Skip to main content

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો. 

સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ. 

પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથી દૂર રહીને ભારત માતાની સલામતી સુનિશ્ચિત કરતા આપણા વીર સૈનિકોને ભૂલવું જોઇએ નહિં. આ વખતના તહેવારોમાં ભારત માતાના આ વીર સપૂતો માટે એક દિવો પ્રગટાવવા પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને અપીલ કરી હતી. 

સ્થાનિક ઉત્પાદનો અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાદગીનું પ્રતિક સમી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ફેબ્રિક તરીકે જાણીતી બની છે. બધી ઋતુમાં આરોગ્યની દ્રષ્ટિએ અનુકૂળ ખાદીને હવે ફેશન ક્ષેત્રે પણ સ્વીકૃતિ મળી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિલ્હીમાં કનોટ પ્લેસ ખાતે આવેલા ખાદીના સ્ટોરમાં ગાંધીજી જયંતિના દિવસે એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમના ખાદીના વસ્ત્રો અને ઉત્પાદનોની ખરીદી કરાઇ હતી. ખાદીના માસ્ક પણ હવે લોકપ્રિય બની રહ્યા છે. 

દેશભરના સ્વ-સહાય જૂથ અને અન્ય સંસ્થાઓ દ્વારા કોવિડથી રક્ષણ આપતા ખાદીના માસ્ક બનાવવામાં આવે છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશની એકતા સુનિશ્ચિત કરવા સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત સરદાર પટેલે ખેડૂતોના મુદ્દાઓને પણ આઝાદીની ચળવળ સાથે સાંકળી લીધા હતા. ભારત જયારે આઝાદ થયું ત્યારે એ સમયે અસ્તિત્વ ધરાવતા વિવિધ સંસ્થાનોને ભારતમાં ભેળવીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એકતા સુનિશ્ચિત કરવા વિવિધતામાં એકતા એ સૂત્ર આપ્યું હતું. 

કૃષિ ઉપજોની ખરીદી કરતી વખતે એક કંપનીએ અપનાવેલી નવી પહેલને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી. તેમણે કહ્યું કે, મકાઇની ખરીદી વખતે આ કંપનીએ ખેડૂતોને ખરીદ કિંમત ઉપરાંત બોનસ પણ આપ્યું હતું. ખેડૂતોને બોનસ મળતા જ તેઓ ખૂબ ખુશ થયા હતા. 

શ્રી મોદીએ કહ્યું કે, બોનસની આ રકમ કદાચ બહુ ઓછી હશે પણ આ નવતર પહેલ ખેડૂતો ઉપર થનાર સકારાત્મક અસરના લીધે ખૂબ જ મોટી અને મહત્વની છે. 

પ્રધાનમંત્રીએ આવનાર સમયમાં ઉજવવામાં આવનાર વિવિધ તહેવારો નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આગામી તહેવારોની ઉજવણી વખતે માસ્ક પહેરવાનું, હાથ સ્વચ્છ રાખવાનું અને યોગ્ય અંતર જાળવવાનું લોકોએ ભૂલવું ન જોઇએ.




લેખક–આકાશવાણીના સમાચાર વિશ્લેષક કૌશિક રોય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...