Skip to main content

Posts

Showing posts from September, 2019

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

શ્રીલંકાની આબોહવાની જેમ શ્રીલંકાનું રાજકીય વાતાવરણ પણ મનસ્વી છે તેમ કહી શકાય.  શ્રીલંકામાં આગામી 16મી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે.  સમગ્ર શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક નહીં પણ હજી પૂરો વેગવંતો બન્યો નથી.  દેશના બંધારણની દ્રષ્ટિએ જોતા સર્વોચ્ચ પદ માટેની આ ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને અસાધારણ ગણાવી શકાય.  આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ નહીં હોવાનું એક કારણ એવું છે કે, ઈસ્ટર સન્ડે પ્રસંગે આતંકવાદીઓએ કરેલા હુમલાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી.  એવીજ રીતે શ્રીલંકાના મોટાભાગના લોકો એવું માને છે કે, દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પાસે લોકોને આપવા માટે નવું કશું નથી.  ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને ભુતપૂર્વ સલામતી સચિવ ગોટાબાયા રાજપક્ષેએ ઝડપથી નિર્ણય લઈ ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો.  આ વર્ષના આરંભે જ ગોટાબાયાએ પોતાનું અમેરિકાનું નાગરીકત્વ જતું કરીને શ્રીલંકાનું નાગરીકત્વ અપનાવવાનો નિર્ણય લીધો હતો.  આમ કરવાથી તેઓ ચૂંટણી લડવા પાત્ર ઠરશે....

ભારતે ત્રાસવાદ અંગે પોતાનું વલણ ફિનલેન્ડને જણાવ્યું.

વિદેશ મંત્રી ડોકટર એસ.જયશંકર તાજેતરમાં ફિનલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. મંત્રી તરીકે હોદૃ સંભાળ્યા પછી આ નોર્ડીક દેશની તેમની પહેલી મુલાકાત હતી. જા કે ૧૯પ૦ થી લઈને આજસુધીના પરંપરાગત સારા સંબંધોના ભાગરૂપે ઉચ્ચસ્તરીય મુલાકાતો યોજાતી રહી છે. બંને દેશ વચ્ચેના સંબંધો ખુબ ઉષ્માભર્યા અને સૌહાર્દપુર્ણ રહયાં છે. પરંતુ વિદેશમંત્રીની આ મુલાકાત હાલ ફિનલેન્ડ યુરોપીય સંઘનું અધ્યક્ષ હોવાથી અને ત્રાસવાદને વખોરવામાં ભારત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં માંગતું હોવાથી ખુબ મહત્વની ગણી શકાય. ખાસ કરીને ભારતને પડોશી દેશમાંથી ઉભા થતાં ત્રાસવાદમાં વધારો થઈ રહયો હોવાથી આ મુલાકાતનું મહત્વ વધારે હતું. ડોકટર જયશંકરે ફિનલેન્ડના ટોચના નેતાઓ સાથે સરહદ પારના ત્રાસવાદ અંગે લંબાણપુર્વક ચર્ચા કરી હતી. તેમાં જમ્મુ કાશ્મીર માટેની ૩૭૦મી કલમ રદ કરાયા પછી પાકિસ્તાન ધ્વારા અવનવી વાતો ઉપજાવી કાઢવાના પ્રયત્નો વચ્ચે આ ચર્ચાઓ થઈ હતી. તેમણે ફિનલેન્ડના પ્રધાનમંત્રી એન.ટી.રીને અને વિદેશ મંત્રી પેકકા હાવિસ્તો સાથે હેલસિંકીમાં દ્વિપક્ષી સંબંધો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. ખાસ કરીને હરીત ટેકનોલોજી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને દ્...

લેખક ઃ પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, જેએનયુના અમેરીકન અભ્યાસના ચેરમેન

રાજદ્વારી કુનેહ અને વ્યકિતત્વના પ્રભાવની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વમાં સાંપ્રત સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમકક્ષ નેતા હાલ નથી. તેઓ જયાં જાય છે તયાંના નેતાઓ તેમના પ્રભાવ હેઠળ આવતા જણાય છે. તાજેતરમાં અમેરીકાના હ્યુસ્ટન ખાતેના એક કાર્યક્રમમાં તેમના આ વ્યકિતત્વનો પરીચય મળ્યો. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાના પ્રમુખ તરીકે કાર્યભાળ સંભાળ્યો ત્યારપછીના સમયગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે છ વખતથી વધુ દ્વિપક્ષીય બેઠક યોજી છે. આ ઐતિહાસીક ક્ષણો, ભારત – અમેરીકાના મજબુત બનતા સંબંધો દર્શાવે છે. આ મુલાકાતોથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ થયા છે. આ બંને આગેવાનોએ ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઉપÂસ્થત રહયાં બાદ પણ વાતચીત કરી હતી. ભારત – અમેરીકાના મજબુત બનતા દ્વિપક્ષીય સંબંધોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ બધી જ બેઠકો સમગ્ર રીતે જાતાં ઓછા સમયગાળાની હોવા છતાં તેમાં મહત્વના નિર્ણયો લેવાયા હતના. હયુસ્ટન ખાતેના કાર્યક્રમમાં આ બંને આગેવાનોનું સમગ્ર વર્તન એક મિત્ર દેશોના વડાઓ વચ્ચે હોય તેવું હતું. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

રાષ્ટ્રસંઘની બેઠકમાં આબોહવા પરિવર્તનને પ્રધાનમંત્રીએ મુખ્ય પડકાર ગણાવ્યો એ અંગે સમીક્ષા.

