Skip to main content

Posts

Showing posts from September, 2020

ભારતના ખેડૂતોની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીનો પાયો મજબૂત હશે, તો આત્મનિર્ભર ભારત પણ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ખેતી ક્ષેત્ર ઘણાં નિયંત્રણોમાંથી મુક્ત બન્યું છે. તેમણે હરિયાણાના કંવર ચૌહાણ ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. કંવર ચૌહાણને વર્ષ 2014 સુધી પોતાના ખેતરમાં ઉત્પાદીત શાક તથા ફળોનું મંડીની બહાર વેચાણ કરવામાં તકલીફ પડતી હતી, પણ શાક તથા ફળોને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્ત કરાયા બાદ તેને ઘણો લાભ થયો. તેમણે બીજા ખેડૂતોની સાથે મળીને ખેત પેદાશ સંસ્થાની રચના કરી છે અને આ સંગઠન મકાઈની ખેતી કર્યા બાદ તેનું વેચાણ દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ કરે છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો પોતાની કૃષિ ઉપજોને દેશના કોઈપણ ખૂણામાં વેચી શકે છે. આ બાબત તેમના પ્રગતિનો પાયો બની રહેશે. ફળ અને શાકભાજીને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્તિ અપાયા બાદ મહાર...

પાકિસ્તાનમાં ત્રાસવાદી વિરોધી વિધેયકને મંજૂરી-નહીવત આશાનું કિરણ

પાકિસ્તાનની સંયુક્ત સંસદે ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવા અને દેશમાં કાળા નાણાં વિરોધને લગતાં ત્રાસવાદ વિરોધી કાનૂન સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકોને મંજૂર કર્યા છે. વિરોધપક્ષોના પ્રભુત્વવાળી સંસદે છેલ્લા એક મહિના દરમિયાન સતત આ વિધેયકોને ઠુકરાવી દીધા પછી હવે આ વિધેયકોને મંજૂરી અપાઈ છે. ફ્રાન્સના પેરિસ સ્થિત પાકિસ્તાન અંગેના નાણાંકીય કાર્યવાહી કાર્યદળ-એફએટીએફ દ્વારા પાકિસ્તાનને કાળી યાદીમાંથી દૂર કરવા મુકેલી શરતના પાલનના હેતુથી આ વિધેયકો પસાર કરવા પડ્યા હોય તેવું લાગે છે. વિશ્વમાં ત્રાસવાદને રોકવા કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા પાકિસ્તાનને જૂન 2018થી શંકાસ્પદ દેશોની યાદીમાં મુકવામાં આવ્યું છે. આ સંજોગોમાં પાકિસ્તાન સરકારનું સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવીને આ વિધેયકો મંજૂર કરવાનું એક આવકાર્ય પગલું છે. પરંતુ સાથો સાથ એફએટીએફની કાળી યાદીમાંથી નામ દૂર કરાવવા માટે ઇમરાન ખાન સરકાર દ્વારા લેવામાં આવેલું આ ફરજિયાત પગલું હોય તેવું લાગી રહ્યું છે. ઇમરાન ખાન આ ક્વાયત હાથ ધરવા કેટલાક ગંભીર છે અને તેમનો ઇરાદો કેટલો સારો છે તે હજી સુધી જણાતું નથી. ભૂતકાળના કોઈપણ અનુભવને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન સરક...

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમના દેશવાસીઓને નવું પાકિસ્તાન બનાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવાનું વચન આપ્યું હતું, જે પાકિસ્તાન ભ્રષ્ટાચાર મુક્ત હોય. ખાસ તો તેમણે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણ રાજ્યમાં બદલવાનું વચન આપ્યું, જે મદિના રાજ્યના આદર્શ મોડેલ અને પ્રબોધક સિદ્ધાંતો પર આધઆરિત હોય. જોકે નુકસાનમાં ગયેલી નબળી અર્થવ્યવસ્થા સાથે ગઠબંધન સરકારના સાથીઓ છૂટા પડ્યા, પાર્ટીમાં આંતરિક વિખવાદ, FATF ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકાવાનો ડર, આ બધા સાથે PTI પાકિસ્તાન સરકારની સત્તા બે વર્ષ પૂરા કરે તે કાંઈ વિશેષ નથી. ઈમરાન ખાને સરકારની બીજી વર્ષગાંઠે છેલ્લા બે વર્ષોમાં કરેલી સિદ્ધિઓ ગણાવવા ટેલિવિઝન સ્ટુડિયોની મુલાકાત લીધી. તેમના મત મુજબ પાકિસ્તાનની છાપ બદલવાની સાથે વિદેશ નીતિમાં તેમની કેટલીક પસંદગી, કોરોના વાયરસ મહામારીને રોકવા કરાયેલા વિશેષ પ્રયાસો, સરકારની ટોચની સિદ્ધિઓ છે, જે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણ રાજ્ય બનાવવાની દિશામાં પગ માંડે છે. ઈમરાન ખાને એક મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનને પયગમ્બર મોહમ્મદ દ્...

