Skip to main content

પૂર્વીય દેશો સાથે સંબંધો વધુ મજબૂત કરતું ભારત 

વિદેશ મંત્રી પદનો હવાલો સંભાળ્યા બાદ કરેલી દ્વી પક્ષીય મુલાકાતોમાં શ્રી જયશંકરે સિંગાપોર અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી.

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની મુલાકાતના પહેલા તબક્કામાં જયશંકરે ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રી મર્સુદી સાથે બેઠક કરી હતી આ ઉપરાંત તેમણે ઇન્ડોનેશિયાના દરિયાઈ બાબતના સમન્વય મંત્રી જનરલ લુહુત બિંસર પંડજઇતાન સાથે પણ ચર્ચા બેઠક યોજી હતી બંને મંત્રીઓએ ભારતના અંદમાન-નિકોબાર બેટ અને ઇન્ડોનેશિયાના એસહ આઇલેન્ડ વચ્ચે સહકારની તકો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. 

ઇન્ડોનેશિયા એ ભારતનો મહત્વનો દરિયાઈ ભાગીદાર દેશ છે, ભારત ના દક્ષિણી ભાગનો સૌથી છેલ્લો છેડો છે. ઇન્ડોનેશિયાથી માત્ર નેવું માઈલ દૂર છે એના કારણે બંને દેશો વચ્ચે નો દરિયાઈ સહકાર બહુ જ મહત્વ ધરાવે છે ભારતની ૮ નીતિ અને ઇન્ડોનેશિયાની ગ્લોબલ મેરીટાઈમ ફલક્રમ નીતિ એક સરખી છે બંને દેશો એશિયાન જૂથને એકાત્મતાને મહત્વ આપે છે.

ઈન્ડો પેસિફીક ક્ષેત્રની વિજન અને લક્ષ્યાંક પ્રોત્સાહન આપવાના પરિપ્રેક્ષ્યમાં આ ખાસ મહત્વપુર્ણ છે. કારણ બંને દેશો ઈન્ડો પેસીફીક ક્ષેત્રના મહત્વના ઘટક છે અને બંને દેશોના ટુંકા તેમજ લાંબા ગાળાના રાજકીય આર્થિક તેમજ કનેકટીવીટી લક્ષ્યાંકોમાં કેટલીક સમાનતા છે. ઈન્ડો પેસીફીક ક્ષેત્ર મુકત, ખુલ્લો, પારદર્શક, નિયમ આધારીત, શાંતીપુર્ણ અને સમાવેશક રહે તે એ ક્ષેત્રમાં આવતા બધા દેશો ઈચ્છે છે.

વિદેશ મંત્રીએ ઈન્ડોનેશિયાના રાજકીય, કાયદાકીય સલામતી બાબતના સમન્વય મંત્રી એચ.વિરાન્ટોની પણ મુલાકાત લીધી હતી અને સંરક્ષણ, સલામતી અને આતંકવાદ વિરોધી મુદૃઓ પર મંત્રણા કરી હતી. તેમણે ઈન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જુસુફ કુલ્લાની પણ મુલાકાત લીધી હતી.

આ મુલાકાતના મુખ્ય ઉદેશ્ય ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધો વધુ વ્યાપક કરવાનો છે. ભારતની લાંબા સમયની દીર્ધકાલીન વિદેશ નીતીના પ્રાથમિકતામાં અને ભારતના પ્રાદેશિક સંબંધોના ઈન્ડોનેશિયાનું સ્થાન જાતાં આ પગલુ તાર્કીક ગણાય છે. સિંગાપોર બાદ આ ક્ષેત્રમાં ઈન્ડોનેશીયા ભારતનો બીજા મોટો વેપારી ભાગીદાર દેશ છે. ર૦૧૮-૧૯ માં બંને દેશો વચ્ચે ર૧.૧ર અબજ ડોલર દ્વિપક્ષીય વેપાર થયો હતો.

પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન નવી દીલ્હી અને જકાર્તાએ સંરક્ષણ સહકાર કરા અને શાંતિપુર્ણ ઉદેશ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગમાં સહકાર અંગેના ફ્રેમવર્ક કરારની શરૂઆત સાથે તેમના સંરક્ષણ અને સુરક્ષા સંબંધો વધારે મજબુત કર્યા છે. ર૦૧૮માં ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન ભારત અને ઈન્ડોનેશીયા વ્યાપક વ્યુહાત્મક ભાગીદાર છે અને વર્ષ ર૦૧૭ થી સમુદ્રી સહયોગ અંગે સંયુકત નિવેદનો બહાર પાડી રહયાં છે.

બે હિંદ મહાસાગર શકિતઓ દ્વારા પહેલી વાર નવેમ્બર ર૦૧૮માં સુરાબાયા – ઈન્ડોનેશિયા ખાતે નૌકાદળ કવાયત હાથ ધરાઈ હતી. સબાંગ બંદર એ દક્ષિણ પુર્વ એશિયા અને તેનાથી આગળનો દરિયાઈ પ્રવેશદ્વાર છે અનેતે આ ક્ષેત્રમાં ભારતના સંપર્કની પહેલને વે આપી શકે છે.

સિંગાપોરની તેમની મુલાકાત દરમ્યાન ડોકટર જયશંકરે છઠૃ સિંગાપોર સંયુકત મંત્રી સ્તરીય પરિષદમાં તેમના સમકક્ષ ડોકટર વિવિઅન બાલકૃષ્ણન સાથે સિંગાપોર - ભારત વ્યુહાત્મક ભાગીદારી અંગે સહયોગ અર્થે દ્વિપક્ષી મંત્રણાઓ કરી હતી. તેમણે સિંગાપોરના પ્રધાનમંત્રી લી. હીસેન લુંગ સાથે પણ મુલાકાત કરી હતી. તેઓ નાયબ પ્રધાનમંત્રી હેંગ સ્વી કીટ અને સંરક્ષણ મંત્રીને પણ મળ્યા હતા.

ડોકટર જયશંકરે ભારત - સિંગાપોર વ્યાપાર અને નવીનીકરણ શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો. સંમેલન દરમ્યાન તેમણે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી કરારમાં જાડાવા અંગેના ભારતના અનામત અંગેની યાદી આપી હતી. જે મેગા ફી વ્યાપાર કરારમાં આસીયાન ૧૦ દેશોના સભ્યો અને છ સંવાદ ભાગીદારોનો સમાવેશ થાય છે. ડોકટર જયશંકરે જાહેર કર્યા પ્રમાણે સિંગાપોર એ આસિયાન દેશો સાથે ભારતના જાડાણનું આધારબિંદુ છે. સિંગાપોર, ભારતની સ્માર્ટ સીટી પહેલનો મુખ્ય ભાગીદાર દેશ છે અને વેપાર, નાણા અને વાણિજય જેવા ક્ષેત્રે પણ મુખય ભાગીદાર રહયો છે. સિંગાપોર દ્વારા નાણાંકીય પારદર્શિતાને મજબુત કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે અને તે દર્શાવે છે કે સિંગાપોર ભારત સાથે એ બધા ક્ષેત્રે કામ કરવા ઉત્સુક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ભારતની એકટ – ઈસ્ટ નીતીમાં નોંધપાત્ર સાતત્ય રહેલુ છે. એકટ ઈસ્ટ પોલીસી હેઠળ ભારત પ્રશાંત દેશોની નિયમિત સત્તાવાર ધ્યેયલક્ષી યાત્રાઓ દ્વારા ભારતના પુર્વીય દેશો સાથેના સંબંધને મજબુત બનાવવા પ્રયત્નશીલ છે અને ડોકટર જયશંકરની મુલાકાત એ આવા જ પ્રયાસો અંતર્ગતની મહત્વપુર્ણ બાબત છે.

લેખકઃ પૂર્વ તેમજ દક્ષિણ-પૂર્વ એશિયા પરના વ્યૂહાત્મક વિશ્લેષક ડોક્ટર રાહુલ મિશ્રા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...