Skip to main content

જનરલ બાજવાની મુદત વધારવાના પગલે થયેલો વિવાદ

એક અસામાન્ય પગલામાં, પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતે સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાની મુદત વધુ 3 વર્ષ માટે વધારવા માટેની પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને 19 ઓગસ્ટે રજૂ કરેલી દરખાસ્ત મંગલવારે ફગાવી દીધી

59 વર્ષીય જનરલ બાજવા તેમના પહેલા કાર્યકાળમાં 28 મી મધરાતે સેનાના વડા તરીકે નિવૃત્ત થવાના હતા, પરંતુ સંસદ આ સંબંધમાં કાયદો પસાર કરશે તેવી ખાતરી આપીને સર્વોચ્ચ અદાલતમાંથી તેમણે 6 મહિનાની શરતી મુદત મળી હતી. આ મામલે દેશમાં હવે વિવાદ સર્જાયો છે અને સર્વોચ્ચ અદલતમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે.

મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે કાનૂની અને વહીવટી બાબતોના આધારે આ વલણ અપનાવ્યું છે. આખી પ્રક્રિયાની ઊંધી રીતે થઈ હોવાનું ખંડપીઠની સામે આવતા પ્રધાન મંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બંને માટે મૂંઝવણભરી સ્થિતિ ઉદભવી છે. અદાલતે ધ્યાન દોર્યું હતું કે દરખાસ્તને પહેલા મંત્રીમંડળની મંજૂરી મળવી આવશ્યક છે. તે પછી જ પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર કાર્યવાહી કરી શકે છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, 25 માંથી માત્ર 11 મંત્રીઓએ જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અદાલતે એમ પણ જણાવ્યુ કે સેનાના નિયમોમાં “એક્સ્ટેંશન” શબ્દનો ઉલ્લેખ નથી અને સેનાના વડાના કાર્યકાળનો ઉલ્લેખ પણ ક્યાંય કરાયો નથી.

તાત્કાલિક કાર્યવાહીમાં ઇમરાન ખાને ત્વરીત કેબિનેટ બેઠક યોજી હતી અને પહેલાની દરખાસ્ત પાંછી ખેંચી લીધી હતી અને પાકિસ્તાન સંરક્ષણ સેવાઓ નિયમોમાં સુધારો કર્યા બાદ તેમાં વિસ્તરણ શબ્દનો સમાવેશ કરાયો હતો. સરકારે બાજવાનો કાર્યકાળ વધારવા માટેનો કારણ તરીકે “પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો ” બતાવ્યુ હતું. પરંતુ શું સંપૂર્ણ-ત્રણ વર્ષની વધુ મુદત આપવાનું આ વાસ્તવિક કારણ હોઈ શકે છે?

પહેલાં ક્યારેય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલત આવી રીતે દેશની સેનાની વિરુદ્ધમાં ગઈ નથી. તેણે ભૂતકાળમાં દેશમાં વારંવાર થયેલા લશ્કરી દળોના વિદ્રોહની અરજીઓને મંજૂરી આપી હતી. સરકારોની નિષ્ફળતાના કારણે સેના દ્વારા આવી દખલગિરી કરવામાં આવી હતી.

9/11 બાદ પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતે જનરલ મુશરફને વધારાની બંધારણીય પ્રક્રિયાઓની મંજૂરી આપવા સાથે બંધારણમાં સુધારણા અને ચૂંટણી માટે ત્રણ વર્ષનો સમય પણ આપ્યો છે. આમ પણ પાકિસ્તાનની રચના બાદ અડધાથી વધુ સમય શક્તિશાળી સૈન્યનું શાસન રહ્યું છે જેનો સંરક્ષણ અને વિદેશી બાબતો પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. અદાલતના ચૂકાદાથી વધુ અગત્યની બાબત જાહેરનામું મોકૂફ રખાયું તે છે. અદાલતે ચિંતા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પાંચથી છ જનરલોએ પોતાની મુદ્દત જાતે લંબાવી હતી. આ અંગે વાંધો ઉઠાવતો ફરીથી આવું ન થાય તે જોવા અદાલતે કહ્યું છે.

કાયદેસરતા સિવાય નિરીક્ષકો એમ પણ માની રહ્યા છે બે ન્યાયાધિશો સામે બિનહિસાબી નાણાં કેસ બાબતે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરાયેલી કાર્યવાહીના પગલે આ નિર્ણય લેવાયો છે. કાયદા વિભાગનો સમુદાય ન્યાયાધિશોની નિમણૂંકમાં સરકારના હસ્તક્ષેપ અંગે નારાજ છે. પાકિસ્તાન બાર કાઉન્સિલે મુદ્દત વધારા વિરૂદ્ધ આવતા અઠવાડિયે બંધનું એલાન આપ્યું છે. જોગાનુજોગ જનરલ મુશરફ વિરૂદ્ધ વિશેષ અદાલતમાં દૈનિક સુનાવણી પણ પાંચમી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.

કેટલાંક લોકોનું માનવું છે કે, ઇમરાન ખાન સરકાર લશ્કરના હાથે વેચાઈ ગઈ હોવાથી આ બધુ બની રહ્યું છે. તેમનું કહેવું છે કે, જનરલ બાજવાને અપાયેલી ત્રણ વર્ષનો મુદ્દત વધારો ઇમરાન ખાન તરફથી લશ્કરને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રયાસ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદ બાદ કાયદામંત્રી ફરોધ નસીમે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાઓથી ફલિત થાય છે કે, હાલની પાકિસ્તાન સરકાર પોતાના દેશના મુદ્દાઓ ઉકેલવામાં અપરિપકવ પૂરવાર થઈ છે.

રસપ્રદ તો એ છે કે, જનરલ બાજવાની મુદત લંબાવવા વિરૂદ્ધ પેશાવર વડી અદાલતમાં અરજી કરાઈ છે. જેનો આધાર એ છે કે, જનરલ બાજવા અહેમદી છે. જે ઇસ્લામનો એક સંપ્રદાય છે. જેને પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ જાહેર કરાવ્યો છે. હવે અદાલતે આ વિશે વધુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...