Skip to main content

ભારત-ચીન વચ્ચે 22મી પ્રતિનિધિસ્તરની મંત્રણામાં પ્રગતિ

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે મંત્રણા કરવા ભારતની મુલાકાત લીધી હતી. શ્રી વાંગે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની પણ મુલાકાત લીધી હતી. કેટલાંક પરિબળોને કારણે આ વખતની વિશેષ પ્રતિનિધિસ્તરની મુલાકાત નોંધપાત્ર હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ઓક્ટોબર મહિનામાં ચેન્નાઇ નજીક મમલ્લાપુરમ ખાતે બીજી અનૌપચારીક શિખર બેઠક યોજાઈ હતી. આ બેઠકના અંતે બંને નેતાઓ બંને દેશોના સરહદી મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ માટે વધુ વિશ્વસનીય પગલા લેવા સહમત થયા હતા.

આ ભાવનાના પડઘારૂપે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે જણાવ્યું છે કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અને સરહદી પ્રશ્નો ઉકેલવા, નવો દૃષ્ટિકોણ અને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું છે. ચીન તરફથી જણાવવાંમાં આવ્યું કે, બેઠકમાં બંને દેશો વ્યવસ્થાપન નિયમો ઘડવા, સરહદી દળો વચ્ચે આદાનપ્રદાન મજબૂત બનાવવા અને સરહદી બેઠક સ્થળો વધારવા સંમત થયા છે. આમ, આ બેઠકમાં બંને પક્ષો સલામત વાતાવરણ અને ઝડપી સૈન્ય આધુનિકરણની અનિશ્ચિતતા જોતા – સરહદ વ્યવસ્થાપન અને બંને પક્ષના લશ્કરો વચ્ચે સહભાગીતા વધારવા વધુ પગલા લેવાની જરૂરિયાત અંગે સહમત થયા હતા.

લદાખની કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચના કરાયાબાદ આ પ્રથમ સરહદ મંત્રણા હતી. જમ્મુ-કાશ્મીરનો વિશેષ અધિકાર રદ કરાયા બાદ ચીને, લદ્દાખના દરજ્જામાં કરાયેલા ફેરફાર અંગે વાંધો ઉઠાવ્યો હતો. અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા કાઉન્સિલમાં કરેલી રજૂઆતમાં તેને સમર્થન આપ્યું હતું. જોકે, ભારતે આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

સરહદી મંત્રણા પહેલા જ ચીને ફરી એકવાર કાશ્મીર મુદ્દે બેઠક યોજવાની દરખાસ્ત કરી હતી. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સંઘના શાંતિ મંડળ દ્વારા સભ્યોને આ મુદ્દે માહિતગાર કરવામાં અસર્મથ હોવાનું કહેવાતા આ બેઠક મુલતવી રખાઈ છે. જોકે, ચીનના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂતે જોકે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક મંડળ દ્વારા અહેવાલ તૈયાર કરાયા બાદ બેઠક યોજવા વિનંતી કરી છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બંને દેશો એકબીજાની સંવેદનાને આદર કરવા મુદ્દે એકમત છે માટે ભારત દ્વારા તેના રાષ્ટ્રીય હિતના રક્ષણ માટે લેવાતા પગલા અંગે ચીને વધુ સંવેદનશીલ થવાની જરૂર છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, સરહદી પ્રશ્નોના ઉકેલ માટે ની વાટાઘાટો માટે ચીને વ્યવહારૂ માળખું સૂચવ્યું છે. અને ભારતે તેમાં રસ દાખવ્યો છે. સરહદી મુદ્દે આવેલું આ હકારાત્મક નિવેદન છે. જોકે, પ્રસ્તાવિત માળખાની ચોક્કસ વિગતો કે, યોગ્યતા હજૂ જાણી શકાઈ નથી. સરહદ મંત્રણા પહેલા વાંગ યીએ જણાવ્યું હતું કે, બંને પક્ષો સરહદના સીમાંકન મુદ્દે વિચારોનું આદાન પ્રદાન કરશે.

બંને પક્ષો દ્વારા વાટાઘાટોને અંતિમસ્વરૂપ આપી કોઈ કરાર ભલે ના કરાયા હોય પરંતુ એ સ્પષ્ટ છે કે, બંને પક્ષે પરસ્પર સ્વીકાર્ય માળખું રચવા પ્રતિબદ્ધ છે.

સરહદી વાટાઘાટો એટલે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, આવતા વર્ષે બંને દેશો તેમના 70 વર્ષ જૂના રાજદ્વાર સંબંધોની ઉજવણી કરશે. માટ આ તકે બંને દેશો તેમના વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આગળ વધશે. આવનારા વર્ષોમાં આદાન પ્રદાન અને લોકસંપર્કમાં સહભાગિતા કેન્દ્ર સ્થાને રહેશે. ચીન તેને મૈત્રી માટેનો સામાજિક-જાહેર આધાર રહે છે અને બંને દેશોની સંસ્કૃતિના આદાન પ્રદાન અને સમજણ વિકસાવવાની બાબતને પ્રાધાન્ય આપે છે. આ બાબતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૌગોલિક – રાજનૈતીક સરહદોથી ઉપર ઊઠી બંને દેશોના સાંસ્કૃતિક વારસાની મદદથી દ્વિપક્ષીય સહભાગીતા વધારવાની ભાવનાનો પડઘો પડે છે.

એકંદરે જોઈએ તો ભારત ચીન વચ્ચેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. અને સરહદ મંત્રણામાં થયેલા સકારાત્મક પહેલો આવનાર વર્ષોમાં બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટેની પુષ્ઠભૂમિ તૈયાર કરનારી બની રહેશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...