Skip to main content

Posts

Showing posts from October, 2020

ભારત અમેરિકા વચ્ચેનો 2+2 સંવાદ અંગે સમીક્ષા

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અ સંરક્ષણમંત્રીઓ વચ્ચે યોજાયેલી ત્રીજી 2+2 મંત્રણા બંને દેશોના વ્યૂહાત્મક સહયોગ માટેની અત્યંત મહત્વપૂર્ણ બાબત ગણી શકાય. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના થોડા દ દિવસ અગાઉ અને કોવિડ-19 મહામારીની સામે જ્યારે બંને દેશો લડત આપી રહ્યા છે તે સમયગાળામાં વિવિધ મુદ્દે યોજાયેલ સંવાદ મહત્વપૂર્ણ છે. હસ્તાક્ષર કરાયેલા મુખ્ય કરારમાં બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ એટલે કે BECA મહત્વપૂર્ણ છે. બંને દેશોએ ભારત – પ્રશાંત પ્રદેશમાં લથડતી જતી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા પગલાં ભરવા ચર્ચા કરી હતી. ભારત અને અમેરિકા બંને સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશો હાલ વિશ્વમાં કોવિડ મહામારીના સૌથી વધુ દર્દીઓ ધરાવે છે તેમજ આરોગ્ય ક્ષેત્ર સહિત આર્થિક ક્ષેત્રે પણ ભારે મંદીનો સામનો કરવા શક્ય તમામ પગલાં લઈ રહ્યા છે. જ્યારે ચીન તેના પાડોશી દેશોની જમીન અને દરિયાઈ વિસ્તારને પડાવી લેવા વ્યવસ્થિત આયોજનપૂર્વક પોતાની શક્તિ અને પ્રભાવ દર્શાવવા પ્રયાસશીલ છે. ભારતન...

નાણાંકીય કાર્યવાહી દળે પાકિસ્તાને શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રાખ્યું

નાણાંકીય કાર્યવાહી દળ FATFની ગયા અઠવાડિયે મળેલી સમાપન બેઠકે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2021 સુધી શંકાસ્પદ દેશોની યાદીમાં ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રસંઘે જાહેર કરેલા વ્યક્તિગત આતંકવાદ અને આતંકવાદી સંગઠનો સામે સર્વગ્રાહી પગલા લેવામાં પાકિસ્તાનની સતત નિષ્ફળતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકવાદી સંગઠનો સાથે તેનો વર્ષો જુનું જોડાણ કાપી નાખવા પાકિસ્તાન હજી પણ આનાકાની કરી રહ્યું છે. તે જ રીતે આવા સંગઠનોને પુરા પડાતા નાણાં અને તેમની હિમાયત કરતા લોકો પર અસરકારક નિયંત્રણ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે, તેના કારણે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મુક્તપણે કામગીરી કરી રહ્યા છે અને તેમને આસરો પણ મળી રહ્યો છે. પાકિસ્તાનની આ નિષ્ફળતાના કારણે આવા સંગઠનોનું માળખું વિસ્તારવાની સાથે કાળા નાણાં પણ તેમને મળી રહ્યા છે. પેરીસ સ્થિત FATFની ઓનલાઈન સમાપન બેઠકના અંતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અગાઉ પાકિસ્તાન સમક્ષ યાદીમાંથી બહાર નિકળવા માટે 27 શરતો મુકી હતી, જેમાંથી પાકિસ્તાન 21 જ પુરી કરી શક્યું છે. પરિણામે તે તેની છાપ વધુ સુધારે નહી...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...

લોકોની લોકશાહી તરફી ચળવળ અને FATFના લીધે ભીંસમાં મુકાયેલ પાકિસ્તાન સરકાર અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડપણ હેઠળની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈ સરકાર ભીંસમાં મુકાઈ છે. એક તરફ આતંકવાદીઓને મળતી આર્થિક સહાય ઉપર નજર રાખતી FATF સંસ્થાએ પાકિસ્તાને આપેલી પ્રતિબદ્ધતાઓનો અમલ કર્યો ન હોવાથી તેને ગ્રે લીસ્ટ એટલે કે સંદીગ્ધ દેશોની યાદીમાં મુકવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં રાજકીય તાપમાન ઊંચે થઈ રહ્યું છે, કારણ કે વિપક્ષોએ પાકિસ્તાન લોકતાંત્રિક ચળવળ-પીડીએમના નવા મોરચા હેઠળ પાકિસ્તાન સરકાર સામે સાથે મળીને વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. પીડીએમ મોરચાએ અત્યાર સુધીમાં પાકિસ્તાન સરકાર સામે કરાંચી અને ગુજરાનવાલા ખાતે સફળતાપૂર્વક રેલી યોજી છે. ઈમરાન સરકારે FATFના નિર્દેશનું પાલન કરવા શ્રેણીબદ્ધ વિધેયકો રજૂ કર્યા છે અને કાયદાઓ બનાવવાની શરૂઆત કરી છે. જોકે વિપક્ષોએ નેશનલ એસેમ્બલીમાં આ બીલોને અવરોધ્યા છે, જેમાં આતંકવાદ વિરોધીધારો સુધારા વિધેયક, મનીલોન્ડરિંગ વિરોધી સુધારા વિધેયક અને ઈસ્લામાબાદ પાટનગર વિસ્તાર વકફ મિલકત વિધેયક ગત 16મી સપ્ટેમ્બરે વિપક્ષના વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યા છે. વિપક્ષોએ FATF સાથે સંકળાયેલા વિધેયકોનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વ...

