અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આંતરવિગ્રહથી અસરગ્રસ્ત એવા અફધાનિસ્તાને વિખેરાતી જતી લોકશાહી વ્યવસ્થા મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે, તેમ કહી શકાય. અફધાનિસ્તાનના ચૂંટણી પંચે, ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ અશરફ ધનીને 50.46 ટકા મત મળ્યા છે અને શ્રી ધનીનો વિજય થયો છે. અફધાનીસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને ધનીના મુખ્ય હરીફ અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ બે લાખ મતોથી અશરફ ધની સામે હારી ગયા છે. ઘણાં સમયથી આંતરવિગ્રહ તથા તાલીબાનોના હુમલામાં સપડાયેલા અફધાનીસ્તાના ચૂંટણી પંચે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના આયોજન વખતે ચૂંટણીમાં ગેરરીતિઓની સંભાવના નાબૂદ કરવા ખુબ જ જહેમત ઉઠાવી હતી. આના લીધે જ ઘણાં મતદારો, બાયોમેટ્રિક તપાસમાં નિષ્ફળ જતા, તેઓ મતદાન કરી શક્યા ન હતા. એવી જ રીતે ચૂંટણી બાબતે થયેલી ઘણી ફરિયાદો પણ ચકાસી જવાની ખાતરી ચૂંટણી પંચે આપી છે. આ સમગ્ર કામગીરી કેટલાક અઠવાડીયા અથવા કેટલાક મહિનાઓ સુધી ચાલે તેવી સંભાવના છે. ફરિયાદોના નિવારણ બાદ અશરફ ધનીને મળેલા મતોની ટકાવારી જો 50 ...