એક અસામાન્ય પગલામાં, પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતે સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાની મુદત વધુ 3 વર્ષ માટે વધારવા માટેની પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને 19 ઓગસ્ટે રજૂ કરેલી દરખાસ્ત મંગલવારે ફગાવી દીધી 59 વર્ષીય જનરલ બાજવા તેમના પહેલા કાર્યકાળમાં 28 મી મધરાતે સેનાના વડા તરીકે નિવૃત્ત થવાના હતા, પરંતુ સંસદ આ સંબંધમાં કાયદો પસાર કરશે તેવી ખાતરી આપીને સર્વોચ્ચ અદાલતમાંથી તેમણે 6 મહિનાની શરતી મુદત મળી હતી. આ મામલે દેશમાં હવે વિવાદ સર્જાયો છે અને સર્વોચ્ચ અદલતમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે કાનૂની અને વહીવટી બાબતોના આધારે આ વલણ અપનાવ્યું છે. આખી પ્રક્રિયાની ઊંધી રીતે થઈ હોવાનું ખંડપીઠની સામે આવતા પ્રધાન મંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બંને માટે મૂંઝવણભરી સ્થિતિ ઉદભવી છે. અદાલતે ધ્યાન દોર્યું હતું કે દરખાસ્તને પહેલા મંત્રીમંડળની મંજૂરી મળવી આવશ્યક છે. તે પછી જ પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર કાર્યવાહી કરી શકે છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, 25 માંથી માત્ર 11 મંત્રીઓએ જ આ પ્રસ્તાવને મંજૂરી આપી ...