ભારત અને મોરક્કોના સઘન બનતા સંબંધો અંગે સમીક્ષા

ભારત અને મોરક્કોના સંબંધો 14મી સદીથી સ્થપાયા હતા. તે સમયમાં જાણીતા પ્રવાસી અને લેખક ઇબ્ન બુતાતાએ ભારતની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઇતિહાસની વાત કરીએ તો ભારતે શરૂઆતથી જ રાષ્ટ્રસંઘમાં મોરક્કોની આઝાદીની લડતને સમર્થન આપ્યું હતું.  એટલું જ નહીં પણ 20મી જૂન 1956માં મોરક્કો આઝાદ થયું ત્યારે ભારતે તેને માન્યતા પણ આપી હતી.  વર્ષ 1957થી ભારત અને મોરક્કો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત અને મોરક્કો વચ્ચેના સંબંધો સૌહાર્દવાળા, અને મિત્રતાપૂર્ણ રહ્યા છે. એટલું જ નહીં પણ દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસતા રહ્યા છે.  વર્ષ 1967માં ભારતના તે વખતના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેને મોરક્કોની મુલાકાત લીધી હતી.  રાજા મહંમદ છઠ્ઠાએ વર્ષ 1983માં તેઓ ક્રાઉન પ્રિન્સ હતા, ત્યારે ભારતમાં યોજાયેલ બિન જોડાણવાદી દેશોના સંગઠન નામની તે વર્ષે યોજાયેલી શિખર બેઠકમાં હાજરી આપી હતી.  ત્યારબાદ મોરક્કોના રાજા બન્યા બાદ પણ વર્ષ 2001 અને 2005માં તેમણે ભારતની મુલાકાત લીધી હતી.  રાજા મહંમદે 25 ઓક્ટોબરથી ચોથી નવેમ્બર 2015 દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ત્રીજી ભારત - આફ્રિકા મંચન...

પાકિસ્તાનને શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત રાખવા આવે તેવી સંભાવના

પાકિસ્તાન ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડનારા દેશો પર દેખરેખ રાખતાં વૈશ્વિક સંસ્થા એફએટીએફની શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર નીકળવાનો વિશ્વાસ બતાવી રહ્યું છે. પેરિસ સ્થિત આ સંસ્થાની બેઠક આ અઠવાડિયે મળવાની છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ થોડા સમય પહેલાં દુનિયા સમક્ષ આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી કુરેશીએ તાજેતરમાં મુલતાનમાં એક સભામાં કહ્યું હતું કે, પાકિસ્તાને ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડવાની બાબતમાં એફએટીએફ દ્વારા મુકવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યું હોવાથી તે બહુ જલદી શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર આવી જશે. કુરેશીએ તુર્કી, મલેશિયા અને સાઉદી અરેબિયાના વિદેશમંત્રીઓ સાથે વારંવાર ટેલિફોન પર વાત કરીને તેમને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, પાકિસ્તાને ત્રાસવાદને રોકવા જરૂરી પગલાં લીધા છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે પણ દાવો કર્યો છે કે, આ બાબતે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જોકે, આ ખાતરીઓ હકીકતને છાની રાખી શકતી નથી. ખરેખર તો પાકિસ્તાન પોલા દાવા જ કરતું આવ્યું છે. આ દાવાઓ એફએટીએફની આવશ્યકતાઓને પૂરી કરવા શું પુરતા છે? દુનિયાના સ્વતંત્ર નિરીક્ષકોએ નિર્દેશ કર્યો છે કે, હજી તેણે ઘણું...

ભારત અને મ્યાનમારના મજબૂત બનતા સંબંધો અંગે સમીક્ષા

ભારતે અપનાવેલી પાડોશી દેશો પહેલાં તેમજ પૂર્વના દેશો તરફની નીતિના આધારે ભારત મ્યાનમાર સરકારના ટોચના અધિકારીઓ અને સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધોને અગ્રતા આપી રહ્યું છે. આના ભાગરૂપે જ આર્થિક અને સલામતી બાબતોના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિ છતાં લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મ્યાનમારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોએ તાજેતરના વર્ષોમાં બંધાયેલા અને મજબૂત બનતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડી હતી. બંને દેશોએ આર્થિક અને સલામતી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે પ્રાદેશિક સ્તરે ઉપયોગી આશિયાન અને બીમસ્ટેક જેવા સંગઠનોમાં સહકાર વધારવાની શરૂઆત કરી છે.  ભારત અને મ્યાનમાર બંને દેશો આતંકવાદની સમસ્યાથી પીડાય છે. એ બાબત ધ્યાનમાં લેતાં વિદેશ સચિવની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે. મ્યાનમારના અગ્રણીઓએ પણ ભારતના અધિકારીઓની આ મુલાકાતને મહત્વ આપ્યું હતું. મ્યાનમારના કાઉન્સિલર ડો આંગ સાન સૂકી, અને સલામતી સેવાના વડા જનરલ મીન ઓન્ગ હેલિંગે ભારતથી આવેલા બંને અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સં...