વાતાવરણ અને પર્યાવરણમાં અનુભવાતી રહેલી ગરમી અને તેના કારણોસર થતાં પરિવર્તનથી સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે.આબોહવા પરિવર્તનના કારણે પર્યાવરણવાદીઓ ખૂબ જ ઉગ્ર રીતે દેખાવો કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવવા માટેના સામૂહિક પ્રયત્નો પર ભાર મૂકી રહ્યા છે. ૧૬ વર્ષના પર્યાવરણ કોમના ચળવળીયા ગ્રેટા થમ્બર્ગનું અરણ્યરૂદન વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત ઉભા કરી રહ્યું છે. સ્વીડનની આ કિશોરીએ સમગ્ર વિશ્વને અપીલ કરી છે કે પર્યાવરણ બચાવવામાં આવે.ન્યુયોર્કમાં મળેલી રાષ્ટ્રસંઘ સામાન્યસભાના તમામ નેતાઓને તેણે અપીલ કરી હતી કે સૌ સહિયારો પ્રયત્ન કરે અને પર્યાવરણ બચાવી લે.તેણે વિશ્વના નેતાઓને આ પડકારનો સામનો કરવામાં સંગઠીત બનવા પર ભાર મૂક્યો, અને જણાવ્યું કે ભાવિ પેઢી નું ભવિષ્ય આપ સૌ પર છે. આપના પ્રયત્નોથી જ અમારી સફળતા ટકેલી છે.અમારી નિષ્ફળતા માટે જો તમે કામ કરશો તો અમે તમને ક્યારેય માફ નહીં કરીયે. એક ૧૬ વર્ષની કિશોરીનું નિવેદન રુદનપૂર્વકનું જાહેર વક્તવ્ય આબોહવા પરિવર્તન માટે લોકોને હચમચાવી ગયું છે. આબોહવા પરિવર્તન એ આજે માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે તેના કારણે સમગ્ર વિશ્વ પર ભયાનક જોખમ મંડરાયું છે અને તેની ગંભ...

હાઉડી મોદી – એક અભુતપૂર્વ કાર્યક્રમ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રીની સાત દિવસની અમેરીકાની મુલાકાતનો હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની સફળતા સાથે થયો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ, કાર્યક્રમમાં ઉપસ્થિત 50 હજારથી વધુ ભારતીયોને સંબોધન કર્યું. વર્ષ 2014માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કના મેડિસન ગાર્ડન સ્કવેઅર ખાતે અમેરીકામાં વસતા ભારતીયોને સંબોધન કર્યું હતું. પણ હ્યુસ્ટનના કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેતા આ ઇવેન્ટનું મહત્વ વધી ગયું હતું. આ પ્રસંગે સાંસદ સ્ટેની હોયર સહિત અમેરિકાના વિવિધ સાંસદો પણ ઉપસ્થિત રહેતા ભારત – અમેરીકા સંબંધોને ત્યાં કેટલુ સમર્થન છે તે બાબત સ્પષ્ટ થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તેમના સંબોધનમાં શ્રી ટ્રમ્પ માટે, મારા મિત્ર ભારતના મિત્ર તથા અમેરિકાના મહાન રાષ્ટ્ર પ્રમુખ તરીકે ઉલ્લેખ કરીને શ્રી ટ્રમ્પ તથા તેમના નેતૃત્વ માટે પોતાના અહોભાવ દર્શાવ્યો. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા તથા ત્રીસ કરોડ...

મંગોલિયન રાષ્ટ્રપતિનું ભારત રિઇન્સફોર્સ ટાઇઝની મુલાકાત

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખલતમાગીન બટુલગા ભારતની રાજ્ય મુલાકાતે છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના આમંત્રણ પર દેશની મુલાકાતે છે. લગભગ એક દાયકા દરમિયાન કોઈ પણ મોંગોલિયન રાષ્ટ્રપતિની ભારતની આ પહેલી મુલાકાત હોવાનું લાગે છે. મંગોલિયાના રાષ્ટ્રપતિની સાથે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનાં નેતાઓનો સમાવેશ કરતો ઉચ્ચ-સ્તરનું પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાતી રાષ્ટ્રપતિ શ્રી બટુલગાએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વ્યાપક ચર્ચા કરી હતી. મુલાકાતી રાષ્ટ્રપતિના સન્માનમાં ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ભોજન સમારંભ યોજાયો હતો. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ મોંગોલિયન રાષ્ટ્રપતિને પણ બોલાવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બટુલ્ગા સાથે પ્રતિનિધિ મંડળની વાતચીત કરી. ભારતના વડા પ્રધાન અને મંગોલિયન રાષ્ટ્રપતિ વચ્ચેની ચર્ચામાં બંને દેશોએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લીધા છે. ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, સુરક્ષા, માળખાગત સુવિધા, energyર્જા, આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં દ્વિપક્ષીય સહકારનો મુદ્દો એજન્ડામાં હતો. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન મોદી વચ્ચેની બેઠક પખવાડ...

