Skip to main content

અનિશ્ચીતતાના વમળમાં ફસાયેલા પાકિસ્તાન અંગે સમીક્ષા

લેખક : જે.એલ. કૌલ, જલાલી, રાજકીય સમીક્ષક

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દે અપનાવેલ વલણ તેના માટે બંધનકર્તા રહ્યું છે. ભારતે, કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ જયારથી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. એક તબક્કે પાકિસ્તાને યુદ્ધની ભાષા પણ અપનાવી હતી. જાકે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને અખાતી દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. એટલું જ નહીં પણ ઇસ્લામિક દેશોએ આ સમગ્ર બાબતને ભારતની આંતરિક બાબત ઓળખાવી છે. માત્ર તુર્કી તથા મલેશિયાએ પાકિસ્તાનની વાત સાંભળી છે.

મલેશીયાને ભારતથી ભાગેલા ઝકીર નાઇકે મલેશીયાના સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ઘણું સાંભળવું પડયું હતું. આથી જ મહાતીર મહંમદની સરકારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે એકપણ ટિપ્પણી કરી નથી. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પણ પાકિસ્તાનને મચક ન આપતા પાકિસ્તાને ઘરઆંગણે એવા નિવેદનો શરૂ કર્યા છે. જેથી પાકિસ્તાનના નાગરિકો મુંઝવણમાં મુકાયા છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી આ અઠવાડિયાની શરૂઆતમાં પારંપારિક યુદ્ધની ચીમકી આપી હતી. પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો કાશ્મીરીઓની સાથે જ છે. પણ તે કયા કાશ્મીરની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરી ન હતી.

પાકિસ્તાના રેલવે મંત્રી શેખ રશીદે તો ત્યાં સુધી કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી ઓકટોબરમાં યુદ્ધ થશે. પાકિસ્તાનની અગ્રણીઓનાઆ પ્રકારના નિવેદનો દર્શાવે છે પાકિસ્તાન સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે.

ભારતે વર્ષ ૧૯૪૭માં રજુ કરેલો અભિગમ હજી પણ યથાવત રાખ્યો છે કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

પાકિસ્તાને ભારતના કાશ્મીરનો ૧૩ હજાર ચોરસ કિલોમીટરનો હિસ્સો કબજે લીધો છે અને આ પૈકી કેટલીક ભૂમિ તેણે ચીનને પણ આપી છે.

ભારતે પણ હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સિવાય કોઇપણ વાતચીત પાકિસ્તાન સાથે નહીં કરવાનો અભિગમ અપનાવ્યો.

ભારતે હવે એવું વલણ પણ અપનાવ્યું છે કે, પાકિસ્તાન સાથે મંત્રણા ત્યારે જ શક્ય બનશે જયારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાની તેની નીતિ બદલશે. પાકિસ્તાની અગ્રણીઓ દ્વારા કરાતા નિવેદનોને, ભારતે ઉગ્ર ઉશ્કેરણીજનક તથા બેજવાબદાર ગણાવ્યા છે.

ભારતે પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને પાકિસ્તાનના વલણનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે પાકિસ્તાનના ટોચના નેતાઓના નિવેદનોની કડક શબ્દોમાં ટીકા કરી છે.

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથેની સાંઠગાંઠ તોડવાની સલાહ પણ અપાઇ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીના વમળમાં કેટલું ફસાયેલું છે તો બાબત બધા જ જાણે છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઓફિસનું ૪૧ લાખ રૂપિયા જેટલું વીજબીલ હજી ચૂકવાયું નથી અને ઇસ્લામાબાદ વીજ પુરવઠા કંપનીએ પ્રધાનમંત્રી સચિવાલયનો વીજપુરવઠો કાપવાની ચીમકી આપી છે.

પાકિસ્તાનના અદના નાગરીકને દરેક વસ્તુની ઉંચી કિંમત ચૂકવવી પડી રહી છે. આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદ ઉપર દેખરેખ રાખતી ફાયનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ – FATF સંસ્થાએ પણ પોતાના અહેવાલ આતંકવાદને ડામવા માટેના ૪૦ પૈકી ૩૨ માપદંડોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હોવાનું નોધાયું છે. અને FATF એ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાશે તેવી ચીમકી પણ આપી છે.

FATF સંસ્થા પાકિસ્તાનને જા બ્લેક લીસ્ટ અર્થાત પ્રતિબંધીત યાદીમાં મૂકે તો પાકિસ્તાનને વિશ્વ સમુદાય પાસેથી ધિરાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમુ બની રહેશે.

પાકિસ્તાન સરકારે વાસ્તવમાં તેની ઉર્જાનો ઉપયોગ પોતાના નાગરિકોના જીવનમાં વિકાસ કરવા તથા તેમના કલ્યાણ માટે ઉપયોગમાં લેવો જાઇએ.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...