Skip to main content

ભારતીય હવાઇદળની ક્ષમતામાં થનાર વધારા અંગે સમીક્ષા

ભારતીય હવાઇદળને આવતા માસના બીજા સપ્તાહમાં ફ્રાંસના દસોલ્ટ એવી એશન કંપની તરફથી રાફેલ વિમાન સુપરત કરાશે. 

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ પ્રસંગે ફ્રાંસમાં ઉપÂસ્થત રહેશે. ભારતીય હવાઇ દળ આગામી વર્ષના મે માસ સુધીમાં ત્રણ – તબક્કામાં ૨૪ પાયલટોને રાફેલના ઉડ્ડયનની તાલીમ આપશે. 

આગામી વર્ષના મે – જુનના સમયગાળામાં રાફેલ જેટ વિમાનોનો પહેલો જથ્થો ભારતને સુપરત કરાશે. ભારતીય હવાઇદળમાં કાર્યરત મીગ – ૨૧, મીગ – ૨૩ અને મીગ – ૨૭ લાંબી સેવા બાદ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને નવા વિમાનો મુકવાની તાતી જરૂર હોવાથી રાફેલની તાકીદે કરાયેલી ખરીદી તાર્કિક રીતે વાજબી ગણાવી શકાય. 

આતંકવાદને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિ બાબતે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. એટલુ જ નહી ભારતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જા જરૂર જણાશે તો ભારત પરમાણુ શસ્ત્રનો પ્રથમ ઉપયોગ નહી કરવાના સિદ્ધાંતને પડતો મૂકશે. ભારતે ગયા ફેબ્રુઆરીમાં બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકના પગલાથી ભારતીય સેના હવે કેવુ વલણ અપનાવશે તેનો સ્પષ્ટ સંદેશો વિશ્વઆલમને મળ્યો છે. 

રાફેલ વિમાનની સ્ટીલ્થ અને ક્ષમતાઓને ધ્યાનમાં લાઇનેજ શ્રી મોદીએ આ વિધાન કર્યું હતું. આ કાર્યવાહી વખતે ભારતીય સેનાને મીરાજ બે હજાર યુધ્ધ વિમાન ઉપર જ આધાર રાખવો પડ્યો હતો. 

રાફેલ વિમાનના અત્યારસુધીના અહેવાલો પરથી કહી શકાય કે અમેરીકાના એફ – બાવીસ રાપ્ટર યુધ્ધ વિમાન પછી રાફેલ ક્ષમતાની દ્રષ્ટિએ બીજા ક્રમાંકના શ્રેષ્ઠ વિમાનો છે. વિવિધ પ્રકારના અદ્યતન શસ્ત્રોના કારણે રાફેલના કારણે ભારતીય હવાઇદળની ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે. 

આ વિમાનો દૂર – અંતરીયાળ વિસ્તારો સુધી પ્રહાર કરવાની તથા પરમાણુ શસ્ત્રો લઇ જવાની ક્ષમતા ધરાવે છે.રાફેલ યુધ્ધ વિમાન લેહ જેવા ઉંચાઇવાળા વિમાન મથકેથી ઝડપથી ઉડ્ડયન કરવાની દુશ્મન દેશની મીસાઇલ શોધી – તેને નિષ્ફળ બનાવવાની વ્યવસ્થા તથા અદ્યતન રડાર પ્રણાલી ધરાવે છે. 

આ વિમાન ઉપર ૩૦૦ કિલોમીટર અંતર ઉપરના લક્ષ્ય ઉપર ચોકસાઇથી ત્રાટકી શકે તેવી અદ્યતન મીસાઇલ પણ છે. 

તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય બનાવટના તેજસ વિમાનમાં ઉડ્ડયન કહ્યું હતું. તેજસ વિમાન હવામાંથી હવામાં તથા જમીન ઉપર પ્રહાર કરી શકે તેવી મીસાઇલો લઇ જવાની ક્ષમતા ધરાવે છે. 

તેજસનો પણ ભારતીય હવાઇદળમાં ટૂંક સમયમાં વિધિવત સમાવેશ કરાશે. સતત વિકાસ સાધી રહેલા ભારતના હિતોને સાચવવા માટે ભારતીય સેનાની ક્ષમતામાં પણ વધારો કરવો જરૂરી બન્યો છે. 

આના કારણે જ ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલા અદ્યતન શસ્ત્રો ઉપર ભાર મૂક્યો છે. ભારતીય હવાઇદળની જરૂરીયાતો ધ્યાનમાં લેતા રાફેલ યુધ્ધ વિમાનો ખુબ જ સારી રીતે આ જરૂરીયાતો પૂરી કરી શકશે,એવું જણાય છે.



લેખક ઃ ઉત્તમકુમાર બીશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક 

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...