ભારતીય હવાઇદળની ક્ષમતામાં થનાર વધારા અંગે સમીક્ષા

ભારતીય હવાઇદળને આવતા માસના બીજા સપ્તાહમાં ફ્રાંસના દસોલ્ટ એવી એશન કંપની તરફથી રાફેલ વિમાન સુપરત કરાશે.  સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ પ્રસંગે ફ્રાંસમાં ઉપÂસ્થત રહેશે. ભારતીય હવાઇ દળ આગામી વર્ષના મે માસ સુધીમાં ત્રણ – તબક્કામાં ૨૪ પાયલટોને રાફેલના ઉડ્ડયનની તાલીમ આપશે.  આગામી વર્ષના મે – જુનના સમયગાળામાં રાફેલ જેટ વિમાનોનો પહેલો જથ્થો ભારતને સુપરત કરાશે. ભારતીય હવાઇદળમાં કાર્યરત મીગ – ૨૧, મીગ – ૨૩ અને મીગ – ૨૭ લાંબી સેવા બાદ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને નવા વિમાનો મુકવાની તાતી જરૂર હોવાથી રાફેલની તાકીદે કરાયેલી ખરીદી તાર્કિક રીતે વાજબી ગણાવી શકાય.  આતંકવાદને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિ બાબતે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. એટલુ જ નહી ભારતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જા જરૂર જણાશે તો ભારત પરમાણુ શસ્ત્રનો પ્રથમ ઉપયોગ નહી કરવાના સિદ્ધાંતને પડતો મૂકશે. ભારતે ગયા ફેબ્રુઆરીમાં બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકના પગલાથી ભારતીય સેના હવે કેવુ વલણ અપનાવશે તેનો સ્પષ્ટ સંદેશો વિશ્વઆલમને મળ્યો છે.  રાફેલ વિમાનની સ્ટીલ્થ અને ક્ષમતાઓને ધ્યાનમાં લ...

અરામકો હુમલાના કારણે અમેરિકા – ઈરાન વચ્ચેના તણાવમાં થયેલા વધારો અંગે સમીક્ષા

સાઉદી અરેબીયાની ટોચની તેલ કંપની અરામકો ધ્વારા સંચાલિત વિશ્વના સૌથી મોટી કાચા તેલની સુવિધા કેન્દ્ર – અબકાઈક પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા બાદ ઈરાન – અમેરીકા વચ્ચેના તણાવ વધ્યો છે. જેનાપગલે ૧૯૯૧ ના અખાતી યુધ્ધ બાદ પહેલી આંતરાષ્ટ્રીય તેલની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. યેમેન ખાતેના અંસાર અલ્લાહ હોતી દળોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. જા કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. અંસાર અલ્લાહે સાઉદી અરેબીયાને ચેતવણી આપી છે કે સાઉદી અરેબીયામાં હૌથી હુમલાઓ વધશે. સાઉદીના તેલ ભંડારો ઉપર થયેલો આ પહેલો હુમલો નથી. ગયા મહિનામાં હૌથીઓ ધ્વારા સાઉદી અરેબીયાની મહત્વના તેલ ખાણ શાયબાહને નિશાણ બનાવવામાં આવ્યું હતું. સાઉદીના રાજા મહંમદ બિન સલમાને આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે અને જણાવ્યું હતું કે સાઉદી અરેબીયા આ હુમલાનો સામનો કરી શકશે. હુમલા બાદ સાઉદી અરેબીયાએ તેની તેલ પાઈપ લાઈન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ધ્વારા સાઉદી અરામકોથી બહારીન પેટ્રોલીયમ કંપનીને દરરોજ ૦-ર મીલીયન બેરેલ કાચુ તેલ પહોંચાડવામાં આવે છે. હજી પણ તે અરામકોનુ ઈનીશીયલ પબ્લીક ઓફરીંગ તેના કુલ વેલ્યુએશનના એટલે કે બે ટ...

ભારત અને ઇરાન સહકારની નવી વ્યૂહરચનાઓ ચકાસી રહ્યા હોવા અંગે સમીક્ષા

ભારત અને ઇરાન વચ્ચેની વિદેશ કચેરી સ્તરની ૧૬મા દોરની મંત્રણાઓ આ સપ્તાહમાં યોજાઈ ગઈ. પશ્ચિમ એશિયા વિસ્તારમાં તનાવપૂર્ણ તથા ચિંતાજનક વાતાવરણ વચ્ચે આ મંત્રણાઓ યોજાઈ હતી. ભારતના વિદેશ વિભાગના સચિવ વિજય ગોખલેના ભારતીય પ્રતિનિધિમંડળના જ્યારે ઇરાનના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર સૈય્યદ અબ્બાસ અરાગચીએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. શ્રી ગોખલેએ ઇરાનના વિદેશમંત્રી અલી અકબર વિલાયતી સાથે પણ મંત્રણાઓ કરી હતી. બંને પક્ષોએ સંપર્ક, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો શાહિદ બહેશ્તી પોર્ટ, ચાબહાર બંદરજેવા પ્રોજેક્ટો સહિત દ્વિપક્ષીય સહકારના બધા જ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા વિચારણા કરી. આ બેઠકમાં ભારત, ઇરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સધાયેલી ત્રિપક્ષીય સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી. ભારત અને ઇરાને, પરસ્પર હિતકારક સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી સ્તરની સંયુક્ત પંચની હવે પછીની બેઠક શક્ય એટલી વહેલી તકે ઇરાનમાં યોજવાનો નિર્ણર્ય લેવાયો હતો. અમેરિકાએ છ માસની મુદત પૂર્ણ થયા પછી ગત મે ૨૦૧૯થી ઇરાન પાસેથી ખનીજતેલ ખરીદવાનું બંધ કર્યું છે. આ ઘટનાની પાશ્વભૂમિમાં ભારત અને ઇરાન વચ્ચે વિદ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આઇસલેન્ડ સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયા મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વિપક્ષીય રાજકીય તેમજ આર્થિક સંબંધો વિકસાવવા આઇસલેન્ડ સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની નવ દિવસની મુલાકાતે હતા. ભારત અને આઇસલેન્ડે મત્સ્ય ઉદ્યોગ સાંસ્કૃતિક સહકાર, અધિકારીઓને વિઝા આપવા માટે સરળ નીતી તેમજ યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડ ખાતે હિન્દી કેન્દ્ર શરૂ કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. આઇસલેન્ડે નોર્ડિક જૂથના દેશોમાંથી એક છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આઇસલેન્ડ શાશ્વત મત્સ્યોધ્યોગ, દરિયાઈ અર્થતંત્ર, વહાણવટા , પર્યાવરણને અનુકૂળ વિકાસ, ઉર્જા ,બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે. આર્કટિક ક્ષેેત્રના શાશ્વત વિકાસ તેમજ પર્યાવરણની જાળવણી માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્કટિક કાઉન્સિલની હાલની અધ્યક્ષતા આઇસલેન્ડ પાસે છે. આઇસલેન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષાષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે ટેકો જાહેર કર્યો હતો.રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે આઇસલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયા આઇસલેન્ડ ફોર ગ્રીન પ્લેનેટ વિષય પર વિદ્યાર્થીઓનેે સંબોધન કર્યું હતુંં. તેમણે આઇસલેન્ડને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સહભાગી થવા આમંત્રણ પણ આપ્યું હતું. ...

