Skip to main content

હાઉડી મોદી – એક અભુતપૂર્વ કાર્યક્રમ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રીની સાત દિવસની અમેરીકાની મુલાકાતનો હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની સફળતા સાથે થયો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બંને આગેવાનોએ, કાર્યક્રમમાં ઉપસ્થિત 50 હજારથી વધુ ભારતીયોને સંબોધન કર્યું. વર્ષ 2014માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કના મેડિસન ગાર્ડન સ્કવેઅર ખાતે અમેરીકામાં વસતા ભારતીયોને સંબોધન કર્યું હતું. પણ હ્યુસ્ટનના કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેતા આ ઇવેન્ટનું મહત્વ વધી ગયું હતું.

આ પ્રસંગે સાંસદ સ્ટેની હોયર સહિત અમેરિકાના વિવિધ સાંસદો પણ ઉપસ્થિત રહેતા ભારત – અમેરીકા સંબંધોને ત્યાં કેટલુ સમર્થન છે તે બાબત સ્પષ્ટ થઇ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તેમના સંબોધનમાં શ્રી ટ્રમ્પ માટે, મારા મિત્ર ભારતના મિત્ર તથા અમેરિકાના મહાન રાષ્ટ્ર પ્રમુખ તરીકે ઉલ્લેખ કરીને શ્રી ટ્રમ્પ તથા તેમના નેતૃત્વ માટે પોતાના અહોભાવ દર્શાવ્યો.

શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા તથા ત્રીસ કરોડ ભારતીયોને ગરીબીથી મુક્તિ અપાવવામાં શ્રી મોદીને મળેલી સફળતાને બિરદાવી હતી. તેમણે અમેરીકામાં વસતા 40 લાખ જેટલા ભારતીયોની કામગીરી પણ બિરદાવી તેમણે શ્રી ટ્રમ્પે સખત પરિશ્રમ કરનાર લોકો તરીકે ઓળખાવ્યા હતા. શ્રી ટ્રમ્પે કહ્યું કે, હાલ ભારત અને અમેરીકાના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. ઉર્જા, સહકાર, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધ્યો હોવાનું પણ જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બંને દેશો કટ્ટરવાદ તથા આતંકવાદ સામેની લડતમાં સાથે મળીને કામગીરી કરશે.

શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ભારતના વિકાસના આયોજનનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 11 કરોડ જેટલા શૌચાલયોના નિર્માણ સાથે શૌચાલયોની સુવિધા 38 ટકાથી વધીને હવે 99 ટકા જેટલી થઇ છે. ગ્રામીણ વિસ્તારોમાં રાંધણગેસના નવા 15 કરોડ જોડાણો આપવામાં આવ્યા છે. ડિજીટલ ઇન્ડિયા અભિયાનના કારણે વેપાર ક્ષેત્રે અનુકૂળ સ્થિતિમાં વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ ભારતના અર્થતંત્રને ઓછા ફૂગાવાના દરવાળું, ઓછી આર્થિક ખાધવાળું તથા ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર ગણાવીને માળખાકીય સુવિધાના વિકાસ માટે વધુ ખર્ચ કરવાની યોજનાની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, વિવિધ ક્ષેત્રના નિયંત્રણો હળવા કર્યા હોવાથી ભારત વિદેશી મૂડીરોકાણનું કેન્દ્ર બની રહ્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના નાગરીકોને વિકાસના લાભોથી અલગ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા કલમ – 370 તથા 35 – એ ને રદ કરવામાં આવ્યા છે. આ બન્નેનો અલગતાવાદીઓએ ખૂબ લાભ ઊઠાવ્યો હોવાનો આક્ષેપ શ્રી મોદીએ કર્યો.

પ્રધાનમંત્રીએ આતંકવાદીને આશ્રય આપીને આતંકવાદને પ્રોત્સાહન આપનાર સામે નિર્ણાયક લડત આપવા અનુરોધ કર્યો.

હાઉડી મોદીના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીએ દેશની સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય આપતા વિવિધ ભારતીય ભાષાઓ બધુ જ સરસ છે તેવો પ્રતિભાવ આપ્યો. તેમણે વિવિધતામાં એકતા એ ભારતીય. સંસ્કૃતિ તથા ભારતીય લોકશાહીનો આધારસ્તંભ હોવાનું જણાવ્યું.

આ કાર્યક્રમે શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ – આ બંને આગેવાનો વચ્ચે ન્યુયોર્કમાં યોજાનારી ઔપચારીક મંત્રણા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આ કાર્યક્રમ ભારત અને અમેરીકા વચ્ચેના સંબંધોમાં રહેલી ઉપમા અને મજબૂતી માટે યાદ રહેશે.

અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાની ઉર્જા ક્ષેત્રની કંપનીઓના વડાઓ સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં બંને દેશોમાં ઉર્જાક્ષેત્રે કરાતા મૂડીરોકાણમાં વધારો કરવો તથા ઉર્જા સલામતી સુનિશ્ચિત કરવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ્યુસ્ટનથી ન્યુયોર્ક પહોંચ્યા હતા.




લેખક – નવતેજ સરના, અમેરીકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...