દોહા ખાતેની અફઘાનિસ્તાનના આંતરિક પક્ષોની મંત્રણા

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાનો વચ્ચે મંત્રણા ગઇ 12મી તારીખથી દોહામાં શરૂ થઈ છે. આ મંત્રણાઓ અગાઉ ગયા માર્ચ યોજાવાની હતી પરંતુ, કેટલાંક કેદીઓને મુક્ત કરવાની બાબતે અસંહમતિને લીધે શરૂ થઈ શકી ન હતી. તાલિબાનોએ અફઘાન સરકાર સાથે વાટાઘાટો શરૂ કરવા પોતાના સાથીદારોને મુક્ત કરવાની શરત મુકી હતી. અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવા અમેરિકા અને તાલિબાનો વચ્ચે થયેલી ગુપ્ત વાટાઘાટોમાં કેદીઓની મુક્તિની સમજૂતી થઈ હતી. તાલિબાનો અફઘાનિસ્તાનની વિવિધ જેલોમાં બંધ પાંચ હજાર જેટલાં કેદીઓને મુક્ત કરાવવા માંગે છે. જોકે, ત્યાંની અશરફ ગની સરકારે વાટાઘાટો શરૂ કરવા હિંસા ઘટાડવાની શરત મુકી હતી. અમેરિકાના દબાણના લીધે અફઘાન સરકારને વાટાઘાટો વહેંલામાં વહેલી તકે શરૂ કરવાની ફરજ પડી છે. તાલિબાનો પોતાની શરતો વધુ મજબૂતાઈથી મુકી શકે તે માટે વધુ વિસ્તારો કબ્જે કરવાની પ્રયત્નો કરી રહ્યા હોવા છતાં અને હિંસામાં ઘટાડો નહીં થઈ હોવા છતાં અફઘાન સરકારને વાટાઘાટો શરૂ કરવાની ફરજ પડી છે.  તાલિબાનોના પ્રતિનિધિન મંડળની આગેવાની અગાઉની ઇસ્લામિક અમિરાતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શેખ અબ્દુલ હકીમ કરી...

ભારત અને આસિયાન સંગઠનના દેશોના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

ભારતે વર્ષ 1990 ની શરૂઆતમાં અપનાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ અને તે વખતે વિશ્વના રાજકારણમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સંગઠન – આસિયાન દેશો સાથે બહુસ્તરીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અત્યાર સુધીના પ્રયાસોથી ભારતની પૂર્વના દેશો તરફી નીતિ હવે વધુ પરિપક્વ બનીને વધુ જોમવંતી તથા કાર્ય દ્વારા પરિણામો હાંસલ કરતી નીતિ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બારમી ભારત – આસિયાન શીખર બેઠક તથા મ્યાનમારમાં નવેમ્બર 2014માં યોજાયેલી 9મી પૂર્વ એશિયા બેઠકમાં ભારતની પૂર્વના દેશો તરફી નીતિને વધુ વિધિવત સ્વરૂપ આપ્યું હતું. આસિયાન ઉપરાંત ભારતે આ વિસ્તારમાં હાથ ધરેલી BIMSTEC અને MGC જેવી પહેલોમાં આસિયાન સંગઠનના કેટલાંક દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત – એશિયા યુરોપ મીટિંગ – ASEM, પૂર્વ એશિયા બેઠક – EAS, આસિયાન પ્રાદેશિક મંચ ARF, આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક જેવા બીજા પ્રાદેશિક મંચોમાં પણ સક્રિય રહે છે. ભારતના આસિયાન દેશો સાથેના સંબંધો દેશની વિદેશ નીતિનો આધારસ્તંભ છે તેમજ પૂર્વના દેશો તરફી નીતિનો પાયો છે. આ સંબંધે વિસ્તરણ...