બેવડા વલણ અંગે પાકિસ્તાનની થતી ટીકા – અંગે સમીક્ષા

જમ્મુ અને કાશ્મીર અંગેના દુરાગ્રના કારણે પાકિસ્તાન પ્રક્ષોભકારી અવસ્થામાંથી ગુજરી રહયું છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય ભારતની આંતરીક બાબત હોવાનું જણાવતા વિશ્વના લગભગ બધા જ શકિતશાળી દેશોએ પાકિસ્તાનને ઠપકાર આપ્યો છે. સમર્થન મેળવવા પાકિસ્તાન હવે અથાક પ્રયાસ કરી રહયું છે. એક ખાનગી ટીવી ચેનલ સાથે કરેલી વાતચીતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે કબુલ કર્યુ હતું કે પાકિસ્તાન ભારતની સામે પરંપરાગત યુધ્ધ જીતી શકશે નહી તેમણે પરમાણુ ખતરાનો પુનરૂચ્ચાર કર્યો. વિશ્વના દેશોને કાશ્મીર તરફ ધ્યાન દોરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વને ચેતવણી આપી કે જા તે ભારતના પરમાણુ શ†ગાર પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે તો તે ત્યારબાદ થનાર ભારે આપત્તી માટે જવાબદાર ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે વિશ્વને જાણ કરી દીધી છે કે પાકિસ્તાન યુધ્ધ ઈચ્છતું નથી પરંતુ તે તેની સુરક્ષા અને અખંડિતતાની સામે ઉભા થયેલા પડકારોથી અજાણ રહી શકે નહી. તેમણે એમ પણ સ્વીકાર્યુ હતું કે નાણાંકીય કાર્યવાહી દળ એફએટીએફે આવતા મહિને આતંકવાદ માટે અપાતા સહાય મામલે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા અંગે સુનાવણી હાથ ધરશે. ત્યારે પાકિસ્તાનને મુશ્કે...

જમીનની ગુણવત્તા ઘટતી રોકવા પ્રતિબધ્ધ થતો દેશ – અંગે સમીક્ષા

જીવન માટે જમીન ખુબ જ મહત્વનો સ્રોત છે. તે માનવીને જીવન તથા સુખાકારી માટે અન્ન શુધ્ધ – મીઠુ પાણી, તથા વિવિધ પર્યાવરણ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડે છે. આબોહવાની જાળવણીમાં જમીન મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણાં વર્ષોથી ઉપયોગ થતો રહેતા તથા વધતી જતી લોકવસતીના કારણે જમીનની ગુણવત્તાને અસર થઇ છે. કૃષિનું વધતુ દબાણ, વનોનો નાશ, તથા આબોહવામાં પરિવર્તન તથા દુકાળ જેવા પરિબળો ના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. માનવીના જીવન – વ્યવહારની પણ બરફ વગરની જમીન ઉપર અસર થઇ છે. હાલ મોટા ભાગના દેશોમાં જમીનની ગુણવત્તામાં ઘટાડો તથા રણોના વિસ્તારોમાં વધારો – મુખ્ય સમસ્યાઓ બની રહી છે. આ બધી જ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા તથા માનવજાતિ અને પર્યાવરણના હિતમાં આ સમસ્યાઓ ઉકેલવા દિલ્હી નજીક ગત બીજી સપ્ટેમ્બરથી કોપ – ફોર્ટીન તરીકે ઓળખાતા સભ્ય દેશોની બેઠક યોજાઇ ગઇ. જેમાં ૧૯૭ દેશોના ૯ હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પરિષદમાં જમીન વ્યવસ્થાપન, જમીનની ગુણવત્તામાં વધારો કરવો, આબોહવામાં પરિવર્તન, પાણીની તંગી સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારી પ્રતિનિધિઓ – મંત્રી ઉપરાંત સંયુક...

