Skip to main content

ડોનાલ્ડ ટ્રમ્પે તાલીબાનો સાથેની વાતચીત રદ કરતા મુશ્કેલીમાં મૂકાયેલું અફઘાનિસ્તાન અંગે સમીક્ષા

તાલીબાનોએ અમેરિકા સાથેની મુશ્કેલ મંત્રણાઓ કરવા આ વર્ષની શરૂઆતમાં ૧૪ સભ્યોની એક સમિતીની રચના કરી હતી. એક તરફ અફઘાનિસ્તાન સરકાર સાથે શરૂ કરેલું યુદ્ધ ચાલુ રાખીને તાલીબાનો અમેરિકા સાથે મંત્રણા યોજવાના પ્રયાસો કરી રહ્યા હતા.

તાલીબાનો દ્વારા નિર્દોષ નાગરિકો ઉપર અવારનવાર કરાતા હૂમલાઓના કારણે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની કામગીરી કપરી હતી. આ મંત્રણા વખતે તાલીબાનોમાં વહિવટની આકાંક્ષાઓ સંતોષવાની સાથે સાથે અફઘાનિસ્તાનમાં અન્ય રાજકીય ઈચ્છા ધરાવતા લોકો વચ્ચે સમજૂતીનો માર્ગ રચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. અમેરિકા આ મંત્રણા વખતે તાલીબાનો પાસેથી તેઓ ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આતંકવાદી હુમલાઓ કરતા હતા, તેવી નીતિ ફરી નહીં અપનાવે તેવી ખાતરી મેળવવા પ્રયાસો કરી રહ્યું હતું.

આ ખાતરી ઉપરાંત અફઘાનની ધરતી પરથી સૈનિકો પાછા ખેંચી લીધા બાદ અમેરિકા પોતાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાં યથાવત્‌ રાખવા ઈચ્છતું હતું.

જાકે તાલીબાનો બધા જ અમેરિકનો પાછા ફરે તે માગણી દોહરાવતા હતા.

આ મંત્રણાઓ નાજૂક તબક્કે પહોંચી ત્યારે જ તાલીબાનોએ કાબૂલ ખાતેનો સેનાના તાલીમ કેન્દ્રમાં કરેલા હૂમલામાં અન્યો સહિત એક અમેરિકન સૈનિક ઠાર થયો. તાલીબાનોએ કાબૂલના સેનાના કેન્દ્ર પરના હૂમલાની જવાબદારી સ્વીકારતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ હૂમલાને વખોડી કાઢી હતી. પરિણામે અમેરિકા અને તાલીબાનો વચ્ચેની મંત્રણાનું ભાવિ જાખમાયું.

સતત બે દાયકા સુધીના સંઘર્ષ બાદ મંત્રણા દ્વારા રાજકીય ઉકેલ મેળવવાના પ્રયાસોથી ઊભી થયેલી આશા ફરી નિષ્ફળ જાય તેવી Âસ્થતિ ઉભી થઈ હતી.

આમ આ બનાવે અફઘાન સરકાર સામે યુદ્ધે ચડેલા જૂથ સાથે મંત્રણા કરવી એ કેટલી કપરી કામગીરી છે તે બાબત સ્પષ્ટ થઈ. તાલીબાનોએ તેઓ મંત્રણા માટે મુક્ત મન ધરાવતા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ કેટલાક નિષ્ણાંતોએ અમેરિકાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાંથી પાછુ ફર્યા બાદ પાકિસ્તાન ખાતેના આતંકવાદીઓ તેમના તાલીમ કેન્દ્રો અફઘાનિસ્તાન ખસેડીને એશિયાના બીજા વિસ્તારોમાં આતંકી હુમલા કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, તાલીબાનોએ આજ સમયગાળામાં ચીન, રશીયા, ઈરાન તથા સાઉદી અરેબિયા અને કતાર સાથે પણ મંત્રણાના પ્રયાસો કર્યા જે નિષ્ફળ ગયા હતા. જાકે તાલીબાનોએ ભારત સાથે મંત્રણાના પ્રયાસો કર્યા ન હતા. જાકે અમેરિકા સાથેના રાજદ્વારી સ્તરની મંત્રણાના પ્રયાસો નિષ્ફળ થયા તે જાતા તાલીબાનો સાથેની અન્ય પ્રાદેશિક સ્તરના પ્રયાસો કેટલા સફળ થશે તે બાબતે અનિશ્ચિતતા હતી. ભારતે પ્રથમથી એક અભિગમ રાખ્યો છે કે, તે કોઈપણ આતંકવાદી જૂથ સાથે ક્યારેય મંત્રણા કરશે નહીં. તાજેતરના નિર્દેશો મુજબ જર્મની, કતાર અને નોર્વેએ અમેરિકા તથા તાલીબાનો વચ્ચે મંત્રણા ફરી શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે, જેથી હિંસાગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના થઈ શકે. આ સમગ્ર બાબતની સીધી અસર ચાલુ માસના અંતે અફઘાનિસ્તાનમાં યોજાનારી ચૂંટણી ઉપર થઈ રહી છે.

તાલીબાનોએ આ ચૂંટણીને માન્યતા આપી નથી, તેથી તેઓ ચૂંટણી પ્રક્રિયામાં હિંસા પર ઉતરે તેવી સંભાવના નકારી શકાય નહીં.

આના પરિણામે છેલ્લા ૪-૪ દાયકાથી આંતર-વિગ્રહમાં સપડાયેલા અફઘાનિસ્તાનનું ભાવી વધુ અનિશ્ચિત બન્યું છે. આ તબક્કે તાલીબાનો અફઘાન સરકાર અમેરિકનો સામેની લડાઈ ચાલુ રાખે તથા મંત્રણા વાસ્તવમાં શરૂ થાય તે અંગે આશંકા છે.

અફઘાનિસ્તાનના કેટલાક વર્ગનું માનવું છે કે, અહીં ચૂંટણી યોજાઈ ગયા પછી મંત્રણા શરૂ થાય તેવી શક્યતા છે.

જાકે મંત્રણા ફરી શરૂ કરવા અમેરિકા તાલીબાનો પાસેથી આતંકવાદી હુમલાઓ નહીં થાય તેવી ખાતરીની માગણી વધુ દૃઢતાથી કરશે.

તાલીબાનો તેમના વલણમાં કેટલી બાંધછોડ કરશે તે કહી શકાય નહીં, આથી આ પરિÂસ્થતિમાં અફઘાનિસ્તાનમાં ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.



લેખક – કલ્લોલ ભટ્ટાચાર્યજી, હિંદુના ખાસ સંવાદદાતા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...