Skip to main content

અહિંસાના દૂત મહાત્મા ગાંધી અંગે સમીક્ષા

વર્ષ 2007થી સંયુક્ત રાષ્ટ્રસંઘે બીજી ઓક્ટોબરે આવતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ગાંધીજીએ શાંતિ અને અહિંસા માટે આપેલા યોગદાન માટે ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવા સક્ષમ છીએ. આ બે મુદ્દાઓ વચ્ચેનું અંતર મહાત્મા ગાંધી આપણને શીખવે છે.

આંતરરાષ્ટ્રીય અહિંસા દિને હું દરેકને વિનંતી કરૂ છું કે, વ્યક્તિ વચ્ચેની ખાઈ દૂર કરવા અને આપણાં સારાં ભવિષ્યના નિર્માણ કરવા પ્રયાસો કરવા જોઈએ.

રાષ્ટ્રસંઘના ઠરાવ મુજબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિને શિક્ષણ અને લોકજાગૃતી વડે અહિંસાનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.

આ ઠરાવ અહિંસાની પ્રસ્તુતતાનો જ સ્વીકાર કરે છે તથા શાંતિ, સહિષ્ણુતા, સમજણ અને અહિંસાની સંસ્કૃતિ વિકસાવવા ઉપર ભાર મૂકે છે.

મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે લડત આપનાર અગ્રણીઓ માટે ગાંધીજીના વિચારો અને આદર્શો આજે પણ પ્રેરણા આપે છે.

ગયા વર્ષે ન્યૂયોર્કે ટાઇમ્સે અહિંસા દિને પ્રકાશિત કરેલા લેખમાં નેલ્સન મંડેલાએ, મહાત્મા ગાંધીજીને પવિત્ર યોદ્ધા ગણાવ્યા હતા. તેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.

શ્રી મોદીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી વિરોધાભાશષની ઊંડી ખાઈમાં પુલ બનીને બે અલગ વિચારધારાને જોડવાની આગવી ક્ષમતા મહાત્મા ગાંધીજીમાં હતી.

તેમણે મહાન વૈજ્ઞાનિક અર્લ્બટ આઈન્સ્ટાઇનનું વિખ્યાત વાક્ય ટાંકીને તેની સાથે સંમતિ જાહેર કરી હતી. આઇન્સ્ટાઇને જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીઓ ભાગ્યેજ એવું સ્વીકારશે કે હાડ – ચામડાનો આવો દેહધારી માણસ આપણા પૃથ્વી ઉપર હતો.

પૃથ્વી ઉપર હિંસા અને વિગ્રહનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે ગાંધીજીના વિચારો આજે વધારે પ્રસ્તુત છે.

ગાંધીજીના વિચારો માત્ર રાજકીટ હેતુ માટેના નથી, પણ વર્તમાન સમાજમાં મજબૂત બનેલા ગ્રાહકવાદ તથા ભૌતિકસુખવાદની પકડમાંથી માનવજાતિના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તેવા છે.

ગાંધીજીએ વ્યક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં ચારિત્ર્ય અને નીતીમત્તાને કેન્દ્રમાં રાખવા ઉપર ભાર મૂક્યો હતો.

તેઓ સત્ય અને અહિંસાનો માત્ર પ્રચાર નહોતા કરતા પણ પોતાના જીવનમાં આ સિદ્ધાંતોનું નિષ્ઠાથી પાલન કરતાં હતા.

ગાંધીજીના અહિંસારૂપી સિદ્ધાંતનું સીધું પ્રતિબિંબ આપણને સત્યાગ્રહની સંકલ્પનામાં જોવા મળે છે.

વર્ષ 1907માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતી સામેની લડતમાં આ સિદ્ધાંતનો ઉદય થયો હતો.

આજ બાબતને તેમણે ભારતની આઝાદીની ચળવળમાં પણ ઉપયોગ કર્યો હતો.

તેમણે વિશ્વને બતાવી દીધુ કે, હિંસક માર્ગની સરખામણીએ સત્ય-અહિંસા અને પ્રેમ દ્વારા વધુ શક્તિ ઉત્પન્ન કરી શકાય છે.

સમગ્ર વિશ્વમાં અહિંસાની શકિતને રાજકીય કૃતિમાં પરીવર્તીત કરનાર ગાંધીજી કદાચ એકમાત્ર નેતા હશે. દક્ષિણ આફ્રિકામાં થયેલા વ્યકિતગત તથા રાજકીય જીવનના અનુભવો અને તેમણે કરેલા પ્રયોગોએ ગાંધીજીને ભારતની આઝાદીની ચળવળમાં નવો અધ્યાય લખવાની શકિત આપી.

વર્ષ ૧૯૦૯ માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા ખાતેની જેલમાં ગાંધીજી ત્રણ માસ રહયા હતા. આ સમયગાળામાં તેમણે ઉપનીષદો, બાઇબલ, જોન રસ્કીનનું લખાણ, લીઓ ટોલસ્ટોપની કૃતીઓનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

આ બધાનો ઉંડો પ્રભાવ ગાંધીજીના જીવન તથા સિધ્ધાંતો ઉપર દેખાય છે. ગાંધીજી સમગ્ર રીતે વૈશ્વિક સ્નેહ તથા અહિંસાનો મુખ્ય સ્રોત હતા.

ગાંધીજીએ બતાવી આપ્યું હતું કે ઘણી વ્યકિતઓ ધ્વારા કરાતી અહિંસક કૃતિ જો પવિત્ર હદયથી કરવામાં આવે તો તેનામાં હિંસાનો પણ નાશ કરવાની ક્ષમતા હોય છે. તેઓએ કહયું કે અહિંસા એ દુર્બળ વ્યકિતનું સાધન નથી. તેમના શાંતી અને અહિંસાના વિચારો આશા અને પ્રગતિ માટે પથદર્શક ગણાવી શકાય.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...