Skip to main content

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આઇસલેન્ડ સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયા મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વિપક્ષીય રાજકીય તેમજ આર્થિક સંબંધો વિકસાવવા આઇસલેન્ડ સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની નવ દિવસની મુલાકાતે હતા. ભારત અને આઇસલેન્ડે મત્સ્ય ઉદ્યોગ સાંસ્કૃતિક સહકાર, અધિકારીઓને વિઝા આપવા માટે સરળ નીતી તેમજ યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડ ખાતે હિન્દી કેન્દ્ર શરૂ કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. આઇસલેન્ડે નોર્ડિક જૂથના દેશોમાંથી એક છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આઇસલેન્ડ શાશ્વત મત્સ્યોધ્યોગ, દરિયાઈ અર્થતંત્ર, વહાણવટા , પર્યાવરણને અનુકૂળ વિકાસ, ઉર્જા ,બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

આર્કટિક ક્ષેેત્રના શાશ્વત વિકાસ તેમજ પર્યાવરણની જાળવણી માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્કટિક કાઉન્સિલની હાલની અધ્યક્ષતા આઇસલેન્ડ પાસે છે. આઇસલેન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષાષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે ટેકો જાહેર કર્યો હતો.રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે આઇસલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયા આઇસલેન્ડ ફોર ગ્રીન પ્લેનેટ વિષય પર વિદ્યાર્થીઓનેે સંબોધન કર્યું હતુંં. તેમણે આઇસલેન્ડને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સહભાગી થવા આમંત્રણ પણ આપ્યું હતું. શ્રી કોવિન્દે પેરિસ કરાર હેઠળની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવતા ૨૦૨૨ સુધીમાં ફરી વપરાશમાં ન આવતા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે ભારતના ઉદ્યોગકારોને પણ સંબોધન કર્યું હતું અને ભારતમાં રોકાણની તકો અંગે માહિતી આપી હતી. શ્રી કોવિંદે ભારતીય સમુદાય અને ફ્રેન્ડસ ઓફ ઈÂન્ડયા દ્વારા યોજાયેલા સમારોહમાં પણ હાજરી આપી હતી

બીજા તબક્કામાં શ્રી કોવિંદ સ્વીઝરલેન્ડની મુલાકાતે ગયા હતા. બર્ન ખાતેની યુનિવર્સિટીમાં ભારત સ્વિટ્‌ઝર્લૅન્ડની નવી ભાગીદારી અંગે સંબોધન કરતા શ્રી કોવિંદે પર્યાવરણને અનુકૂળ વિકાસ, આબોહવા પરિવર્તન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંશોધન ક્ષેત્રે આલ્પ્સ અને હિમાલય વચ્ચે સહકાર અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી જૂની લોકશાહી તેમજ વિશ્વની સૈથી મોટી લોકશાહી વચ્ચેના ઐતિહાસિક સંબંધોને આજે વિશ્વભરમાં આવકાર મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે પૂર્વ અને પશ્ચિમ દેશોને જોડાવાની નેમ સાથે સ્વિટ્‌ઝરલેન્ડની મુલાકાત લીધી હતી ૧૯૩૧માં નોબેલ પુરસ્કાર વિજેતા રોમન રોનાલ્ડોના આમંત્રણ પર મહાત્મા ગાંધી લેન્ડ ની મુલાકાતે ગયા હતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી કોવિંદે વિલેનન્યુ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ભારત અને સ્વીઝરલેન્ડના સંબંધો મજબુત આર્થિક ભાગીદારીના છે. ભારતમાં રપ૦ થી વધુ સ્વીસ કંપનીઓ કાર્યરત છે અને ચેન્નાઈમાં સ્વીઝરલેન્ડની નાણાંકીય સહાયથી સ્થપાયેલ ઈન્ટર ગલ રેલવે કોચ ફેકટરીએ ર૦૧પમાં તેની ડાયમંડ જુબીલીની ઉજવણી કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી જે દ્વિપક્ષી સંબંધોને મુર્તીમંત કરે છે તેના ઉપર ભાર મુકી રાષ્ટ્રપતિએ કહયું કે, સ્વીઝરલેન્ડ શોધખોળો – નાવિન્યકરણ માટે વિશ્વમાં અગ્રેસર છે. ભારત તેમાંથી પ્રેરણા લઈ શકે. તેમણે કહયું કે સ્વીસના અર્થતંત્રના નિષ્ણાંતો અને સક્ષમ ગુણવત્તાના જાણકારો ભારતને ટકાઉ, શહેરી વ્યવસ્થા, નદીઓની સફાઈ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયામાં કેવી રીતે મદદરૂપ બની શકે તે વિચારવુ જરૂરી છે. તેમણે ભારત – સ્વીઝરલેન્ડના વ્યાપારી સમુદાયને પણ સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રપતિએ વર્લ્ડ બેંકની ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ ઈન્ડેક્ષ અને ભારતની મહત્વની યોજનાઓ જેવી કે, મેક ઈÂન્ડયા, સ્માર્ટ સીટી, ડીજીટલ ઈÂન્ડયા, કલીન ઈÂન્ડયા, સ્ટાર્ટઅપ ઈÂન્ડયા કાર્યક્રમોનો ઉદય થઈ રહયો છે તેમાં સ્વીસ મદદરૂપ બની શકે.

ભારત અને સ્વીઝરલેન્ડ ટ્રીટી ઓફ ફ્રેન્ડશીપ ઉપર ૧૯૪૮માં હસ્તાક્ષર થયા હતા. તેની ૭૦મી વાર્ષિક ઉજવણીએ બંને દેશોના દ્વિપક્ષી સંબંધોને મજબુત બનાવવામાં પાયારૂપ છે. તેમના પ્રવાસની આખરમાં રાષ્ટ્રપતિએ સ્લોવેનીયાની મુલાકાત લીધી હતી. આ દેશની મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. તેમણે ઝડપી આર્થિક પરીવર્તન પર ભાર મુકી જણાવ્યું કે, સ્લોવેનીયાની ઉચ્ચકક્ષાની લીવરેજ ટેકનોલોજી અને ટકાઉ વેપારી પરંપરાઓ સંશોધન, જ્ઞાન વગેરે ઝડપી વિકાસ માટે ઉપયોગી બનતી શોધખોળોમાં ભારતને રસ છે. ભારત અને સ્લોવેનીયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાત સમજુતી કરાર થયા હતા. જેમાં રોકાણ, રમત ગમત, સાંસ્કૃતિક, નદીઓની સફાઈ – કલીન ગંગા મિશન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે ભારત સ્લોવેનીયાના વેપારી સમુદાયને પણ સંબોધન કર્યુ હતું. તેમણે ભારત વિશ્વમાં

આભાર - નિહારીકા રવિયા સ્ટાર્ટઅપનું સૌથી વધુ નેટવર્ક ધરાવતો દેશ છે તે પ્રત્યે ધ્યાન દોર્યુ હતું. સ્લોવેનીયાએ યુએન કાઉન્સીલમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે સમર્થન આપવાનું જાહેર કર્યુ હતું. ચાલુ મહિના પછી સ્લોવેનીયા સરકાર મહાત્મા ગાંધી અંગેની ઉજવણી પ્રસંગે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...