વાતાવરણ અને પર્યાવરણમાં અનુભવાતી રહેલી ગરમી અને તેના કારણોસર થતાં પરિવર્તનથી સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે.આબોહવા પરિવર્તનના કારણે પર્યાવરણવાદીઓ ખૂબ જ ઉગ્ર રીતે દેખાવો કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવવા માટેના સામૂહિક પ્રયત્નો પર ભાર મૂકી રહ્યા છે. ૧૬ વર્ષના પર્યાવરણ કોમના ચળવળીયા ગ્રેટા થમ્બર્ગનું અરણ્યરૂદન વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત ઉભા કરી રહ્યું છે. સ્વીડનની આ કિશોરીએ સમગ્ર વિશ્વને અપીલ કરી છે કે પર્યાવરણ બચાવવામાં આવે.ન્યુયોર્કમાં મળેલી રાષ્ટ્રસંઘ સામાન્યસભાના તમામ નેતાઓને તેણે અપીલ કરી હતી કે સૌ સહિયારો પ્રયત્ન કરે અને પર્યાવરણ બચાવી લે.તેણે વિશ્વના નેતાઓને આ પડકારનો સામનો કરવામાં સંગઠીત બનવા પર ભાર મૂક્યો, અને જણાવ્યું કે ભાવિ પેઢી નું ભવિષ્ય આપ સૌ પર છે. આપના પ્રયત્નોથી જ અમારી સફળતા ટકેલી છે.અમારી નિષ્ફળતા માટે જો તમે કામ કરશો તો અમે તમને ક્યારેય માફ નહીં કરીયે.
એક ૧૬ વર્ષની કિશોરીનું નિવેદન રુદનપૂર્વકનું જાહેર વક્તવ્ય આબોહવા પરિવર્તન માટે લોકોને હચમચાવી ગયું છે.
આબોહવા પરિવર્તન એ આજે માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે તેના કારણે સમગ્ર વિશ્વ પર ભયાનક જોખમ મંડરાયું છે અને તેની ગંભીર અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડે તેવી હાલાકી છે.
અમેરિકામાં ન્યુયોર્ક ખાતે મળેલા આબોહવા પરિવર્તન અને પર્યાવરણલક્ષી સંમેલનમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ આ ચિંતાનો પુનરૂચ્ચાર કર્યો.રાષ્ટ્રસંઘના મહામંત્રી દ્વારા આયોજીત વૈશ્વિક પરિષદને
સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિશ્વની નેતાગીરી માટે આ બહુ મોટો પડકાર છે, અને હાલ જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી. આ માટે વૈશ્વિક સ્તરે વ્યાપક ચળવળ ચલાવવા અને તેમાં લોકોની ભાગીદારી ઊભી કરવા પર મોદીએ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વર્તણૂંક બદલવાને મહત્વની ગણાવી. અને લોકોને ઉદાર બનવા તથા ખૂબ જ લોભી પ્રકૃતિથી ન વર્તવા જણાવ્યું. પરિણામે કુદરતી સંશાધનોનો વ્યાપક દુરૂપયોગ ન થઈ શકે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નથી. માત્ર વાતો કરવાથી કંઈ જ ના થઈ શકે. આ પ્રશ્ને ગંભીર બનવાની જરૂર છે અને સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
દરમિયાન જર્મનીની આબોહવા પરિવર્તન અંગેની સંશોધન અંગેની સંસ્થા પોટ્સડેમ ઇન્સ્ટીટ્યૂટે જાહેર કરેલા આંકડા વધુ ચિંતા ઉપજાવે તેવા છે. તેના અંદાજ મુજબ આ સદીના અંતે એશિયામાં સરેરાશ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સીયસન્સનો વધારો રહેશે. તેના કારણે પૃથ્વી પરના પ્રશ્નો અને સમસ્યાઓ વધુ ઘેરી બનશે. વાતાવારણ અને હવામાનમાં ગંભીર પરિવર્તન આવી શકે છે. ખેતી, પશુપાલન, જમીન, દરિયાઈ જૈવિક વિવિધતા પ્રાદેશિક સલામતિ, વેપાર, શહેરીવિકાસ , સ્થળાંતર અને આરોગ્ય સહિતના પ્રશ્નો ઊભા થાય તેવી બાબત છે. આ પ્રકારની સ્થિતિથી કેટલાંક દેશોમાં જનજીવન વધુ ભયભીત બનશે અને સાતત્યપૂર્ણ વિકાસ માટેના સ્વપ્નો અધૂરાં રહેશે.
જોકે, પ્રયત્નો કરવાથી કશું જ અશક્ય બનતું નથી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વિશ્વભરના નેતાઓએ સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે. શિક્ષણથી માંડીને મૂલ્ય નિષ્ઠા જેથી તમામ બાબતો તેમાં આવરી લેવી જોઈએ અને લોકોની જીવનશૈલીમાં સુધારા ઉપરાંત વિકાસલક્ષી વિચારધારા પર ભાર મૂકાવો જોઈએ.
શ્રી નરેન્દ્ર મોદીએ સખ્યકાર્ય સૂચના અપનાવવા જણાવ્યું અને ભારતે લીધેલાં પગલાંઓની વિગતો આપી હતી. તે દ્વારા એક માર્ગદર્શક પક્ષ તૈયાર કરવાની પણ તેમણે રૂપરેખા આપી હતી. પુનઃ પ્રાપ્ય ઉર્જા અંગે એક આંતરરાષ્ટ્રીય સંગઠન રચવાની પણ તેમણે હિમાયત કરી હતી. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા તથા પૂર અને અછતની સ્થિતિને પહોંચી વળવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિશ્વના 20 શહેરોમાં ખૂબ જ ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં ભારતમાં મુંબઈ, ચેન્નાઇ, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે.
અનાજનું ઉત્પાદન ઘટતાં વિશ્વમાં ભૂખમરાનો પ્રશ્ન પણ વિકટ બને તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. દર વર્ષે પ્રદૂષણ અને અન્ય ખતરાના કારણે 33 લાખ લોકોનાં મોત થતાં હોય છે. તેમાં ટોચના ચાર દેશોમાં ચીન, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌરમંડળનો ઉલ્લેખ કર્યો અને ફ્રાન્સના સહયોગથી હાથ ધરાયેલા પ્રયત્નોથી કુદરતી ઉર્જા સ્ત્રોતના ઉપયોગ વધારવા જમાવ્યું. 2022 સુધીમાં ભારતમાં 175 ગીગાવોર ઉત્પાદન સૌર ઉર્જાથી મળે તેવો લક્ષ્યાંક તેમણે જાહેર કર્યો હતો.

Comments
Post a Comment