સંયુક્ત સંઘ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા જમાત-ઉદ-દાવાનો વડો અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લાહોર અદાલતે આતંકવાદ માટે નાણાંભંડોળ પૂરા પાડવામાં આરોપમાં દોષિત જાહેર કર્યો છે.
જુલાઈમાં પંજાબ પોલીસના આતંકવાદ – વિરોધી વિભાગ દ્વારા સઇદ અને તેના સાથીઓ વિરૂદ્ધ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. અને તેમને ન્યાયીક રીમાન્ડ માટે લાહોરના કોટ લખપત જેલમાં ખસેડાયા હતા. જ્યારે સજા ફરમાવાઈ ત્યારે સઈદ અદાલતમાં હાજર હતો. પાકિસ્તાનની આતંક-વિરોધી અદાલત દ્વારા 11 ડિસેમ્બરે સઇદ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યા હતા.
હવે પ્રશ્નએ થાય છે કે, અદાલત તેની સાથે ગંભીરતાથી કેસ ચલાવશે ખરી.... પાકિસ્તાની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે જાણનારા તમામને આ પ્રશ્ન થશે.
આતંક-વિરોધી નાણાં પર દેખરેખ રાખતું વૈશ્વિક દળ ફાયનાન્સીયલ એકશન ટ્રાસ્ક ફોર્સ FATF દ્વારા આતંકી નાણાં ભંડોળ બંદ કરવા બાબતે પાકિસ્તાન જબરદસ્ત દબાણ હેઠળ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદ UNSCના દબાણ હેઠળ પાકિસ્તાન સઈદના બેન્ક ખાતા સહિતની નાણાંકીય અટકાયતો સ્થગિત કરવા મજબૂર બન્યું હતું. જોકે, આ પ્રતિબંધ છતાં પાકિસ્તાને UNSCને પરિવાર ખર્ચને પહોંચી વળવા નાણાં ઉપાડવા સઈદને મંજૂરી આપવા વિનંતી કરી હતી.
વધુમાં FATF ઉપરાંત ભારત પણ સઈદ ધાર્મિક પ્રવૃત્તિઓના નામે નાણાં એકઠા કરી તેનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી રહ્યો હોવાનું જણાવી તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યું છે. અમેરિકાએ સઇદના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.
FATFની ઓક્ટોબરમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં નોંધ્યું છે કે, પાકિસ્તાને આતંક ભંડોળ અને નાણાંકીય ગેરરીતિ સંપૂર્ણ નાબૂદ કરવા હજી ઘણાં પગલાં લેવા પડશે. FATF એ આ પગલાં લેવા માટે પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધીનો સમય આપ્યો છે. આમ નહીં કરાય તો તે ગ્રે લીસ્ટમાં યથાવત રહેશે. આતંકી-નાણાં ભંડોળ પુરું પાડવાના હાફીઝ સઈદ પરના આરોપ અને કાર્યવાહી આગામી FATF સમીક્ષા બેઠકમાં બ્લેક લિસ્ટમાં મુકાવાથી બચાવ માટેની પાકિસ્તાનની વ્યૂહરચના પણ હોઈ શકે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકા મુલાકાતના એક અઠવાડિયા પહેલા જ સઇદને દોષિત જાહેર કરાયો છે. શ્રી ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. અમેરિકા દ્વારા પાકિસ્તાની ધરતી પરથી આતંકને ખતમ કરવાના વધારાના દબાણ અને છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકા દ્વારા કરાઈ રહેલા કડક નિવેદનો સઈદ સામેની ઝડપી કાર્યવાહી માટેનું અન્ય પરિબળ છે.
એકબાજુ સઈદ આરોપ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યાર તેનો પુત્ર તાલહા સઈદ લાહોરની બહાર એક દુકાનમાં ભેગા થયેલા લોકોને ભાષણ અપાતી ખાતે થયેલા હત્યાના પ્રયાસ દરમિયાન ભાગી છુટ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તો સાત સમર્થકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એ નોંધવું રહ્યું કે, તાલહા સઈદ તેના પિતા બાદ લશ્કરનો વડો બનશે.
કેટલાંક અહેવાલો મુજબ આ આતંકી જૂથના નાણાંકીય વ્યવહારો પર તાલહાના નિયંત્રણને લીધે જૂથના કેટલાંક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. તાલહા પરનો આ હુમલો સતા માટેની આંતરિક ખેંચતાણનું પરિણામ પણ હોઈ શકે.
જોકે, અમેરિકાએ સઈદ સામેના પગલાને આવકાર્યું છે પણ ભારત, ઇમરાન સરકાર પહેલાની સરકારો કરતા શું જુદું કરી રહી છે. તેની પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. અગાઉ ઘણીવાર સઈદની ધરપકડ કરાઈ હતી અને તેની છોડી મૂક્યો હતો.
આરોપો ઘડાયાના થોડાં દિવસો અગાઉ સઈદને જમીન પચાવી પાડવાના કેસમાં જામીન મળ્યા હતા. ધરપકડની વિગતો પર નજર કરીએ તો પંજાબ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ ત્યારે કેવું ઉદાસીન વલણ અપનાવ્યું હતું. તે જોવા મળે છે.
સઈદ સામેના આતંકી કેસોમાં પાકિસ્તાન કેટલું ગંભીર છે તેનું વિશ્લેષણ થવું જોઈએ.
શું પાકિસ્તાન FATF એ સૂચવેલા 27 મુદ્દાઓ પુરા કરવા તૈયાર છે. પાકિસ્તાનનો ભૂતકાળ જોતાં જો તે સઈદને કોઈપણ આરોપ વગર મુક્ત કરાશેતો FATF દ્વારા આતંકવાદના તેને ડામવાના પ્રયાસોમાં નિષ્ફળ રહેવા માટે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકશે કે નહીં તે જોવું રહ્યું.

Comments
Post a Comment