Skip to main content

બેવડા વલણ અંગે પાકિસ્તાનની થતી ટીકા – અંગે સમીક્ષા

જમ્મુ અને કાશ્મીર અંગેના દુરાગ્રના કારણે પાકિસ્તાન પ્રક્ષોભકારી અવસ્થામાંથી ગુજરી રહયું છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય ભારતની આંતરીક બાબત હોવાનું જણાવતા વિશ્વના લગભગ બધા જ શકિતશાળી દેશોએ પાકિસ્તાનને ઠપકાર આપ્યો છે. સમર્થન મેળવવા પાકિસ્તાન હવે અથાક પ્રયાસ કરી રહયું છે.

એક ખાનગી ટીવી ચેનલ સાથે કરેલી વાતચીતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે કબુલ કર્યુ હતું કે પાકિસ્તાન ભારતની સામે પરંપરાગત યુધ્ધ જીતી શકશે નહી તેમણે પરમાણુ ખતરાનો પુનરૂચ્ચાર કર્યો.

વિશ્વના દેશોને કાશ્મીર તરફ ધ્યાન દોરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વને ચેતવણી આપી કે જા તે ભારતના પરમાણુ શ†ગાર પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે તો તે ત્યારબાદ થનાર ભારે આપત્તી માટે જવાબદાર ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે વિશ્વને જાણ કરી દીધી છે કે પાકિસ્તાન યુધ્ધ ઈચ્છતું નથી પરંતુ તે તેની સુરક્ષા અને અખંડિતતાની સામે ઉભા થયેલા પડકારોથી અજાણ રહી શકે નહી.

તેમણે એમ પણ સ્વીકાર્યુ હતું કે નાણાંકીય કાર્યવાહી દળ એફએટીએફે આવતા મહિને આતંકવાદ માટે અપાતા સહાય મામલે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા અંગે સુનાવણી હાથ ધરશે. ત્યારે પાકિસ્તાનને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. આ મુલાકાતમાં શ્રી ખાતે વધુમાં કહયું હતું કે વિશ્વ ધ્વારા પાકિસ્તાનનું અર્થતંત્ર તોડવાનું કાવતરૂ કરવામાં આવી રહયું છે. તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે તેઓએ કરેલા પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.

આ વાત સત્યથી બહુ જ દુર છે. જાન્યુઆરી ર૦૧૬ માં થયેલા પઠાણકોટ હુમલા બાદ ભારતે સતત કહયું છે કે આતંકવાદ અને વાટાઘાટો એક સાથે ન થઈ શકશે. હકીકતમાં ભારતે કેટલીક વાર પાકીસ્તાનની સામે મૈત્રીનો હાથ આગળ કર્યો છે પણ તેને પાકિસ્તાન તરફથી હંમેશા જ અવરોધો થાય છે.

પાકિસ્તાન પોતાની ષડયંત્રના કારણે કાશ્મીર મુદૃ અલગ પડયું છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પ્રોકસી યુધ્ધ કરવા પાકિસ્તાને છેલ્લા ત્રણ દાયકાથી આતંકી જુથોને સહાય, આર્થિક ભંડોળ તેમજ તાલીમ પુરી પાડી છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ તરત જ તેઓને ચીનના જીનીયાંગ પ્રાંતમાં ઉઈઘુર મુસ્લીમો અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડયો છે. વિશ્વ ઉઈઘુર કોંગ્રેસ ધ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પર બેવડા ધોરણો અપનાવવાનો તથા ચીનના ઉઈઘુર મુસ્લીમોની સતામણી અંગે આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો કરાયા. પાકિસ્તાન આ મુદૃ સુપકીદી એવી રહયું છે અને ચીનની રીતીઓને સમર્થન આપી રહયું છે તે બાબત શરમજનક છે.

કેટલાક મહિના અગાઉ આંતરરાષ્ટ્રીય પત્રકારો એ શ્રી ઈમરાન ખાનને ઉઈઘુર મુદૃ પ્રશ્નો પુછયા હતા. ત્યારે તેમણે કહયું કે તેઓ આ મુદૃ અજાણ છે. જીનીવા ખાતે સંસ્થાના પ્રમુખ શેલકુન ઈસ્તએ કહયું કે શ્રી ખાન સારી રીતે જાણે છે કે ચીન સરકાર ઉઈઘુર મુસ્લીમો સામે શું કહી રહી છે છતાં તેઓ આ મુદૃ વાત કરવા તૈયાર નથી. તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાન માનવ અધિકારોનો ભંગ કરનાર સૌથી મોટો દેશ છે અને ચીન હકીકત છુપાવી રહયું છે.

ઉઈઘુર અટકાયત શિબિરો ખરેખર તાલીમ કેન્દ્રો છે. એવા ચીનના દાવા અંગે ઉઈઘુર આંદોલનકારે કહયું કે આ જુઠાણુ છે અને ચીન હકીકતો છુપાવી રહયું છે. શ્રી ઈસાએ ઉમેર્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરના મુદૃ ઉઠાવે છે. પરંતુ ઉઈઘુર મુદૃ આખ આડા કાન કરી ચીનની નીતીઓને ટેકો આપે છે. આ બેવડા ધોરણો નીંદનીય છે.

ઈમરાન ખાન પોતાને કાશ્મીરી લોકોના મિત્ર તરીકે ગણાવવા પ્રયાસ કરી રહયાં છે. પણ બલોચ લોકોની નજરમાં તેઓ આવી ગયા છે. ગત સપ્તાહે જીનીવામાં સંયુકત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના સંમેલન દરમ્યાન બલોચ નેતાઓએ ઈમરાન ખાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બલુચિસ્તાનમાં પાકિસ્તાન નરસંહાર કરીને માનવ અધિકારનું ઉલ્લંધન કરે છે છતાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીરના માનવ અધિકારની વાતો કરે છે. એટલે જ એમ લાગે છે કે પાકિસ્તાન તેના બેવડા વલણના કારણે સતત મુશ્કેલીમાં જ રહે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...