Skip to main content

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન

ઈમરાન ખાનનું રિયાસત-એ-મદિનાનું ભ્રામક સ્વપ્ન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમના દેશવાસીઓને નવું પાકિસ્તાન બનાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવાનું વચન આપ્યું હતું, જે પાકિસ્તાન ભ્રષ્ટાચાર મુક્ત હોય. ખાસ તો તેમણે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણ રાજ્યમાં બદલવાનું વચન આપ્યું, જે મદિના રાજ્યના આદર્શ મોડેલ અને પ્રબોધક સિદ્ધાંતો પર આધઆરિત હોય.

જોકે નુકસાનમાં ગયેલી નબળી અર્થવ્યવસ્થા સાથે ગઠબંધન સરકારના સાથીઓ છૂટા પડ્યા, પાર્ટીમાં આંતરિક વિખવાદ, FATF ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકાવાનો ડર, આ બધા સાથે PTI પાકિસ્તાન સરકારની સત્તા બે વર્ષ પૂરા કરે તે કાંઈ વિશેષ નથી.

ઈમરાન ખાને સરકારની બીજી વર્ષગાંઠે છેલ્લા બે વર્ષોમાં કરેલી સિદ્ધિઓ ગણાવવા ટેલિવિઝન સ્ટુડિયોની મુલાકાત લીધી. તેમના મત મુજબ પાકિસ્તાનની છાપ બદલવાની સાથે વિદેશ નીતિમાં તેમની કેટલીક પસંદગી, કોરોના વાયરસ મહામારીને રોકવા કરાયેલા વિશેષ પ્રયાસો, સરકારની ટોચની સિદ્ધિઓ છે, જે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણ રાજ્ય બનાવવાની દિશામાં પગ માંડે છે. ઈમરાન ખાને એક મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનને પયગમ્બર મોહમ્મદ દ્વારા રચિત રિયાસત-એ-મદિનાની જેમ વિશ્વ માટે ઉદાહરણરૂપ આદર્શ બનાવવા ઈચ્છે છે.

પાકિસ્તાન સરકારે વિવાદિત એક રાષ્ટ્રીય અભ્યાસક્રમ નીતિ મુજબ મદરેસાને મુખ્ય ધારામાં લાવવા પ્રયાસ કર્યા છે. આ નીતિ મુજબ પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ફરજિયાત ઈસ્લામ ધર્મના પુસ્તકો ભણવા પડે છે. વળી ધોરણ 8, 9, 10માં શાળાના અભ્યાસક્રમમાં પ્રબોધકના જીવન અને ઈતિહાસ વિષયક પ્રકરણ હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ તેમના જીવનમાંથી કંઈક બોધપાઠ મેળવી શકે છે. એક રાષ્ટ્રીય અભ્યાસ ક્રમ નીતિના ટિકાકારો કહે છે કે, આ નીતિ શૈક્ષણિક કરતાં વૈચારિક વધુ છે. એક ટિકા મુજબ આ નીતિ વધુ ધાર્મિક છે, જેમાં એક તબક્કે નાની વયના બાળકોના સિદ્ધાંત વિરૂદ્ધ ડર પેદા કરે છે.

મુખ્ય ધારાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં મદરેસા દ્વારા પ્રભાવિત થઈ શકે છે. જોકે ઈમરાન ખાન તેની વાતોમાં વધુ વાર ઈસ્લામિક રાજ્યનો ઉલ્લેખ કરે છે. પાકિસ્તાનના જાણીતા શિક્ષણવિદ પરવેઝ હુડભોયની ટિકા મુજબ આ નવી નીતિ કોઈ પણ રીતે શાળાના બાળકોમાં સમાનતા નહીં લાવી શકે.

તેમણે કહ્યું કે, 1થી પાંચમા ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓ માટે ધર્મનું વધારે જ્ઞાન ઓવરડોઝ હશે, પરંતુ તેમણે કુરાન, તેના અનુવાદ અને બંદગી પણ શીખવા પડશે. આ ધાર્મિક ભારણ વચ્ચે અન્ય વિષયોની ક્યાં જગા હશે. મદરેસાઓ પાછલા જીવનની માનસિક તૈયારી માટે છે, જ્યારે શાળાઓ કુમળા માનસને તૈયાર કરવા માટે છે. બંને વાત જુદી છે. તેમણે નવા અભ્યાક્રમને જે 400 નિષ્ણાંતોન સલાહ મુજબ તૈયાર કરાયો છે. તેમની જે 400 નિષ્ણાંતોની સલાહ મુજબ તૈયાર કરાયો છે. તેમની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વળી તેમાં ઘણાબધા પુસ્તકો પર પણ પ્રતિબંધ લગાવેલો છે.

છેલ્લા બે વર્ષમાં પીટીઆઈ સરકારની કામગીરી અંગેનાં એક સર્વે મુજબ પાકિસ્તાનીઓ આ સરકાર નિષ્ફળ ગઈ છે અને સારું પ્રદર્શન નથી કર્યું તેમ કહે છે. જેમાં મુખ્યત્વે પાંચ મુદ્દા છે.- મોંધવારી, બેરોજગારીનું વધતું પ્રમાણ, કેબિનેટ સભ્યોની આયોગ્ય પસંદગી, ભ્રષ્ટાચાર અને પ્રધાનમંત્રી ઈમરાનખાનનાં યુટર્નનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવા પાકિસ્તાન માટે નવી પ્રતિભા લાવવાની ખાત્રી આપી હતી. પણ શું નવી પ્રતિભાઓ છે?

પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ બાબતે પ્રધાનમંત્રી ઈમરાન ખાનના આવેગપૂર્ણ નિર્ણયોને લશ્કરના વડા જનરલ કમર બાજવાએ ઘણીબધી વાર બચાવવાનો પ્રયાસ કર્યો છે. એવા પણ અહેવાલ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટી અને સરકારના મંત્રીમંડળમાં વિવાદ છે. ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવાના ઈમરાન ખાનના સ્વપ્નની વાત આવે છે ત્યારે ઘણા સભ્યોની વાત જુદી પડે છે. એ જોવું રસપ્રદ રહેશે કે, એક કાવ્યનિક વિરોધ, નબળી અર્થવ્યવસ્થા અને એફએટીએફને બ્લેકલિસ્ટનો ભાર લઈને ઈમરાન ખાન રિયાસત-એ-મદિના બનાવવામાં પોતાની સત્તાના બાકી રહેલા વર્ષોનો ઉપયોગ કરે છે કે જમીની હકીકતને સ્વીકારે છે.

રૂપલ જાનિ, જતિન કામદાર, જયેશ પી.

લેખક – ડૉ.ઝૈનબ અખ્તર પાકિસ્તાનના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...