SCO ની બેઠક વખતે, ભારત અને ચીને કરેલી મંત્રણા અંગે સમીક્ષા

ભારતે SCOની બેઠકમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા, યુરોપ – એશિયા સહકારને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતા જ દર્શાવે છે.  ભારત જમીન માર્ગે મધ્ય એશિયાના દેશો સાથે જોડાયેલો ન હોવાથી, SCO સંગઠન ભારતને આ પ્રદેશો સાથેના આર્થિક સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.  આથી જ , ભારત જ્યારે કોવિડના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે SCO ની 10મી બેઠકે દેશને નવી તક આપી.  ભારત આગામી 29 અને 30મી નવેમ્બર 2020ના રોજ SCO ના સરકારોના વડાઓની બેઠકનો પ્રથમવાર યજમાન બનશે.  ભારતે, આ ઐતિહાસિક ક્ષણનો ઉપયોગ આપણા વિસ્તારના સામાન્ય સલામતી પડકારોનો ઉકેલ મેળવવા કરવાનો નિર્ધાર કર્યો છે.  SCO સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર – દક્ષિણ પરિવહન કોરીડોર, જેવી પહેલોને પૂરક કામગીરી કરે છે.  આમ, બહુવિધ સ્વરૂપના પરિવહન અને ઊર્જા પ્રોજેક્ટો, ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવામાં મદદરૂપ બનશે.  અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિ વણસી છે, જે બાબ સમગ્ર દક્ષિણ એશિયાની સલામતીની સ્થિતિને અસર કરી રહી છે. આવા સંજોગોમાં SCO નું પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું ...

ભારત અને ઈરાનના સંબંધો વધુ મજબૂત બનવાની થયેલી શરૂઆત અંગે સમીક્ષા

ભારતના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ એકાદ સપ્તાહમાં ઈરાનની મુલાકાલ લીધી છે. આમ થવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગયા રવિવારે મોસ્કોમાં યોજાયેલી SCO સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા હતા. રશિયાથી ભારત આવતી વખતે તેઓ ઈરાનમાં રોકાયા હતા. ઈરાનના સંરક્ષણ મંત્રી બ્રિગેડીયર જનરલ અમીર હાતામી સાથેની મંત્રણામાં બંને અગ્રણીઓએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા તથા પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી હતી. એવી જ રીતે વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મોસ્કોમાં SCOની બેઠકમાં હાજરી આપતી વખતે માર્ગમાં આવતા ઈરાનમાં રોકાણ કર્યું હતું. શ્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી મહંમદ જાવેદ ઝરીફ સાથે ફળદાયી મંત્રણા કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા બાબતે મંત્રણા કરી હતી. અગાઉ ડિસેમ્બર 2019માં યોજાયેલી ભારત-ઈરાન સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા માટે વિદેશમંત્રી જયશંકર ઈરાન ગયા હતા. એવી જ રીતે ઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે 2020માં ભારતમાં યોજાયેલી રાયસીના સંવાદ બેઠકમાં હાજરી આપી હતી. કોવીડ...

બ્રિક્સ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠક

વર્તમાન મહામારીના સંદર્ભમાં વૈશ્વિક શિખર બેઠકો અને ઉચ્ચસ્તરીય બહુપક્ષીય બેઠકો અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે. આવા નીતીનિર્ધારકો જ્યારે એક જ સ્થળે એકત્રિત થાય છે અને પોતાના વિચારો રજૂ કરવાની સાથે વ્યક્તિગત સભ્ય દેશ માટે ચોક્કસ વલણ લે છે. તેમજ સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યારે પ્રમાણમાં સમસ્યાનો ઉકેલ સરળ બને છે. તેમ છતાં આ વિશાળ ડીજીટલ વિશ્વના ફલક પર તેઓ જુદા જુદા રહીને પણ ઓનલાઈન એકબીજા સાથે મળે છે. પરિણામે મહત્વના એવા રાજનૈતિક અલ્પહાર વિરામ કે, વાહનમાં જતા આવતાં અને મોડી રાત્રના ભોજન સમારંભોની ગેરહાજરીની વચ્ચે સમસ્યાઓનો ઉકેલ માટે નવા વ્યૂહની હિમાયત કરે છે ત્યારે તે સમસ્યાનો ઉકેલ તરફનો એક કદમ બને છે. જોકે, આ મહામારી વચ્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ શિખર બેઠકો અને ઉચ્ચસ્તરીય બેઠકો હવે નવા ધારાધોરણ મુજબ જરૂરી બની રહી છે. આ વર્ષે રશિયા બ્રિક્સ અને એસસીઓ શિખર બેઠકોની યજમાની કરી રહ્યું છે. ગયા અઠવાડિયે આ બંને બેઠકો એક સપ્તાહમાં યોજાઈ હતી. તેમાં એસસીઓના સંરક્ષણ મંત્રીઓની બેઠક મોસ્કોમાં ભજવાઈ રહી હતી જ્યારે બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાઈ હતી. આમ, તો બ્રિક્સ ...

