો.

હવે ફરી એકકવાર એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે તેની સામે વિકાસદર જાળવી રાખવાનો પડકાર છે, જેમાં બેરોજગારી સાથે સંકળાયેલા અને માગણી ઉભી કરવાના પડકારોનો સમાવેશ થાય છે. હવે આવતા જુલાઈમાં રજુ થનારા વાર્ષિક અંદાજપત્રમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે રોકાણ અને વપરાશ વધારવા માટે નવી યોજના જાહેર થશે, તેવી મહત્વકાંક્ષી અપેક્ષા છે. સરકાર માટે બેંકોની Âસ્થતિ એ મુખ્ય લક્ષ્યાંક છે અને અગાઉના કાર્યકાળ દરમ્યાન બેંકોની પ્રવાહિતા નાદારી કોડ (આઈબીસી) જેવા વિવિધ મુદ્દે અમલીકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા, જેથી બેંકોની નાણાંકીય Âસ્થતિ જાણી શકાય. ખરેખર પ્રોત્સાહક પરિણામો મળ્યા છે અને નવા નાણામંત્રીને બેંકોની મજબૂત Âસ્થતિ સહિત ધિરાણનીતિઓ અંગે વધુ આશા અપેક્ષિત છે.

જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ Âસ્થતિનિે ટકાવી રાખવા દેશની અર્થવ્યવસ્થામાં ૭ ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે, ત્યારે કેન્દ્ર સરકાર મંદી કરતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિદર વધે તેવા પગલાં લેવા વિચારે છે. નિષ્ણાતોના સૂચન છે કે, સરકારને બીજી પેઢીના આર્થિક સુધારા સાથે આગળ વધવું પડશે, તે ચાલુ પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટને આગળ વધારશે. જીએસટીને વધુ સરળ બનાવશે, ઉદ્યોગોને અપાતા ધિરાણ સરળ બનાવાશે, આયાત જકાત ઘટાડાશે અને અમેરિકા ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધનો લાભ લઈ નિકાસની તકો વધારાશે.

એવું માનવામાં આવે છે કે, જા સરકાર ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થા સાથે મૂકી સારી છબી ઉપસાવવા ઈચ્છે છે તો તેણે નવીનત્તમ સુધારા કરવા પડશે. ૧૯૯૧માં ભારતના આર્થિક સુધારા દરમ્યાન ઉત્પાદનોને ખુલ્લા બજારોમાં મૂકી સ્પર્ધામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

સુધારાના આગળના તબક્કામાં જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં સુધી આ ક્ષેત્રે સુધારાના દેખાય ત્યાં સુધી સરકારના પ્રયાસો ચાલુ રહેશે. ભારતીય ઉત્પાદન અને સેવાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોવાનું સંભવ છે.

નિષ્ણાતો જણાવે છે કે, જમીન બજાર ખુલ્લા નહીં થાય ત્યાં સુધી ભારતીય ઉત્પાદકકો વૈશ્વિક સ્તર સુધી પહોંચી શકશે નહીં, આથી શ્રમ બજારમાં સુગમતા રહેશે. વધુ લોકોને સઘન ઉત્પાદન અને રોજગારી માટે માર્ગ મોકળો થશે અને રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ થશે.

લેખક–આદિત્ય રાજ દાસ, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...