Skip to main content

અફધાનીસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અંગે સમીક્ષા

અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે જ આંતરવિગ્રહથી અસરગ્રસ્ત એવા અફધાનિસ્તાને વિખેરાતી જતી લોકશાહી વ્યવસ્થા મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે, તેમ કહી શકાય.

અફધાનિસ્તાનના ચૂંટણી પંચે, ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ અશરફ ધનીને 50.46 ટકા મત મળ્યા છે અને શ્રી ધનીનો વિજય થયો છે. 

અફધાનીસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને ધનીના મુખ્ય હરીફ અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ બે લાખ મતોથી અશરફ ધની સામે હારી ગયા છે. ઘણાં સમયથી આંતરવિગ્રહ તથા તાલીબાનોના હુમલામાં સપડાયેલા અફધાનીસ્તાના ચૂંટણી પંચે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના આયોજન વખતે ચૂંટણીમાં ગેરરીતિઓની સંભાવના નાબૂદ કરવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.

આના લીધે જ ઘણાં મતદારો, બાયોમેટ્રિક તપાસમાં નિષ્ફળ જતા, તેઓ મતદાન કરી શક્યા ન હતા. એવી જ રીતે ચૂંટણી બાબતે થયેલી ઘણી ફરિયાદો પણ ચકાસી જવાની ખાતરી ચૂંટણી પંચે આપી છે.

આ સમગ્ર કામગીરી કેટલાક અઠવાડીયા અથવા કેટલાક મહિનાઓ સુધી ચાલે તેવી સંભાવના છે. ફરિયાદોના નિવારણ બાદ અશરફ ધનીને મળેલા મતોની ટકાવારી જો 50 ટકાથી ઓછી થાય તો બન્ને મુખ્ય ઉમેદવારો માટે મતદાનનો બીજો રાઉન્ડ યોજાશે.

આ સમગ્ર પ્રક્રિયા વધુ સમય સુધી ચાલવાની હોવાથી, અફધાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા સર્જવા સ્થાપિત હિતો કોઇ અયોગ્ય પગલું ન લે તે બાબત સુનિશ્ચિત કરવી જોઇએ. આ બધી જ આશંકાઓ વચ્ચે વિશ્વઆલમના મોટાભાગાન નેતાઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ અફધાનના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા માટે શ્રી અશરફ ધનીને અભિનંદન આપ્યા છે. તેમણે ભારત, અફધાનિસ્તાનનો સૌથી નજીકનો મિત્ર દેશ હંમેશા રહેશે, તથા સંયુક્ત સાર્વભૌમ, લોકશાહી વ્યવસ્થા ધરાવતા, શાંતિપૂર્ણ અને સમૃધ્ધ અફધાનિસ્તાન પ્રત્યે ભારત પ્રતિબધ્ધ રહેશે. તેમ જણાવ્યું છે, ઉલ્લેખનીય છે કે ભારતે અફધાનિસ્તાના વડપણ હેઠળ હાથ ધરાતી શાંતિ પ્રક્રિયાને હંમેશા ટેકો આપ્યો છે.

ભારતે અફધાનિસ્તાનમાં વિકાસ, શાંતિની જાળવણી અને આતંકવાદ સામેની લડતમાં અફધાનિસ્તાનને સહકાર આપવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે. ભારત, અફધાનિસ્તાનની લોકશાહી માટે ખુબ જ ઉપયોગી એવી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સફળતાપૂર્વક યોજાય તેની હંમેશા તરફેણ કરી છે.

તાલીબાનોએ વર્ષ 2001 માં સત્તા ગુમાવી ત્યાર પછી અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી ચોથી વખત યોજાઇ રહી છે. આ સમયથી તાલીબાનોની ભલે પીછે હઠ થઇ હોય, પણ તેઓ સંપૂર્ણ રીતે નાબૂદ થયા નથી. રાષ્ટ્રપ્રમુખ ની ચૂંટણીના પરિણામો ગત સપ્તાહમાં જાહેર થયા પછી તાલીબાનોએ ઉત્તર અફધાનિસ્તાના બલખ પ્રાંતમાં હુમલો કરીને સલામતીદળના 15 જવાનોને ઠાર કર્યા હતા.

આજ સમયગાળામાં તાલીબાનોએ પશ્ચિમ ફરાહ પ્રાંતમાં શાંતિરક્ષક દળના 27 જવાનોનું અપહરણ કર્યું હતું. આ બધી જ વિપરીત સ્થિતિમાં અફધાની લોકો નાગરિક શાસન સ્થિર કરવા પ્રયાસો કરી રહ્યા છે. ભારત પણ ભારપૂર્વક જણાવી રહ્યું છે કે તાલીબાનોના શાસનમાંથી અફધાનિસ્તાનને બહાર લાવવાનો એકમાત્ર માર્ગ છે. અહીં લોકશાહી વ્યવસ્થાની સ્થાપના કરવી. તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણી આજ દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ અશરફ ધની તથા ડોક્ટર અબ્દુલ્લાહ અબ્દુલ્લા પણ લોકતાંત્રિક ઢબે સત્તાની વહેંચણીના ઉપાયથી અજાણ્યા નથી. ત્રીજી વખત યોજાયેલી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી બાદ આ બન્ને મહાનુભાવોને સાથે મળીને સરકારમાં જવાબદારી ઉપાડવા સમજાવવામાં આવ્યા હતા.

ડોક્ટર અબ્દુલ્લાહ ભારતમાં ઉચ્ચ શિક્ષણનો અનુભવ ધરાવે છે તો શ્રી અશરફ ધની અફધાનીસ્તાનના બૌધ્ધિક વર્તુળમાં સ્થાન ધરાવે છે. આ બન્ને મહાનુભાવો સાથે મળીને સરકારનું કામકાજ આગળ વધારે તે વાત અશક્ય નથી.

જો કે, અફધાનીસ્તાન માટે તાલીબાનો દ્વારા ઉભા કરાતા પડકારોનો સામનો કરી, તેનો ઉકેલ લાવવો ખુબ જ આવશ્યક બાબત છે.



શ્રીરંગ - અશોક
લેખક- એમ.કે. ટિક્કુ, રાજકીય વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...