Skip to main content

ભારત અને ઇરાન સહકારની નવી વ્યૂહરચનાઓ ચકાસી રહ્યા હોવા અંગે સમીક્ષા

ભારત અને ઇરાન વચ્ચેની વિદેશ કચેરી સ્તરની ૧૬મા દોરની મંત્રણાઓ આ સપ્તાહમાં યોજાઈ ગઈ.

પશ્ચિમ એશિયા વિસ્તારમાં તનાવપૂર્ણ તથા ચિંતાજનક વાતાવરણ વચ્ચે આ મંત્રણાઓ યોજાઈ હતી.

ભારતના વિદેશ વિભાગના સચિવ વિજય ગોખલેના ભારતીય પ્રતિનિધિમંડળના જ્યારે ઇરાનના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર સૈય્યદ અબ્બાસ અરાગચીએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

શ્રી ગોખલેએ ઇરાનના વિદેશમંત્રી અલી અકબર વિલાયતી સાથે પણ મંત્રણાઓ કરી હતી. બંને પક્ષોએ સંપર્ક, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો શાહિદ બહેશ્તી પોર્ટ, ચાબહાર બંદરજેવા પ્રોજેક્ટો સહિત દ્વિપક્ષીય સહકારના બધા જ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા વિચારણા કરી.

આ બેઠકમાં ભારત, ઇરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સધાયેલી ત્રિપક્ષીય સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી.

ભારત અને ઇરાને, પરસ્પર હિતકારક સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી સ્તરની સંયુક્ત પંચની હવે પછીની બેઠક શક્ય એટલી વહેલી તકે ઇરાનમાં યોજવાનો નિર્ણર્ય લેવાયો હતો.

અમેરિકાએ છ માસની મુદત પૂર્ણ થયા પછી ગત મે ૨૦૧૯થી ઇરાન પાસેથી ખનીજતેલ ખરીદવાનું બંધ કર્યું છે.

આ ઘટનાની પાશ્વભૂમિમાં ભારત અને ઇરાન વચ્ચે વિદેશ મંત્રાલય સ્તરની જે મંત્રણા થઈ છે, તેનું વિશ્લેષણ થવું જાઈએ.

ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી એગેનીએ જણાવ્યું છે કે, તુર્કી, રશિયા અને ચીને ઇરાન પાસેથી ખનીજ તેલની ખરીદી યથાવત રાખી છે. પણ ભારતે જુદો નિર્ણય લીધો છે.

જાકે, ભારતે ખનીજ તેલની ખરીદીને બાદ કરતા બાકીના ક્ષેત્રોમાં ઇરાન સાથેના સંબંધો યથાવત રાખ્યા છે.

ભારત અને ઇરાન અફઘાનિસ્તાન સાથે હજી પણ મંત્રણા કરી રહ્યા છે.

ભારત ઇરાન સાથેના વેપાર તથા આર્થિક સંબંધો હજી વધારવા પ્રયાસો કરી રહ્યા છે.

માર્ગ ૨૦૧૯માં યોજાયેલી ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝીર કોરીડોર કાઉÂન્સલની સાતમી બેઠકમાં ભારતે પણ ઇરાન સાથેના વેપાર ક્ષેત્રના સંબંધો હજી મજબૂત બનાવવાની પ્રતિબદ્ધત વ્યક્ત કરી હતી.

આ વર્ષના મે મહિનાથી ઇરાન અને અમેરિકા વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો ઉપર પણ અસર થઈ છે અને તેમાં નવા પડકારો ઊભા થયા છે.

ભારત ઇરાન સાથેના ઉર્જાક્ષેત્રના સંબંધો બીજી રીતે કેવી રીતે ફરીથી સ્થાપી શકાય તે અંગે વિચારણા કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૬ સુધી ભારતને ખનીજ તેલ આપનાર દેશોની સૂચિમાં ઇરાનનો બીજા ક્રમ હતો, જે વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં સાતમો થયો હતો.

ખનીજ તેલ વિશ્વસનીય રીતે આપનાર દેશ તરીકે ઇરાનનું મહત્વ ભારત માટે ઘણું છે. યુરોપ-એશિયાના દેશો સાથેના ભારતના સંબંધો માટે ઇરાન પ્રવેશદ્વાર સમુ હોવાથી ભારતે ઇરાન સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો છે. રશિયા પણ મધ્ય એશિયાના પ્રજાસત્તા દેશો સાથેના સંબંધો તથા ઇરાન – ચીન – રશિયા જેવા જૂથોનને ધ્યાનમાં લઈ સંતુલન સાધવા ભારત અને ઇરાનના સંબંધો પણ મજબૂત થાય તેવું ઇચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૬માં ઇરાનની મુલાકાત લીધી હતી ત્યારે ભારત અને ઈરાનના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો.

બંને દેશોએ સર્વગ્રાહી આર્થિક તથા માળખાકીય સુવિધા ક્ષેત્રે વિકાસ વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારપછી ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીએ ફેબ્રુઆર ૨૦૧૮માં ભારતની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની ભારતની તત્પરતા તાજેતરની વિદેશ મંત્રાલય કચેરી સ્તરની મંત્રણામાં જાઈ શકાઈ છે.

ભારતના વિદેશમંત્રી તહેરાનની મુલાકાતે જાય તેવી પણ સંભાવના છે.

આ બધી જ બાબતો દર્શાવે છે કે, અમેરિકાના વધતા દબાણ વચ્ચે, ભારતની એનડીએ સરકાર ઇરાન સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છે.

બીજી રીતે જાઈએ તો આ પ્રકારની મંત્રણા ઉશ્કેરાટની તીવ્રતા ઘટાડવામાં જેટલી મદદરૂપ થશે, તો બૃહદ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.



લેખકઃ ડોક્ટર મીનાસિંહ રોય, રશિયા અને પશ્ચિમ એશિયાના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...