સંરક્ષણમંત્રીની રશિયાની મુલાકાત અંગે સમીક્ષા

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મોસ્કોમાં યોજાયેલી શાંઘાય સહકાર સંગઠન SCO ના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે ગત સપ્તાહે રશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી રાજનાથસિંહે રશિયાના સંરક્ષણમંત્રી જનરલ સેર્ગેઈ શોઇગૂ સાથે પણ મંત્રણા કરી હતી. કોવિડના સમયગાળામાં ભારતના સંરક્ષણમંત્રીની મોસ્કોની બીજી મુલાકાતથી ભારત અને રશિયાના સંરક્ષણ ક્ષેત્રના વધુ સઘન બની રહેલા સંબંધોનો સંકેત મળ્યો છે. બીજા વિશ્વ યુધ્ધમાં સાથી રાષ્ટ્રોએ મેળવેલા વિજયની સ્મૃતિમાં રશિયામાં યોજાયેલી પરેડમાં ભારતની સેનાની ત્રણેય પાંખોના સૈનિકોએ ભાગ લીધો હતો. ભારત અને રશિયાના સંરક્ષણમંત્રીઓએ વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી. ભારત અને રશિયાના નૌકાદળોના જવાનોએ ચાર અને પાંચમી સપ્ટેમ્બરે મલાક્કાની સમુદ્રધુનીમાં સંયુક્ત ક્વાયતો હાથ ધરી હતી. એજ સમયે ભારત અને રશિયાના સંરક્ષણ મંત્રીઓએ મંત્રણા કરી હતી. શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હિન્દ મહાસાગર વિસ્તારની દરિયાઈ સલામતીને ભારત અને રશિયા કેટલું મહત્વ આપે છે એ બાબત બંને દેશના નૌકાદળોની સંયુક્ત ક્વાયત દ્વારા જાણવા મળે છે. ભારતના સંરક્ષણ...

નવકલ્પના થકી દેશનો વિકાસ અંગે સમીક્ષા

ભારતે નોંધપાત્ર કામગીરી દ્વારા વિશ્વ બૌધ્ધિક સંપદા સંસ્થાની વાર્ષિક સૂચિમાં ટોચના 50 ઈનોવેટીવ કન્ટ્રીમાં સ્થાન મેળવ્યું છે.ભારતે વૈશ્વિક નવકલ્પના સૂચકાંક 2020માં 48મું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના સૂચકાંક કરતા ચાર સ્થાનોનો સુધારો દર્શાવે છે.આ સૂચિમાં સ્વીટ્ઝરલેન્ડ, સ્વીડન, અમેરિકા, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ ટોચના સ્થાને છે.જોકે ભારતના સ્થાનમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં ભારત 81માં સ્થાને હતો.વર્ષ 2019માં 52માં અને હવે 2020ની સૂચિમાં તે 48 સ્થાને પહોંચ્યો છે.જ્ઞાનનું ભંડોળ, કાર્યક્ષમ સ્ટાર્ટ-અપ તથા ખાનગી અને જાહેર સંસ્થાઓએ કરેલા સંશોધન કાર્યના આધારે દેશનું સૂચિમાં સ્થાન નિર્ધારીત થતું હોય છે.કેન્દ્રની NDA સરકારે નવકલ્પનાને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મંચો પરથી ઈનોવેશન, અર્થાત નવકલ્પના અંગે વિચારો પ્રસ્તુત કર્યા છે.તેમણે સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં પણ કહ્યું હતું કે, સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે ભારતે ઈનોવેટીવ અર્થાત કલ્પનાશીલ બનવું પડશે.ભારતને પ્રગતીના પંથે આગળ ધપાવવા માટે સંશોધન અને નવકલ્પનાને આગળ વધારવા પડશે.તાજેતરમાં જાહેર થયેલી ન...