ડોનાલ્ડ ટ્રમ્પે તાલીબાનો સાથેની વાતચીત રદ કરતા મુશ્કેલીમાં મૂકાયેલું અફઘાનિસ્તાન અંગે સમીક્ષા

તાલીબાનોએ અમેરિકા સાથેની મુશ્કેલ મંત્રણાઓ કરવા આ વર્ષની શરૂઆતમાં ૧૪ સભ્યોની એક સમિતીની રચના કરી હતી. એક તરફ અફઘાનિસ્તાન સરકાર સાથે શરૂ કરેલું યુદ્ધ ચાલુ રાખીને તાલીબાનો અમેરિકા સાથે મંત્રણા યોજવાના પ્રયાસો કરી રહ્યા હતા. તાલીબાનો દ્વારા નિર્દોષ નાગરિકો ઉપર અવારનવાર કરાતા હૂમલાઓના કારણે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની કામગીરી કપરી હતી. આ મંત્રણા વખતે તાલીબાનોમાં વહિવટની આકાંક્ષાઓ સંતોષવાની સાથે સાથે અફઘાનિસ્તાનમાં અન્ય રાજકીય ઈચ્છા ધરાવતા લોકો વચ્ચે સમજૂતીનો માર્ગ રચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. અમેરિકા આ મંત્રણા વખતે તાલીબાનો પાસેથી તેઓ ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આતંકવાદી હુમલાઓ કરતા હતા, તેવી નીતિ ફરી નહીં અપનાવે તેવી ખાતરી મેળવવા પ્રયાસો કરી રહ્યું હતું. આ ખાતરી ઉપરાંત અફઘાનની ધરતી પરથી સૈનિકો પાછા ખેંચી લીધા બાદ અમેરિકા પોતાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાં યથાવત્‌ રાખવા ઈચ્છતું હતું. જાકે તાલીબાનો બધા જ અમેરિકનો પાછા ફરે તે માગણી દોહરાવતા હતા. આ મંત્રણાઓ નાજૂક તબક્કે પહોંચી ત્યારે જ તાલીબાનોએ કાબૂલ ખાતેનો સેનાના તાલીમ કેન્દ્રમાં કરેલા હૂમલામાં અન્યો સહિત એક...

પૂર્વીય દેશો સાથે સંબંધો વધુ મજબૂત કરતું ભારત 

વિદેશ મંત્રી પદનો હવાલો સંભાળ્યા બાદ કરેલી દ્વી પક્ષીય મુલાકાતોમાં શ્રી જયશંકરે સિંગાપોર અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની મુલાકાતના પહેલા તબક્કામાં જયશંકરે ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રી મર્સુદી સાથે બેઠક કરી હતી આ ઉપરાંત તેમણે ઇન્ડોનેશિયાના દરિયાઈ બાબતના સમન્વય મંત્રી જનરલ લુહુત બિંસર પંડજઇતાન સાથે પણ ચર્ચા બેઠક યોજી હતી બંને મંત્રીઓએ ભારતના અંદમાન-નિકોબાર બેટ અને ઇન્ડોનેશિયાના એસહ આઇલેન્ડ વચ્ચે સહકારની તકો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.  ઇન્ડોનેશિયા એ ભારતનો મહત્વનો દરિયાઈ ભાગીદાર દેશ છે, ભારત ના દક્ષિણી ભાગનો સૌથી છેલ્લો છેડો છે. ઇન્ડોનેશિયાથી માત્ર નેવું માઈલ દૂર છે એના કારણે બંને દેશો વચ્ચે નો દરિયાઈ સહકાર બહુ જ મહત્વ ધરાવે છે ભારતની ૮ નીતિ અને ઇન્ડોનેશિયાની ગ્લોબલ મેરીટાઈમ ફલક્રમ નીતિ એક સરખી છે બંને દેશો એશિયાન જૂથને એકાત્મતાને મહત્વ આપે છે. ઈન્ડો પેસિફીક ક્ષેત્રની વિજન અને લક્ષ્યાંક પ્રોત્સાહન આપવાના પરિપ્રેક્ષ્યમાં આ ખાસ મહત્વપુર્ણ છે. કારણ બંને દેશો ઈન્ડો પેસીફીક ક્ષેત્રના મહત્વના ઘટક છે અને બંને દેશોના ટુંકા તેમજ લાંબા ગાળાના રાજકીય ...

માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં ભારતનો આક્ષેપોને મજબૂત રદીયો

રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કાશ્મીર અંગે એક ખરડો પસાર કરાવવા અને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો અધિરાઈ પૂર્વક પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો છે. પંચના કુલ ૪૭ સભ્યોમાંથી પાકિસ્તાનને ઓછામાં ઓછા ૨૪ સભ્યોના ટેકાની જરૂર હતી પરંતુ પંચની બેઠકમાં આ મુદ્દે તત્કાળ ચર્ચા કરાવવાની વિનંતી કરવા જેટલો પણ ટેકો મેળવવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હતું. અહીં એ બાબત નોંધવી રહી કે, પંચના સત્ર દરમિયાન ગમે ત્યારે ચર્ચા માટે વિનંતી કરી શકાય છે. અને કાશ્મીર અંગે ખરડો પસાર કરાવવા વિનંતી કરવાની છેલ્લી તારીખ ૧૯ સપ્ટેમ્બર છે. ભારતે આ મુદ્દાને ખાસ મહત્વ નથી આપતું. તેઓ નિર્દેશ કરવા પોતાના મંત્રીને જીનીવા નહીં મોકલવાનું નક્કી કર્યું છે. જાકે, તેણે પાકિસ્તાનના દાવા અને ટિપ્પણીઓને આક્રમક અને ખોટા આક્ષેપો ગણાવી તેને દૃઢ પણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો હોવાનો દાવો કરીને રાષ્ટ્રસંઘ દ્વારા સંયુક્ત તપાસની માંગણી કરવાનો ફરી એક વાર પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ભારતે પાકિસ્તાનના આ પ્રય...

