અમેરીકાએ ધાર્મિક ભેદભાદ અપનાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનું નામ જાળવી રાખ્યું છે.
આ યાદીમાં સમાવેલા અન્ય દેશોના નામ છે., મ્યાનમાર, ચીન, ઇરાન, ઉત્તર કોરીયા, સાઉદી અરેબીયા, તાજીકિસ્તાન અને તુર્કમેનીસ્તાન. અમેરીકા આ દેશોને સી.પી.સી. એટલે કે ચોક્કસ ચિંતાવાળા દેશો તરીકે ઓળખવામાં આવે છે.
અમેરીકાના વિદેશ વિભાગે વર્ષ 1998ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય ધારા હેઠળ ખાસ દેશોની આ યાદી તૈયાર કરી છે. આ યાદી હેઠળ ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરનાર દેશોનો સમાવેશ કરવામાં આવે છે. આવા દેશો સામે અમેરીકા આર્થિક પ્રતિબંધો સહિત બીજા પગલાં ભરી શકે છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, અમેરીકા દ્વારા તૈયાર કરાયેલી સૂચિને પસંદગીપાત્ર દેશોને લક્ષ્ય, બનાવીને તૈયાર કરેલી સૂચિ ગણાવીને તેને નકારી કાઢી છે. પાકિસ્તાને દલીલ કરી છે કે પાકિસ્તાન એક થી વધુ ધર્મ અનુસરતા લોકોનો દેશ છે. અહીં બધા જ લોકો ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવે છે.
પાકિસ્તાન સરકારની વહિવટી, ધારાસભા તથા ન્યાયતંત્ર જેવી બધી જ વહિવટી પાંખો પાકિસ્તાનમાં બધા જ ધર્મના લોકો સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવી શકે, તે બાબત સુનિશ્ચિત કરે છે.
પાકિસ્તાનની અદાલતોએ ધાર્મિક સ્થાનોની પવિત્રતા અને સલામતી જાળવવા અંગેના ઘણા મહત્વના ચુકાદાઓ આપ્યા છે. વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે સારી સમજણ કેળવવા અમેરીકા સહિત અન્ય દેશોનો સહકાર પણ મેળવ્યો છે. આ વર્ષની શરુઆતમાં અમેરીકાના રાજદૂત સેનેટર સેમ્યુઅલ બ્રાઉનહેકે પાકિસ્તાનની મુલાકાત લઇને વૈશ્વિક સ્તરે ધાર્મિક સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી હતી.
પાકિસ્તાને જણાવ્યું છે કે આ બધી જ રચનાત્મક ઘટનાઓ અંગે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. તે બાબત કમનસીબ ગણાવી શકાય.
તેણે આક્ષેપ કર્યો છે કે આ સૂચિમાં ભારતનો સમાવેશ નથી કરાયો, તે બાબત અમેરીકાનું પૂર્વગ્રહયુક્ત વલણ જ દર્શાવે છે.
પાકિસ્તાને ભારતને ધાર્મિક સ્વાતંત્ર્યનો સૌથી વધુ ભંગ કરનાર દેશ ઓળખાવ્યો છે. પાકિસ્તાને વધુ માં જણાવ્યું છે કે અમેરીકાના 70 જેટલા સાંસદો, ભારતમાં કાશ્મીરીઓ સાથે થતુ વર્તન તથા તેમના મૂળભૂત અધિકારોના દમન અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
વાસ્તવમાં સ્થિતિ એવી છે કે કલમ – 370 રદ કર્યા બાદ કાશ્મિરમાં પરિસ્થિતી ધીરે – ધીરે સામાન્ય બની રહી છે.
આ મુદ્દે પાકિસ્તાનના નજીકના મિત્રદેશોએ પણ પાકિસ્તાનના વલણની ટીકા કરી છે. પાકિસ્તાને અમેરીકા સાથેના પોતાના વિવાદમાં ભારતની આંતરિક બાબતોનો ઉલ્લેખ કરીને ભારતને કોઇપણ વગર આ વિવાદમાં ઢસડ્યુ છે.
પાકિસ્તાને ભારતમાં લઘુમતીઓ સાથેના વર્તન, રાષ્ટ્રીય નાગરિક નોધણીપત્રક – એન.આર.સી., નાગરિકત્વ સુધારા કાયદો – સી.એ.એ. જેવા મુદ્દાઓ અંગે પોતાને ફાવે તેમ ટિપ્પણી કરીને ભારત સરકારના પગલાઓને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અન્ય દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર ભારતીયોને ભારતનું નાગરિકત્વ આપવાના હેતુથી જ સી.એ.એ. કાયદામાં સુધારો કરાયો છે.
જ્યારે રાષ્ટ્રીય નાગરિક નોધણીપત્રક એન.આર.સી. અંગે તો હજી ચર્ચા શરુ થઇ નથી. ખરેખર તો સમગ્ર વિશ્વ એ બાબતથી વાકેફ છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ શું છે.
પાકિસ્તાનની વસતીમાં પાંચ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા ધાર્મિક પાંચ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા ધાર્મિક લઘુમતીઓ માત્ર ભેદભાવનો ભોગ બનવા ઉપરાંત તેઓની સામે રાષ્ટ્રદ્રોહી હોવાનો તથા જાસૂસ હોવાનો પણ આક્ષેપ કરાય છે.
હિંદુ, શીખ, ખ્રીસ્તી, જેવા ધાર્મિક લઘુમતી લોકોના પાકિસ્તાનમાં આવેલા ધર્મસ્થાનોને ઘણુ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નવા પાકિસ્તાનનું વચન આપ્યું હતું પણ તેમના શાસનને 18 માસ પૂરા થયા, છતાં આ વચન પાળી શકાયું નથી.
વાસ્તવમાં પાકિસ્તાને બધા જ ધર્મમાં લોકો સાથે પરિપક્વતા અને સહિષ્ણુતાથી વર્તન કરવું જરુરી છે. તેમજ પોતાના બધા જ નાગરિકોને તેમના બધા જ નાગરિક અધિકારો આપવા જોઇએ.

Comments
Post a Comment