સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે બહાલી આપેલા ઠરાવ ક્રમાંક 1373ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સલામતી પરિષદની બેઠક વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ. આ ઐતિહાસિક ઠરાવ આતંકવાદ સામેની લડાઈ અંગેનો હતો. અમેરિકામાં નવેમ્બર માસમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સલામતી પરિષદે આ ઠરાવને બહાલી આપી હતી. એક રીતે આતંકવાદ સામેની વિશ્વ સમુદાયની લડાઈને જોતાં, આ ઠરાવ ઐતિહાસિક ગણાવી શકાય. આ ઠરાવ અંગેની બેઠકને સંબોધતાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતું કે, આ ઠરાવ આપણને યાદ અપાવે છે કે, આતંકવાદ એ સમગ્ર માનવજાતિ માટે સૌથી મોટો ખતરો છે. તે માત્ર માનવજીવન ઉપર જ નહીં પણ માનવતાના પાયા ઉપર કૂઠરાઘાત કરે છે. આ ઠરાવમાં સમગ્ર સલામતી પરિષદે માનવ સામે ખતરારૂપ આતંકવાદના દૂષણને ડામવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, આતંકવાદનો સામનો વિશ્વ સમુદાયે સાથે મળીને કરવો જોઈએ. તે બાબતની તરફેણ ભારતે પ્રથમથી જ કરી હતી. રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 1373 ઠરાવ મંજૂર કરાયો તે પહેલાં જ આતંકવાદનો સામનો કરવા માટે સર્વગ્રાહી કાયદાકીય માળખું પુરું પાડવાના હેતુથી ભારતે પહેલ કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ...
ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે, શ્રીલંકાના વિદેશમંત્રીના આમંત્રણના પગલે તાજેતરમાં શ્રીલંકાની બે દિવસની સત્તાવાર મુલાકાત લીધી હતી. શ્રી જયશંકરની વર્ષ 2021ની આ પ્રથમ વિદેશયાત્રા હતી. શ્રી જયશંકરે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપકસેને મળીને તેમની સાથે મંત્રણા કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપકસે વિદેશમંત્રી દિનેશ ગુણવર્દને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી – ડગલસ દેવનંદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસીંઘે, વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, તમીળોના અગ્રણીઓ તથા શ્રીલંકાના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. શ્રી જયશંકરની શ્રીલંકાની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોને લગતા બધા જ મુદ્દાઓ અંગે સઘન ચર્ચાવિચારણા કરવાનો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે વિવિધ ક્ષેત્રે થયેલા સમજૂતી કરારમાં થઈ રહેલો વિલંબનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો. ભારતના વિદેશમંત્રીએ ઉર્જા, માળખાકીય સુવિધાઓ, સંપર્ક જેવા ક્ષેત્રે થયેલા પ્રોજેક્ટોના ઝડપી અમલ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આમ થવાથી બંને દેશોના અર્થતંત્રની ગતિ ઝડપી બનશે. શ્રીલંકાના વિદેશમંત્રી સાથેની મંત્રણા બા...