ભારત અને નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઈપલાઈન યોજના

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતાના ભાગરૂપે બંને દેશોએ સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન યોજના અમલી બનાવી છે. બંને દેશોના સંબંધો માટે આ એક સીમાચિહ્નરૂપ યોજના બની છે. બિહારના મોતીહારીથી નેપાળના અમલકગંજ વચ્ચે આ પાઈપલાઈન નાંખવામાં આવી છે. ૬૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન છે, તેમાં ૩૨૭ કિલોમીટર ભારતમાં અને ૩૭.૨ કિલોમીટર નેપાળમાં છે, તે દ્વારા નેપાળમાં ૨૦ લાખ ટન જેટલો ખનીજ તેલનો જથ્થો નેપાળને પહોંચાડવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સથી યોજાયો હતો. ભારત અને નેપાળના પ્રધાનમંત્રી દ્વારા સંયુક્તરૂપે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ દ્વારા બંને દેશોના સંબંધોમાં નવું પ્રકરણ જાડાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોતીહારી-અમલકગંજ પાઈપલાઈન પ્રોજેક્ટ એ ગાઢ સંબંધોનું પ્રતિક બની છે, જેનાથી નેપાળની ઉર્જાની જરૂરિયાત પૂરી થશે અને પેટ્રોલીયમની આયાત પર લાગતો વાહન વ્યવહાર ખર્ચ ઘટી જશે. તેમણે સંતોષ દર્શાવ્યો કે, રાજકીય સ્તરે ઉચ્ચ નેતૃત્વ દ્વારા કરાયેલી કામગીરીના કારણે સમયસર અને સફળ પરિણામો મળી રહે છે તે દ્વારા ભારત અને નેપાળ વચ્ચેની ભ...

ઈરાને અણુ કરારની ખાતરીમાં પીછેહટ કરી

ઈરાન અને અમેરીકા વચ્ચેના તનાવપુર્ણ સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. જુલાઈ ર૦૧પ ના કરારમાંથી અમેરીકા નીકળી જતાં ઈરાન પણ હવે આ કરારમાં પીછેહટ કરી રહયું છે. વિશ્વના દેશો સમક્ષ તેણે જાહેર કરેલી કટીબધ્ધતા અને આપેલી ખાતરીમાં હવે તે પાછુ ફરી રહયું છે. મુળ બાબત એ છે કે અમેરીકા બાદ હવે યુરોપીય સંઘ પણ તેની ખાતરીઓને જાળવી રહયું નથી. પરીણામે તે પણ મુકરર જઈ રહયું છે. ખરેખર તો ઈરાન અને યુરોપીય સંઘ ર૦૧પ ના અણુ કરારની કટીબધ્ધતા જળવાઈ રહે તેના માટે ખુબ જ પ્રયત્નશીલ છે. આ માટે યુરોપીય સંઘ ઈરાનને અપાયેલા આર્થિક વચનોને વળગી રહે તે જરૂરી છે અને તેના લાભ તેને મળવા જાઈએ. આમ બંને પરસ્પર સંકળાયેલા છે અને મર્યાદાઓથી બંધાયેલા પણ છે. ઈરાનની અણુ ઉર્જા સંસ્થાના નિયામક અલી અકબર સાલેહીએ આ નિર્ણયો અંગે તાજેતરમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. તેમણે કહયું કે ઈરાન પોતાની સાર્વભૌમ સત્તાઓના આધારે કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. યુરોપીય સંઘ જયારે તેની ખાતરી અને કટીબધ્ધતાઓ જાળવવામાં નિષ્ફળ રહયું છે ત્યારે ઈરાન પણ તેની ખાતરીમાં પાછુ ફરી શકે છે. તેમણે કહયું કે યુરોપીય સંઘના દેશો ઈરાનને આર્થિક સહ...

ફરી એકવાર એકલ પડતું પાકિસ્તાન

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફસાઈ ગયું છે. કાશ્મીરને અપાતા વિશેષ દરજ્જાને રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનો ધ્યાન દોરવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ નિર્ણય તેની આંતરિક બાબત છે અને ભારત પોતાનો અભિગમ રજૂ કરવામાં સફળ રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશોએ ભારતના નિર્ણયને આવકાર્યું છે તેમ છતાં પાકિસ્તાન આ અંગે હજુ સમાધાની થયું નથી. પાકિસ્તાનને તેના નજીકના મિત્ર દેશો દ્વારા પણ એકલ પાડવામાં આવી રહ્યું છે ગયા અઠવાડિયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને આર્મીના વડાએ સાઉદી અરેબિયાના અને સંયુક્ત અરબ અમીરાતના વિદેશ મંત્રીઓને આમંત્રિત કર્યા હતા. બધા આગેવાનો વચ્ચે થયેલી મંત્રણામાં બંને વિદેશ મંત્રીઓએ પાકિસ્તાનનો પક્ષ સાંભળ્યો હતો ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે આ બંને દેશો પાકિસ્તાન અને નિરાશ નહીં કરે તે અંગે તેઓ આશાવાદી છે. આનાથી વધારે મૂર્ખામી ભરેલું નિવેદન બીજું કોઈ નથી. પાકિસ્તાનના વિશ્લેષકો પણ એવું માને છે કે બંને વિદેશ મંત્રીઓની મુલાકાત માત્ર ફોટા પાડવા માટેની તક હતી. પાકિસ્તાન એવો દાવો કરે છે કે તે સાઉદી ...

