Skip to main content

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ અંગે સમીક્ષા


પાકિસ્તાનમાં વિરોધ પક્ષોના સરકાર વિરોધી ગઠબંધન – પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ – પીડીએમ એ લાહોરના મિનારે પાકિસ્તાન ખાતે કરેલા દેખાવો સાથે પ્રથમ તબકકાના વિરોધ પ્રદર્શનનું સમાપત કર્યુ. પીડીએમએ આ પ્રદર્શનને ઇમરાનખાનની પાકિસ્તાન – તહરી એ ઇન્સાફ સરકારને પાડી નાખવાનો અંતીમ ફટકો ગણાવ્યો.

જો કે લાહોર – જલસા ઇચ્છીત પરીણામો મેળવવામાં નિષ્ફળ નીવડી અને પીએમએલ – એન પક્ષની મજબુત પકડ ધરાવતા પંજાબમાં પોતાની વાત પહોંચાડવામાં અસફળ રહી.

પીડીએમ ધ્વારા વીરોધ પ્રદર્શનના બીજા તબકકાની જાહેરાત કરાઇ છે. જેમાં ઇસ્લામાબાદમાં કુચની જાહેરાત કરાઇ છે. જો કે પીડીએમનો જુસ્સો ઓસરતો દેખાઇ રહયો છે. પીડીએમના પણ સભ્યોએ લાહોર જલસા બાદ રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓમાંથી રાજીનમા આપવાના વિચારનો વિરોધ કર્યો છે.

જમાતે – ઉલેમા એ ઇસ્લામીમાં તિરાડો પડવાની શરૂઆત થઇ છે અને એન્ટી – મૌલાના – ફઝલ – અર – રહેમાન ના અવાજો વધુ મજબુત બની રહયાં છે. આજ સમયે પાકીસ્તાન સરકારે તેની વ્યુહરચના વધુ તીક્ષ્ણ કરી છે અને પીડીએમ સાથે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. પીએમએલ – એનના મોહમદ આસીફની રાષ્ટ્રીય જવાબદેહીના બ્યુરો – એનએબી ધ્વારા કરાયેલી ધરપકડ પીડીએમને લાગેલો મોટો ફટકો છે. આ ધરપકડ આવક કરતા વધારે સંપતી ધરાવવા બદલ કરાઇ છે.

દબાણ વધારવા પીડીએમએ ઇમરાન ખાન રાજીનામુ નહી આપે તો પ્રથમ વખતે તેમની કુચ પાકિસ્તાની લશ્કરી હેડ કવાર્ટર – રાવલપીંડી સુધી લંબાવવાનો સંકેત આપ્યો છે.

અત્યારે તો પીડીએમે સરકારને સત્તા છોડવા ૩૧ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જેના બાદ પીડીએમ ધ્વારા સઘન દેખાવો હાથ ધરાશે. આ દેખાવોમાં રાવલપીંડી સુધીની કુચ, પાકિસ્તાન ચુંટણી પંચની તથા એનએબીની કચેરી બહાર વિરોધ પ્રદર્શનો વિગેરેનો સમાવેશ થાય છે.

પીડીએમના વડા મૌલાના ફલ્ક ઉર રહેમાને કહયું કે તેમની ટીકાના નિશાન પર લશ્કરી સ્થાપનો રહેશે. તેમણે કહયું કે પીડીએમ લશ્કર તથા જનરલનું સન્માન કરે છે પરંતુ હવે લશ્કર તથા જનરલે બંધારણીય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે.

જો કે પીએમએલ –એન ને ફટકો આપતા સરકારે ફેબ્રુઆરી ર૦ર૧માં પુરો થતો નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઇ સરકારે કહયું કેઆનાથી નવાઝ શરીફ રાજયવિહીન બનવા મજબુર બનશે અને યુકેમાં આશ્રય માટે અરજી કરવા બીજા દેશમાં જવા અથવા પાકિસ્તાન પાછા આવવા તથા પાકિસ્તાની અદાલતનો સામનો કરવા મજબુર બનશે.

કેટલાક નિષ્ણાંતોનું માનવુ છે કે નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાથી તેનું પાકિસ્તાની નાગરીકત્વ રદ થશે નહી માત્ર તેમની આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધો આવશે.

તાજેતરની લાહોર બેઠક બાદ પીડીએમ પાકિસ્તાન પીપલ્સ પક્ષના લોકશાહી માર્ગે ચાલવાના સુચનથી સહમત થઇ હોય તેવુ જણાય છે. કારણ કે પીડીએમએ આગામી પેટાચુંટણીમાં ભાગ લેવાનું નકકી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાના પગલે રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાની બેઠકો માટેની પેટાચુંટણીઓ મુલતવી રહી હતી.

પાકિસ્તાનના ચુંટણી પંચ અનુસાર આનાથી આગામી સેનેટ ચુંટણી માટે ઇલેકટ્રોલ કોલેજ પુર્ણ થવાનો માર્ગ મોકળો બનશે. જો કે વીરોધ પક્ષના કેટલાક સભ્યોનું માનવુ છે કે પીડીએમ અત્યારે આ લક્ષ્યમાં ખુબ પાછળ છે અને આ વર્ષે ઇમરાન ખાનની સરકારનો અંત થાય તેવુ દેખાતું નથી. ફુગાવો, અર્થતંત્રની ખરાબ સ્થિતિ અને પ્રથમ દોઢ વર્ષ મુદૃાઓને સમજવામાં ગયું છે, તેવી ઇમરાન ખાનની કબુલાતથી જનતામાં અસંતોષ ફેલાઇ શકે છે, નાગરીકો રસ્તા પર ઉતરી દેખાવો કરી શકે છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે ઇમરાન ખાનની સરકારે ર૬/૧૧ હુમલાના ષડયંત્રકારી ઝાકી – ઉર – રહેમાનની ધરપકડ કરી આતંકવાદ વિરોધી પગલા લઇ રહયાં હોવાનો દેખાવ કર્યો છે. જો કે આ પગલુ એફએટીએફ ને પ્રભાવિત કરવા લેવાયું હોય તેવુ લાગે છે. કારણે એફએટીએફનું આગામી સત્ર આવતા મહિને મળવાનું છે, જયારે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવુ કે પછી બ્લેક લીસ્ટમાં મુકવુ તે નકકી કરાશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...