વૈભવ સમિટ – 2020

વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટ – 2020ની વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે વર્ચ્યુઅલ શરૂઆત થઈ. જેમાં 55 દેશોના ત્રણ હજાર જેટલાં વિદેશી, ભારતીય મૂળના બૌદ્ધિકો, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. અંદાજે 10 હજાર ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને વિદ્યાર્થીઓ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા શિક્ષણનો પાયો મજબૂત બનાવવા, વિદેશમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, તથા સંશોધિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક મંચ ઉપર લાવીને ચર્ચા કરવીએ વૈભવ સંમેલનનો મુખ્ય હેતુ છે. 31મી ઓક્ટોબર સુધી ચાલનાર વૈભવ સમિટનું આયોજન 200 જેટલી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, અને એસએન્ડટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 40 દેશોના 700 જેટલા વિદેશી વક્તા અને જાણીતા ભારતીય શિક્ષણવિદો 213 ચર્ચા સત્રોમાં 80થી વધુ વિષયો પર સઘન વિચાર વિમર્શ કરશે. 28મી ઓક્ટોબરથી પરિણામો એકીકરણ કર્યા બાદ ત્રીજી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન તેના પર ચર્ચા કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરના રોજ સમિટનું સમાપન થશે. આ એક નવી પહેલ છે જેમાં વિદેશી નિષ્ણાંતો અને ભારતીય સમકક્ષ વચ્ચે એક મહિના સુધી વિવિધ શ્રેણીમાં ...

અહિંસાના દૂત મહાત્મા ગાંધી અંગે સમીક્ષા

વર્ષ 2007થી સંયુક્ત રાષ્ટ્રસંઘે બીજી ઓક્ટોબરે આવતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ગાંધીજીએ શાંતિ અને અહિંસા માટે આપેલા યોગદાન માટે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવા સક્ષમ છીએ. આ બે મુદ્દાઓ વચ્ચેનું અંતર મહાત્મા ગાંધી આપણને શીખવે છે. આંતરરાષ્ટ્રીય અહિંસા દિને હું દરેકને વિનંતી કરૂ છું કે, વ્યક્તિ વચ્ચેની ખાઈ દૂર કરવા અને આપણાં સારાં ભવિષ્યના નિર્માણ કરવા પ્રયાસો કરવા જોઈએ. રાષ્ટ્રસંઘના ઠરાવ મુજબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિને શિક્ષણ અને લોકજાગૃતી વડે અહિંસાનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવો જરૂરી છે. આ ઠરાવ અહિંસાની પ્રસ્તુતતાનો જ સ્વીકાર કરે છે તથા શાંતિ, સહિષ્ણુતા, સમજણ અને અહિંસાની સંસ્કૃતિ વિકસાવવા ઉપર ભાર મૂકે છે. મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે લડત આપનાર અગ્રણીઓ માટે ગાંધીજીના વિચારો અને આદર્શો આજે પણ પ્રેરણા આપે છે. ગયા વર્ષે ન્યૂયોર્કે ટાઇમ્સે અહિંસા દિને પ્રકાશિત કરેલા લેખમાં નેલ્સન મંડેલાએ, મહાત્મા ગાંધીજીન...

ભારત અને ડેન્માર્કના વ્યૂહાત્મક સંબંધો અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડ્રીક્સને દ્વિપક્ષીય સંબંધો અંગે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાતચીત કરી હતી. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને અર્થતંત્ર ઉપર તેની થયેલી અસરને ધ્યાનમાં લઈને બંને અગ્રણીઓએ પુરવઠા માટે કોઈપણ એક સ્રોત ઉપર આધાર ન રાખતા વૈશ્વિક પુરવઠા માટે વિવિધ શ્રેણીઓનું નિર્માણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને આ પ્રકારનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને ડેન્માર્ક વચ્ચે વર્ષોથી સારા સંબંધો છે. વર્ષ 2008-2009 માં તે વખતના ડેન્માર્કના પ્રધાનમંત્રી આન્દ્રેસ રસમુસેને ભારતની મુલાકાત લીધી હતી. જોકે વર્ષ 2010થી 2016 સુધીમાં પુરૂલિયા શસ્ત્ર કેસમાં ડેન્માર્કના નાગરિક કિમ ડેવિના પ્રત્યાર્પણના મુદ્દે ભારત અને ડેન્માર્કના સંબંધો થોડા તણાવપૂર્ણ બન્યા હતા. વર્ષ 2016 ના અંતમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં સ્ટોકહોમ ખાતે યોજાયેલી નોર્ડીક બેઠક વખતે ડેન્માર્કના પ્રધાનમંત્રી રસમુસેન સાથે વાતચીત કરી હતી. વર્ષ 2019માં ગાંધીનગ...