ભારત-રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ

ભારત અને રશિયા વચ્ચે થયેલી ૨૦મી વાર્ષિક પરિષદ એ બદલતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવેલી એક વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીની પુરવાર છે. રશિયાના અતિ પૂર્વીય વ્લાદીવોસ્ટોક ખાતે યોજાયેલી પૂર્વીય આર્થિક મંચની પાંચમી પરિષિમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસીય પ્રવાસે ગયા હતા.  આ પરિષદ દરમિયાન ભારતે તેની એક્ટ ફાર ઇસ્ટ નીતિ રજૂ કરી હતી જે ભારતની પાંચમી વાટાઘાટોને આગળ લઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસાધનો થી સમૃધ્ધ એવા રશિયાના અતિ પૂર્વીય વિસ્તારોના વિકાસ માટે એક અબજ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી. એક્ટ ફાર ઇસ્ટ નીતિ ભારતને આ વિસ્તારમાં વધુ રોકાણ કરવા મદદરૂપ થશે. ભારત આ વિસ્તારમાં હીરા કોલશો તેમજ સોનાના ખાણકામમાં રોકાણ કરી રહ્યું છે બંને દેશો વચ્ચેના સંબંધો વિશિષ્ટ તેમજ એકબીજાને લાભદાયક રહ્યા છે જેમાં સહકારના તમામ સંભવિત ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ ઉપરાંત એક સમાન નાગરિક મૂલ્યો, વર્ષોથી ચાલી આવેલી મૈત્રી, પરસ્પર વિશ્વાસ, સમાન હિતો અને વિકાસ તેમજ આર્થિક પ્રગતિના મૂળભૂત મુદ્દાઓ પ્રત્યેનો સમાન અભિગમ જેવા ઘટકો ભારત અને રશિયાને વ...

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવતી સંરક્ષણ મંત્રીની જાપાન મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બીજી ત્રીજી સપ્ટેમ્બરે જાપાનની મુલાકાતે ગયા હતા હાલ તેઓ કોરિયા ગણતંત્રની મુલાકાતે છે . ઈન્ડો પેસિફિક ક્ષેત્રના ભૌગોલિક વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ બંને મુલાકાતો મહત્વની છે. સંરક્ષણ મંત્રીએ તેમની મુલાકાત દરમિયાન ઈન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે મહત્વના એવા કેટલાક દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક મુદ્દાઓ અંગે તેમના સમકક્ષ મંત્રીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. શ્રી સિંહ અને તેમનાં સમકક્ષ તાકેશી ઇવાયાની સહ અધ્યક્ષતામાં યોજાયેલી વાર્ષિક સંરક્ષણ મંત્રાલય સ્તર ની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાનની વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારી વધારવાનો હતો. શ્રી સિંહે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેની પણ મુલાકાત લીધી હતી. બન્ને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધી રહ્યા છે. બંને દેશોએ સંયુક્ત રીતે મહત્વના મિલેટ્રી પ્લેટફોર્મ વિકસાવવાનો નિર્ણય કર્યો છે શ્રી સિંહની મુલાકાત દરમિયાન આ અંગે ના પ્રસ્તાવો ઉપર ચર્ચા કરવામાં આવી જાપાન દ્વારા ભારતને આપવામાં આવતાં યુએસ ૨ વિમાનોનો લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દા પર શ્રી સિંહ જાપાનના સંરક્ષણ મંત્રી સાથે કરેલી ચર્ચા ...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

ભારત-રશિયા ઉર્જા સહકાર નવી ઉંચાઇએ અંગે સમીક્ષા

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.વ્યાપક સહયોગનાં જુદા જુદા ક્ષેત્રોમાં હવે ઉર્જાક્ષેત્ર ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે રશિયાના વ્લાદિવોસ્ટોક જવા રવાના થયા છે. આજે તેઓ પૂર્વીય દેશોના આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ભારત-રશિયા વાર્ષિક પરિષદની બેઠક પણ વ્લાદિવોસ્ટોકમાં યોજાવાની છે. આ બેઠક દરમિયાન ઉર્જાક્ષેત્રે મહત્વના કરાર થાય તેવી અપેક્ષા છે. આ હેતુથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રશિયાની ગયા અઠવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમાં બંને દેશો દ્વારા પરંપરાગત ઉર્જાક્ષેત્ર માટે અને અણુ ઉર્જા માટેના કરાર સંદર્ભમાં વ્યાપક વિચારણા કરવામાં આવી હતી. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં મૂળ ખૂબ જ ઊંડા છે. શીતયુદ્ધ સમયના ગાળામાં પરંપરાગત અને અણુ ઉર્જા સહકાર બંને દેશો વચ્ચે છે, જે એક ઐતિહાસિક બાબત બની રહી છે. ભારત અને રશિયા વચ્ચેના ઉર્જાક્ષેત્રના સહયોગ માટે બજાર આધારિત અને જાખમ મુક્ત વ્યવસ્થા મહત્વની બની રહી છે. તેનું નેટવર્ક વિકાસવવા પર બંને દેશોએ ભાર મૂક્યો છે. ભારતે ખાસ કરીને અખાતના દેશો પરની ઉર્જાની જરૂરિયાત તથા નિ...

