Skip to main content

દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ પરની સમીક્ષા

દેશની આર્થિક નીતિને પ્રોત્સાહિત કરતી અને રોજગારીની તકો વધારતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ ભારત સરકારે જાહેર કરી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો વધશે. વિદેશી રોકાણ નીતિમાં આ સુધારો સરળીકરણ પ્રદાન કરનારો છે, જેનાથી દેશમાં વેપાર કરવાની સરળતા હજુ પણ વધશે. ભારતમાં વિદેશી રોકાણ અંગે બે મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે, પહેલું સીધું વિદેશી રોકાણ નીતિ અને બીજું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ... આ નીતિ વિદેશમાંથી આવતા રોકાણને Âસ્થરતા બક્ષશે. કારણ કે આ સુધારાઓ અંતર્ગત હવે રોકાણ અંગે અÂસ્થર રહેલા ક્ષેત્રોને પણ Âસ્થરતા મળશે. અન્ય રોકાણોના વ્યાજદરો કરતાં અહીં વ્યાજ દર ઓછા હોવાથી પણ વિવિધ ક્ષેત્રોને નોંધ પાત્ર લાભ મળશે. આ પગલાંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સીધા વિદેશી રોકાણને વિદેશી રોકાણમાં પરિવર્તીત કરતી આ નીતિથી Âસ્થરતાની સાથે ટકાઉ રોકાણ મળશે, જે આર્થિક વિકાસમાં ઉદ્દીપકનું કામ કરશે અને રોજગારીની અનેક તકો ઉભી થશે.

સંરક્ષણ, સંચાર, ઉડ્ડયન, બાંધકામ વિકાસ, વેપાર, ફાર્માસ્યુટીકલ્સ, વિમો, પેન્શન અને બીજી નાણાંકીય સેવાઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૦ ટકા સુધીના સીધા વિદેશી રોકાણની મંજુરીથી મહત્તમ ફાયદો થશે. વર્ષ ૨૦૧૯-૨૦ના સામાન્ય અંદાજપત્રમાં નાણાંમંત્રી દ્વારા એફડીઆઈ પોલીસીમાં કરાયેલ સુધારાની દરખાસ્તને પગલે વિદેશી રોકાણ માટે ભારત એક આકર્ષક સ્થળ બન્યું છે. અધિકારીક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં ૨૮૬ બિલિયન અમેરિકી ડોલરનું વિદેશી રોકાણ નોંધાયુ છે, જે વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૩-૧૪ સુધીના સમયગાળાના વિદેશી રોકાણ ૧૮૯ બિલિયન ડોલરની સરખામણીએ એકંદરે ઘણું વધારે છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજીત વિદેશી રોકાણ ૬૪.૩૭ બિલિયન અમેરિકી ડોલર અંદાજવામાં આવ્યું છે, જે કોઈપણ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ રોકાણ છે. તાજેતરની જાહેરાત મુજબ સ્વયં સંચાલિત માર્ગે ૧૦૦ ટકા એફડીઆઈ કોલસાની ખાણોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે કરાઈ છે, જે કોલસાની ખાણોની માળખાકીય સુવિધાઓની સાથે સાથે કોલસાની ખાણ અંગેની જાગવાઈનો ધારો ૨૦૧૫ અને ખાણ ખનીજ ક્ષેત્રે સુધારેલો ધારો ૧૯૫૭ સાથે સંકળાયેલ છે ત્યારે હવે આ પહેલથી ખનીજ મહેસૂલ રોયલ્ટી વધવાની શક્યતા ઉભી થઈ છે.

મેક ઈન ઈÂન્ડયા પહેલને મજબૂત બનાવતા હવે આ નીતિ કરાર આધારીત ઉત્પાદક ક્ષેત્રોને પણ નવો વેગ આપશે. સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગમાં પણ એફડીઆઈ અંગેના નિયમોમાં સરકારે ઘણા સુધારાઓ જાહેર કર્યા છે, જેનાથી નાની કંપનીઓને પણ લાભ મળી રહેશે અને તેઓ પણ પોતાના માલની નિકાસ કરી શકશે. આ સાથે ઓનલાઈન વેપારને વધારવા માટે પણ નવા ક્ષેત્રોને જાડવાનો પ્રયાસ થયો છે, જેમાં ઘણા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

સરકાર માને છે કે, ઓનલાઈન વેપાર વધવાથી ડિઝીટલ પેમેન્ટ, કસ્ટમર કેર જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે. નવી જાહેરાત અંતર્ગત ડિઝીટલ મીડિયા અને સમાચાર ચેનલોને સરકારે ૪૯ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવી છે. ડિઝીટલ મીડિયા સમાચારો અપલોડ કરતી કે સ્ટ્રીમિંગ કરતી ન્યુઝ ચેનલોને તથા પ્રિન્ટ મીડિયાને ૨૬ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવાયા છે.

વિશ્વના વિકસીત દેશો સાથે કદમ મિલાવવા નવી નીતિ, નવું બળ પુરુ પાડશે, તેવું માનવામાં આવે છે. વિશ્વ કક્ષાના વર્ષ ૨૦૧૯ના યુએનસીટીએડીના અહેવાલ અનુસાર વૈશ્વિક કક્ષાએ એફડીઆઈનું પ્રમાણ વર્ષ ૨૦૧૮માં ૧૩ ટકા જેટલું ઘટ્યું હતું, જે લગભગ ૧.૩થી ૧.૫ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું થાય છે. નવી એફડીઆઈ નીતિની જાહેરાત એ હકારાત્મક અભિગમ સાથે કરાઈ છે કે વેપાર નીતિ સરળ અને ઉદાર બનશે, જેથી દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે.

લેખકઃ- ડો.લેખા ચક્રવર્તી, પ્રોફેસર, એનઆઈપીએફપી

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...