Skip to main content

ભારત અને અમેરીકા વચ્ચે યોજાયેલી બીજી ટૂ-પ્લસ – ટૂ બેઠક અંગે સમીક્ષા

ભારત અને અમેરીકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની અને ટૂ-પ્લસ-ટૂ તરીકે ઓળખાતી બેઠક આ સપ્તાહમાં વોશિંગ્ટનમાં યોજાઇ ગઇ.

આ બેઠકમાં અફઘાનીસ્તાનમાં સ્થિરતા લાવવી, પ્રાદેશિક સલામતીની પરિસ્થિતી, આતંકવાદનો સામનો, તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સ્થિર વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકની સૌથી મહત્વની બાબત ઔદ્યોગિક સલામતી અંગેની સમજૂતી ગણાવી શકાય. આ સમજૂતીના કારણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર અને વિકાસને નવું બળ મળશે.

ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાયેલી પ્રથમ ટૂ-પ્લસ-ટૂ બેઠકમાં કોમકાસા સમજૂતી ઉપર કરાયેલા હસ્તાક્ષરના લીધે ભારત અને અમેરીકાની સેનાઓ વચ્ચે પ્રત્યક્ષ કામગીરીમાં આદાન-પ્રદાન મજબૂત બનાવવાનો માર્ગ મોકળો બન્યો હતો.

આ બેઠકના લીધે ભારત અને અમેરીકા વચ્ચેનો સલામતી ક્ષેત્રનો સહકાર વધુ સઘન બન્યો છે. હાલના સમયમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકાની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ હાથ ધરવાની મંજુરી મળતા, શ્રી ટ્રમ્પ અસાધારણ પડકારનો સામનો કરી રહ્યા છે.

તો બીજી તરફ ભારતમાં કેટલાક સ્થળોએ નવા ધારાના વિરોધ તો ક્યાંક સમર્થનમાં દેખાવો થઇ રહ્યા છે.

એવી જ રીતે જી.એસ.પી. મુદ્દે ભારત અને અમેરિકા વેપાર ક્ષેત્રની કેટલીક સમસ્યા ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા છે.

અમેરીકાએ દબાણ વધાર્યું હોવા છતાં ભારતે, રશિયા પાસેથી સંરક્ષણ ક્ષેત્રની ખરીદીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે અમેરીકાએ ઇરાનની બાબતમાં પ્રતિબંધોની નીતી અપનાવી છે જે બાબત ભારત માટે સ્વીકાર્ય નથી.

અમેરીકાએ, ભારતને અપાયેલો જી.એસ.પી.નો દરજજો રદ કરતા ભારતીય કંપનીઓના અબજો ડોલરના વેપારને સીધી અસર થઇ છે.

અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય તથા નાગરિકત્વ સુધારા ધારા અંગે પસાર કરેલા કેટલાક કાયદાઓની ભારતે ટીકા કરી છે.

આ બધા જ બનાવોની અમેરીકાના વિદેશ તથા સંરક્ષણ મંત્રાલય ઉપર અસર થઇ નથી. અને બંને દેશોએ આ બંને ક્ષેત્રનો દ્વિપક્ષીય સહકાર હજી વધુ મજબૂત બનાવવાની પહેલ કરી છે.

બંને દેશોમાં સત્તામાં પરિવર્તન આવ્યા છતાંય છેલ્લા બે દસકામાં થયેલા પ્રયાસોના લીધે ભારત – અમેરીકાનો મહત્વનો ભાગીદાર દેશ બન્યો છે. અમેરીકાની બે હજારથી વધુ કંપનીઓ ભારત સાથે વેપાર ક્ષેત્રે જોડાઇ છે. એવી જ રીતે ભારતની 200 જેટલી કંપનીઓએ અમેરીકામાં અબજો ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

ભારતના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ અમેરીકાના અર્થતંત્રમાં દર વર્ષે 7 અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છે.

આતંકવાદનો સામનો ચીનની બી.આર.આઈ. યોજનાનો વિરોધ ભારત – પ્રશાંત વિસ્તાર ઘણા મુદ્દાઓ બાબતે ભારત અને અમેરીકા એક સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. 

અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ ભારતમાં લોકશાહી વ્યવસ્થા હેઠળ જે રીતે ચર્ચા કરવામાં આવે છે. તેની પ્રશંસા કરી છે. આમ સમગ્ર રીતે જોતા રાજકીય, આર્થિક તથા સલામતી ક્ષેત્રે બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો હોવા છતાં, ભારત અને અમેરિકાની વ્યુહાત્મક ભાગીદારી વધુને વધુ મજબૂત બની છે.

ભારતમાં પણ હવે એ બાબતનો સ્વીકાર થવા લાગ્યો છે કે, અમેરીકા સાથે આગળ વધવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા વધુ મજબૂત બનતી જશે.

આ રીતે જોતા ભારત અને અમેરીકાના વિદેશ તથા સંરક્ષણ મંત્રીઓની બેઠક સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય.



લેખક- પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, જે.એન.યુ.ના અમેરીકાના અભ્યાસ કેન્દ્રના રેકટર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...