મોરેશીયસના ફરી ચૂંટાયેલા પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથની ગયા અઠવાડિયાની ભારત મુલાકાત દર્શાવે છે કે, બંને દેશો દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને કેટલું મહત્વ આપે છે. મોરેશીયસની કુલ 13 લાખ લોકોની વસ્તીમાંથી બે તૃતિયાંશથી વધુ લોકો ભારતીય મૂળના છે. બંને દેશો સલામતી, આર્થિક તેમજ વિકાસ અંગેની બાબતમાં એકબીજાની પડખે ઉભા રહેવાની નૈસર્ગિક પકૃતિ ધરાવે છે.
આમ તો શ્રી જગનાથની આ મુલાકાતને ખાનગી ગણાવાઇ હતી તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. જે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા મહાનુભાવો માટેનું મુલાકાત સ્થળ છે.
બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરવાની એકબીજાને ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સલામત, સ્થિર અને સમૃદ્ધ દેશ બનાવવાની મોરિશીયસની આકાંક્ષાને પૂર્ણ કરવા ભારતનો ટેકો જાહેર કર્યો હતો.
ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મોરિશયસને સક્ષમ બનાવવામાં ભારત મોરેશિયસની સરકાર અને લોકોને સંપૂર્ણ સહકાર આપશે. પ્રધાનમંત્રી શ્રી જુગનાથે મોરિશયસના સૌ પ્રથમ મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સ્પેશ્યાલાઇઝડ આંખ-નાક ગળાની હોસ્પિટલ તેમજ અન્ય સામાજિક ગૃહનિર્માણ જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં ભારત દ્વારા કરાયેલા સહાયની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી જુગનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, મોરેશીયસના સર્વાંગી વિકાસને વેગ આપવા અને ભારત સાથે સહયોગ વધારવો એ તેમની નવી સરકારની પ્રાથમિકતા રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે, ભારત આ પ્રયત્નમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ચૂંટણીમાં વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જુગનાથને ટેલિફોનથી અભિનંદન આપ્યા હતા અને વહેલી તકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રી જુગનાથના પક્ષ મિલિટેંટ સોશીયાલીસ્ટ આંદોલને સંસદમાં બહુમતી મેળવ્યાના લગભગ એક મહિના પછી પ્રધાનમંત્રી જુગનાથે તેમની પત્ની સાથે ભારતની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ મોરિસિયસના પૂર્વ પ્રધાનમંત્રી અનિરૂદ્ધ જુગનાથના પુત્ર છે.
શ્રી પ્રવિણ જુગનાથ તેમના નાગરીકોના હિતોનો વારસો આગળ લઇ જશે. આ નાગરીકોમાં મોટાભાગના લોકો ભારતીય મૂળના છે અને લગભગ બે સદી પહેલા મોરેશિયસ જઇ વસેલા છે. આજે આ ભારતીય મૂળના લોકો વ્યુહાત્મક રીતે અગત્યના એવા દ્વિપના ગૌરવપૂર્ણ નાગરીકો છે. બધી જ મોટી સત્તાઓ આ વ્યુહાત્મક રીતે અગત્યના એવા દેશ સાથે મજબૂત સંબંધો ઇચ્છે છે. મોરેશીયસના નાગરીકોએ હંમેશા ભારત સાથે મજબૂત સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે અને ભારતના વ્યૂહાત્મક હીતોનું રક્ષણ અને પ્રચાર અંગે કાળજી રાખી છે.
યુરોપના સંશોધકોએ મોરિશિયસને હિંદ મહાસાગરનું ચાવીરૂપ ગણાવ્યું છે. યુરોપ દેશો યુરોપ અને ભારત વચ્ચે સંચાર માટેના દરિયાઇ માર્ગો સુરક્ષિત કરવા આ વિસ્તારમાં પગદંડો જમાવવા સ્પર્ધા કરી રહ્યા છે. અહીં નોધવું રહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં પોર્ટ લુઇસની લીધેલી મુલાકાત દરમિયાન હિંદ મહાસાગર અંગે તેમની વ્યૂહરચના વિશે વાત કરી હતી.
મોરેશિયસ સીધા વિદેશી રોકાણનો ટોચનો સ્ત્રોત છે અને માટે ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
આફ્રિકન યુનીયન, ઇન્ડિયન ઓશન રીમ એસોસીએશન અને હિંદ મહાસાગર પંચનો સભ્ય હોવાના કારણે મોરેશિયસ, આફ્રિકા ખંડ અને હિંદ મહાસાગર કાંઠાના દેશોમાં ભારતના વ્યુહાત્મક અને આર્થિક હિતોને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે.
બંને દેશો એકબીજાના અર્થતંત્ર અને સુરક્ષા હિતોને આગળ ધપાવવામાં ભાગ ભજવી શકે છે, તેને ધ્યાને રાખી મોરેશિયસ તથા ભારતના પ્રધાનમંત્રીઓએ બહુસ્તરીય દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અને નવા જોડાણો માટે નવતર અભિગમ અપનાવવા અને પરસ્પર હિતો અને પ્રાથમિક આધારિત સંમતિ દર્શાવી છે.
પ્રધાનમંત્રી જુગનાથની આ ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક સંબંધોને વધુ મજબુત બનશે.
લેખક- રણજીતકુમાર વરિષ્ઠ પત્રકાર

Comments
Post a Comment