પોલેન્ડ અને હંગેરી સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પોલેન્ડ અને હંગેરીની મુલાકાત ભારતના મધ્યઅને પૂર્વ યુરોપના દેશો સાથેના સંબંધોના વિસ્તરણની નેમની દ્વષ્ટિએ ખુબ જ અગત્યની ગણાવી શકાય. હંગેરી સાથેના ભારતના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ મહત્વના અને સુદ્રઢ બની રહ્યા છે. વિદેશમંત્રી જયશંકરે, હંગેરીના વિદેશમંત્રી પિટર સજ્જાર્તો સાથે મંત્રણાઓ કરી હતી. હંગેરીના વિદેશમંત્રી પિટરે, ફિલ્મ નિર્માણ, ડિજીટલાઇઝેશન જળ વ્યવસ્થાપન, સૂર્યઉર્જા તથા દવાક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. ભારતમાં વેપાર તથા મૂડીરોકાણ રહેલું માટે સાનુકૂળ વાતાવરણ તથા ભારતના હંગેરીમાં વધી રહેલા મૂડીરોકાણ અંગે શ્રી જયશંકરે સંતોષ વ્યક્ત કર્યો હતો. બન્ને આગેવાનોએ શિક્ષણ, પ્રવાસન તથા વિજ્ઞાન ક્ષેત્રે સંબંધો હજી મજબૂત બનાવવા સંમતી આપી હતી. હંગેરીએ આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જાડાણ આઇ.એસ.એ. જૂથમાં જાડાવાનો નિર્ણય લીધો છે. જેને ભારતે સૂર્યઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા માટે સાચી દિશામાં લેવાયેલું પગલું તરીકે ઓળખાવ્યો છે. ભારતના વિદેશમંત્રીએ ૩૨ વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત લીધી છે. જ્યારે પોલેન્ડના વિદેશમંત્રી પ્રોફેસર જજેક કજાપ...

દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ પરની સમીક્ષા

દેશની આર્થિક નીતિને પ્રોત્સાહિત કરતી અને રોજગારીની તકો વધારતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ ભારત સરકારે જાહેર કરી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો વધશે. વિદેશી રોકાણ નીતિમાં આ સુધારો સરળીકરણ પ્રદાન કરનારો છે, જેનાથી દેશમાં વેપાર કરવાની સરળતા હજુ પણ વધશે. ભારતમાં વિદેશી રોકાણ અંગે બે મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે, પહેલું સીધું વિદેશી રોકાણ નીતિ અને બીજું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ... આ નીતિ વિદેશમાંથી આવતા રોકાણને Âસ્થરતા બક્ષશે. કારણ કે આ સુધારાઓ અંતર્ગત હવે રોકાણ અંગે અÂસ્થર રહેલા ક્ષેત્રોને પણ Âસ્થરતા મળશે. અન્ય રોકાણોના વ્યાજદરો કરતાં અહીં વ્યાજ દર ઓછા હોવાથી પણ વિવિધ ક્ષેત્રોને નોંધ પાત્ર લાભ મળશે. આ પગલાંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સીધા વિદેશી રોકાણને વિદેશી રોકાણમાં પરિવર્તીત કરતી આ નીતિથી Âસ્થરતાની સાથે ટકાઉ રોકાણ મળશે, જે આર્થિક વિકાસમાં ઉદ્દીપકનું કામ કરશે અને રોજગારીની અનેક તકો ઉભી થશે. સંરક્ષણ, સંચાર, ઉડ્ડયન, બાંધકામ વિકાસ, વેપાર, ફાર્માસ્યુટીકલ્સ, વિમો, પેન્શન અને બીજી નાણાંકીય સેવાઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૦ ટકા સુધીના સીધા ...

અનિશ્ચીતતાના વમળમાં ફસાયેલા પાકિસ્તાન અંગે સમીક્ષા

લેખક : જે.એલ. કૌલ, જલાલી, રાજકીય સમીક્ષક પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દે અપનાવેલ વલણ તેના માટે બંધનકર્તા રહ્યું છે. ભારતે, કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ જયારથી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. એક તબક્કે પાકિસ્તાને યુદ્ધની ભાષા પણ અપનાવી હતી. જાકે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને અખાતી દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. એટલું જ નહીં પણ ઇસ્લામિક દેશોએ આ સમગ્ર બાબતને ભારતની આંતરિક બાબત ઓળખાવી છે. માત્ર તુર્કી તથા મલેશિયાએ પાકિસ્તાનની વાત સાંભળી છે. મલેશીયાને ભારતથી ભાગેલા ઝકીર નાઇકે મલેશીયાના સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ઘણું સાંભળવું પડયું હતું. આથી જ મહાતીર મહંમદની સરકારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે એકપણ ટિપ્પણી કરી નથી. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પણ પાકિસ્તાનને મચક ન આપતા પાકિસ્તાને ઘરઆંગણે એવા નિવેદનો શરૂ કર્યા છે. જેથી પાકિસ્તાનના નાગરિકો મુંઝવણમાં મુકાયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી આ અઠવાડિયાની શરૂઆતમાં પારંપારિક યુદ્ધની ચીમકી આપી...