સાઉદી અરેબીયાની ટોચની તેલ કંપની અરામકો ધ્વારા સંચાલિત વિશ્વના સૌથી મોટી કાચા તેલની સુવિધા કેન્દ્ર – અબકાઈક પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા બાદ ઈરાન – અમેરીકા વચ્ચેના તણાવ વધ્યો છે. જેનાપગલે ૧૯૯૧ ના અખાતી યુધ્ધ બાદ પહેલી આંતરાષ્ટ્રીય તેલની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. યેમેન ખાતેના અંસાર અલ્લાહ હોતી દળોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. જા કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. અંસાર અલ્લાહે સાઉદી અરેબીયાને ચેતવણી આપી છે કે સાઉદી અરેબીયામાં હૌથી હુમલાઓ વધશે. સાઉદીના તેલ ભંડારો ઉપર થયેલો આ પહેલો હુમલો નથી. ગયા મહિનામાં હૌથીઓ ધ્વારા સાઉદી અરેબીયાની મહત્વના તેલ ખાણ શાયબાહને નિશાણ બનાવવામાં આવ્યું હતું.
સાઉદીના રાજા મહંમદ બિન સલમાને આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે અને જણાવ્યું હતું કે સાઉદી અરેબીયા આ હુમલાનો સામનો કરી શકશે. હુમલા બાદ સાઉદી અરેબીયાએ તેની તેલ પાઈપ લાઈન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ધ્વારા સાઉદી અરામકોથી બહારીન પેટ્રોલીયમ કંપનીને દરરોજ ૦-ર મીલીયન બેરેલ કાચુ તેલ પહોંચાડવામાં આવે છે. હજી પણ તે અરામકોનુ ઈનીશીયલ પબ્લીક ઓફરીંગ તેના કુલ વેલ્યુએશનના એટલે કે બે ટ્રીલીયનના એક ટકા લીસ્ટ કરવાનો પ્રયાસ કરી રહયું છે. આ ઉપરાંત સાઉદી અરેબીયા મધ્ય પુર્વ એશિયાના જળમાર્ગોની સલામતી માટે અમેરીકાના આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયા, બહારીન અને યુનાઈટેડ કિંગડમના મોર્ચામાં જાડાશે. સાઉદીના મંત્રીમંડળના જણાવ્યા મુજબ આ હુમલાના લીધે વહાણવટા સ્વાતંત્ર્ય તેમજ વૈશ્વિક આર્થિક વિકાસને Âસ્થરતા સામે ખતરો ઉભો થયો છે.
સાઉદી અરેબીયાએ યુન એન સહિતની વૈશ્વિક સંસ્થાઓને આ ડ્રોન હુમલો અનેતેમાં ઈરાની હથિયારોના ઉપયોગ અંગે તપાસ હાથ ધરવાનું આમંત્રણ આવ્યું છે. વિશ્વભરમાં આ હુમલાની નિંદા થઈ રહી છે. સાઉદી અરેબીયાના માર્યા અમેરીકાએ હુમલાનો સખત વિરોધ કર્યો છે. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હુમલા માટે જવાબદાર ગણાવતા કહયું હતું કે અમેરીકા આ હુમલાનો વળતો જવાબ આપવા તૈયાર છે. અમેરીકાએ સાઉદી અરેબીયા સાથે ગુપ્તચર બાતમીઓની આદાન પ્રદાન વધારી દીધી છે.
આ ક્ષેત્રમાં ઈરાનના આક્રમણનો સામનો કરવાના સહિયારા પ્રયાસોના સંકુલ અને હુમલા વિષે ચર્ચા કરવા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ સાઉદી અરેબીયા અને સંયુકત આરબ અમિરાત યુએઈની મુલાકાત લે તેવી ધારણા છે. ઈરાને આ આક્ષેપોને ધરાર નકારી કાઢયા છે અને યુધ્ધ માટે તૈયાર હોવાનું કહયું છે. તેણે દાવો કર્યો છે કે અમેરીકા જા એપ્રિલ ર૦૧પ ની ઈરાનની પરમાણુ સંધિને સ્વીકારે તો જ આ સંઘર્ષ નિવારી શકાશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહયું કે હૌથી બળવાખોરોએ સાઉદી તેલ ઠેકાણા પર હુમલો કર્યો હતો. યેમેનમાં લાંબા સમયથી ચાલતા યુધ્ધનો અંત લાવવા રીયાધને ચેતવણી આપવા આ હુમલો કરાયો હતો. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહયું હતું કે અમેરિકા મહત્તમ દબાણ નીતી છોડીને મહત્તમ છળકપટની નીતી તરફ વળ્યું છે. આ હુમલા વૈશ્વિક ઉર્જા સલામતી જાખમાવી શકે તેમ છે.
એબ્કૈક પરના હુમલાના પરીણામે સાઉદી અરેબીયાનું તેલ ઉત્પાદન અર્ધાથી પણ ઓછુ થઈ ગયું છે અને ૧૯પ૦ થી અત્યાર સુધીમાં સૌથી મોટો દૈનિક પ૭ લાખ બેરલ જેટલો ઘટાડો થયો છે. વિશ્વના કુલ પુરવઠામાં પાંચ ટકા ઘટાડો થયો છે અનેતેલના ભાવમાં ૧પ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
વૈશ્વિક તેલનો પુરવઠો ખુટી ગયો છે અને તેલના ભાવમાં ૧પ ટકાનો વધારો થયો છે. તેલ પુરવઠાની ચિંતા દુર કરવાના પ્રયાસ રૂપે સાઉદી અરેબીયાએ તેના એશિયન ગ્રાહકોને ખાત્રી આપી હતી કે તેમની ઓકટોબરની માંગને પહોંચી વળાશે. જયારે અરામકો તેના નિષ્ક્રીય ઓઈલ એકમો પર ગોળીબાર કરે છે ત્યારે રિયાધે ભારતને ખાત્રી આપી છે કે ઉત્પાદન ઘટાડા છતાં તે તેના પુરવઠાને પહોંચી વળવા પ્રયાસ કરશે.
સાઉદી અરેબીયાએ ભારતને કાચા તેલની નિકાસ કરતો બીજા નંબરનો દેશ છે. જા કે તાજેતરના હુમલા બાદ ભારતે રશિયા અને ઈરાન સહિતના તેલ માટેના વૈકÂલ્પક †ોત શોધી કાઢયા છે. એક બાજુ અમેરીકા – ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે ભારતના પાડોશી સાથેના વધારેલા સંબંધ ગમે તેવા નથી અને બીજી બાજુ તેલના
આભાર - નિહારીકા રવિયા વધતા ભાવ વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર પરીણામ લાવી શકે છે.
ખાડી પ્રદેશમાં વસવાટ કરતી ભારતની મોટી વસતી છે. તેમની સલામતી પણ નવી દિલ્હી માટે મોટી ચિંતાનો વિષય છે, તેથી તમામ પક્ષોએ સંભાળવું જાઈએ અને કટોકટી કે તણાવ સર્જાય તેવા સંજાગો ટાળવા જાઈએે.
Comments
Post a Comment